Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
સૂત્ર-૪૦ થી ૪૯
યુતના, એક અવાચી-પર્યાયવાચી નામ આ પ્રમાણે છે – (૧) ચુત, (૨) સુત્ર, (૩) ગ્રંથ, (૪) સિદ્ધાંત, (૫) શાસન, (૬) આજ્ઞા, (૭) વયન, (૮) ઉપદેશ, (6) પ્રજ્ઞાપના, (૧૦) આગમ. આ બધા કૃતના પર્યાયવાચી નામ છે. આ રીતે શુતની વતંત્રતા પૂર્ણ થઈ.
વિવેચન-૪૩ થી ૪૯ -
આ સૂત્રમાં “શ્રુત'ના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તેમાં શબ્દભેદ છે પણ અર્થ ભેદ નથી, છતાં વ્યુત્પત્તિની અપેક્ષાએ આ રીતે અર્થ થઈ શકે છે.
(૧) શ્રુત - ગુરુ પાસેથી સાંભળવાના કારણે તે શ્રત છે. (૨) સૂત્ર :- અર્થોની સૂચના મળવાના કારણે તેનું નામ સૂત્ર છે.
(3) ગ્રંથ :- તીર્થકરરૂપી કલાવૃક્ષના, વચનોરૂપી પુષ્પોનું તેમાં ગ્રીન હોવાથી તે ગ્રંથ છે.
(૪) સિદ્ધાન્ત :- પ્રમાણસિદ્ધ અર્થને પ્રગટ કરનાર છે માટે તે સિદ્ધાન્ત છે.
(૫) શાસત :- શિખામણ આપનાર હોવાથી તથા મિથ્યાવીને શાસિત, સંયમિત કરનાર હોવાથી શાસન છે. વૃત્તિમાં શાસનના સ્થાને પ્રવચન શબ્દ છે. પ્રશસ્ત, પ્રધાન, શ્રેષ્ઠ, પ્રથમ વચન હોવાથી તે પ્રવચન છે.
(૬) આજ્ઞા :- મુક્તિ માટે આજ્ઞા આપનાર અથવા મોક્ષમાર્ગ પ્રદર્શક હોવાથી તે આજ્ઞા કહેવાય છે.
(૩) વચન :- વાણી દ્વારા પ્રગટ કરાય છે માટે વચન.
(૮) ઉપદેશ - ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃત્તિનો ઉપદેશ (શિક્ષા) આપનાર હોવાથી તેને ઉપદેશ કહે છે.
(૯) પ્રજ્ઞાપના :- જીવાદિ પદાર્થનું યથાર્થ પ્રરૂપણ કરનાર છે માટે પ્રજ્ઞાપના કહેવાય છે.
(૧૦) આગમ :- આચાર્ય પરંપરાથી આવે છે તેથી અથવા આM વચન રૂપ હોવાથી આમ કહેવાય છે.
• સૂત્ર-પ૦ :
પીન :- સ્કંધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સ્કંધના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે, નામ અંધ, સ્થાપના અંધ, દ્રવ્ય અંધ અને ભાવ રૂંધ.
• વિવેચન-૫o :તે પ્રતિજ્ઞાનુસાર આ સૂઝમાં સ્કંધ પ્રરૂપણાનો પ્રારંભ કરે છે.
સ્કંધ એટલે પુદ્ગલપચય, પુદ્ગલોનો પિંડ, સમૂહ-સમુદાય, ખંભો અથવા થડ, આ સર્વ માટે પણ સ્કંધ શબ્દનો પ્રયોગ થાય છે. અધ્યયન-સમુદાય માટે સ્કંધ શબ્દનો પ્રયોગ પ્રાસંગિક છે.
• સૂત્ર-૫૧,૫૨/૧ -
[૫૧] પ્રશ્ન : નમસ્કંધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર જે કોઈ જીવનું કે અજીવનું યાવત્ સ્કંધ એવું નામ રાખવું તેને નામસ્કંધ કહે છે.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પન :- સ્થાપના કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાઠમાં યાવતુ “આ સ્કંધ છે' તેવો જ આરોપ કરો, તે સ્થાપના સ્કંધ છે.
ઘન :- નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? ઉત્તર :- નામ યાવ-કણિક છે, સ્થાપના ઈવરિકવઘકાલિક પણ હોય છે અને યાdcકથિક પણ હોય છે. [નામ-સ્થાપના અંધાનું સર્વ વિવરણ નામ-સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું)
પિર/૧ પ્રસ્ત * દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે? દ્રવ્ય સ્કંધના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) આગમથી દ્રવ્ય સ્કંધ અને નોઆગમથી દ્રવ્ય સ્કંધ.
પ્રશ્ન :- આગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેણે ‘સ્કંધ' પદ ગુરુ પાસેથી શીખ્યું છે, સ્થિત કર્યું છે, જિત-મિત કર્યું છે. ચાવતું નૈગમનયની અપેક્ષાઓ એક અનુપયુક્ત આત્મા આગમથી એક દ્રવ્ય સ્કંધ છે, બે અનુપયુકત આત્મા આગમથી બે દ્રવ્ય અંધ અને ત્રણ અનુપયુક્ત આત્મા આગમથી ત્રણ દ્રવ્ય સ્કંધ છે. તે જ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્યસ્કંધ જાણવા.
વ્યવહારનય પણ નૈગમનયની જેમ એક, અનેક જેટલા અનુપયુકત આત્મા તેટલા આગમથી દ્રવ્ય સ્કંધનો સ્વીકાર કરે છે.
સંગ્રહનય એક કે અનેક અનુપયુક્ત આત્માને એક જ દ્રવ્યસ્કંધરૂપે સ્વીકારે છે.
સુત્ર નયના મતે એક અનુયુક્ત આlમાં એક આગમથી દ્રવ્યસ્કંધ છે, તે વર્તમાનકાલીન અને વકીય વરતુને જ સ્વીકારે છે. તે ભેદોને કે બહુવચનને સ્વીકારતું નથી.
મણે શબ્દનો અનુપયુક્ત જ્ઞાતાને વસ્તુ-અસત્ માને છે. તેઓના મતે જે જ્ઞાયક હોય તે અનુપયુકત હોય જ નહીં અને અનુપયુકત હોય તો જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે.
• વિવેચન-૫૧,પર/૧ -
આ સૂટમાં આગમણી દ્રવ્યર્ડંઘનું સ્વરૂપ અને નયો દ્વારા આગમથી દ્રવ્યસ્કંધનો વિસ્તૃત ઉલ્લેખ છે. આ સંપૂર્ણ વર્ણન આગમથી દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવું.
• સૂત્ર-પર/ર :
ધન :- નોઆગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોઆગમથી દ્રવ્યધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, જ્ઞાયકશરીરદ્રવ્યસ્કંધ, ભવ્યશરીરદ્રવ્યસ્કંધ અને ઉભયવ્યતિતિદ્રવ્યસ્કંધ
પન :- જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સ્કંધપદના અધિકારને જાણનાર યાવ4-જેણે સ્કંધપદનું ગુરુ બસે આદયયન કર્યું હતું, પ્રતિપાદન કર્યું હતું, પ્રરૂપિત કર્યું હતું. ચાવતુ આ જ્ઞાયકશરીર દ્રવ્યર્જધાનું
સ્વરૂપ છે. સ્કંધપદને જાણનાર સાઈનું મૃતશરીર પડ્યું હોય તો તે જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધ કહેવાય છે.

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128