Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ કે શરીર એ ‘હું' છું, એવી આપણી સજ્જડ માન્યતા છે. જ્યારે આ માન્યતા જતી રહે, ત્યારે ખુરશી અને શરીર બંને સમાન લાગે. શરીરના સો ટુકડા કરી દેવાય, તો ય પીડાની કોઇ અનુભૂતિ પણ ન થાય. આવી વિવેકજ્ઞાનની વિશુદ્ધતર પરિણતિ એનું જ નામ આત્માનુભૂતિ. ‘શરીર હું છું’ આ ગેરસમજના આધારે સંસાર ચાલે છે. ‘આત્મા જ હું છું’ એવી સમ્યક્ સમજના આધારે મોક્ષ થાય છે. સમાધિતંત્રમાં આ જ વાત કહી છે - देहान्तरगते/जं, देहेऽस्मिन्नात्मभावना। बीजं विदेहनिष्पत्ते-रात्मन्येवात्मभावना।। જીવ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, તેનું કારણ છે ‘દેહમાં આત્મબુદ્ધિ.’ જ્યારે ‘આત્મામાં જ આત્મબુદ્ધિ’નો ઉદય થાય, ત્યારે દેહાતીત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. માપ પરાડુ માપ હી, ઠીનત વસ્તુ ઝનૂપા | ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોને ખૂબ ક્રૂરતાથી ઘાણી (તેલ કાઢવાના યંત્ર)માં પીલી નાખવામાં આવ્યા હતાં. જરા કલ્પના કરો. એ ઘાણીમાં જ્યારે એ શ્રમણોને નાખ્યા હશે... યંત્રને ગતિમાન કરાવ્યું હશે... પ્રત્યેક ક્ષણે શરીર વધુ ને વધુ સંકોચાતું ગયું હશે... માત્ર પાંચ જ ક્ષણમાં જરા પણ અવકાશ ન રહે એ સ્થિતિ સર્જાઇ હશે... બસ, હવે છોલાવાની શરૂઆત થઈ, ના, બલ્ક એ શ્રમણો છુંદાવા લાગ્યા, માંસના લોચા નીકળવા લાગ્યા, લોહીની ધારા વહેવા લાગી... ને હવે તો હાડકા પણ તૂટવા લાગ્યા, નસો ને આંતરડાઓ વેરવિખેર થવા લાગ્યા, કેવી હશે એ ગોઝારી વેદના ! કેવી હશે એ કાળી યાતના ! પણ એ સમયે એ શ્રમણોની આત્મપરિણતિ કેવી હતી, ખ્યાલ છે? અધ્યાત્મોપનિષદ્દમાં એ પરિણતિની ઝલક દેખાડી છે – साम्यप्रसादास्तवपुर्ममत्वाः सत्त्वाधिकाः स्वं ध्रुवमेव मत्वा। न सेहिरेऽर्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्धकसूरिशिष्याः?|| ‘શરીર હું છું’ આ ગેરસમજ પણ એ શ્રમણોને ન હતી. અને ‘શરીર મારું છે” એ ભ્રાન્તિ પણ તેમને ન હતી. માટે જ અહંકાર અને મમકારથી તેઓ પૂર્ણપણે મુક્ત હતા... તેથી જ સમતાથી પરિણતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી... આ સ્થિતિમાં યંત્રમાં પીલાવાની વેદના પણ પરમ પ્રસન્નતાથી સહન કરી લીધી.. | ‘સહન કરી’ આ વાત પણ બાળજીવોને સમજાવવા માટે છે, બાકી એમાં સહન શું કરવાનું હતું? બાજુમાં પડેલી ખુરશીનો કોઈ ભુક્કો બોલાવી દે, એમાં મને શું? આ જેમ સામાન્ય માણસની મનોભૂમિકા છે, એમ એ મહર્ષિઓની મનોભૂમિકા હતી કે, શરીર યંત્રમાં પીલાઈ જાય એમા મને શું? હું તો આત્મા છું. શરીર જુદું છે અને હું જુદો છું. येनाऽऽत्माऽबुध्यताऽऽत्मैव, परत्वेनैव चापरम्। જેમણે આત્માનો જ ‘હું' તરીકે બોધ કર્યો અને પર ને અન્ય’ તરીકે જ જાણ્યું... આ અવસ્થાના અંતરોદ્ગાર છે – आप पराइ आप ही, ठानत वस्तु अनूप। આત્માનુભૂતિની આ દશા કલ્પનાને ય પેલે પાર હોય છે, તો પછી વચનથી તો તેની યથાર્થ અભિવ્યક્તિ શી રીતે થઈ શકે? આ જ પ્રશ્નાર્થ હવે સ્પષ્ટરૂપે રજુ થઈ રહ્યો છે... nen

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32