Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ સૂત્ર-૧૪૨ થી ૧૪૪ ૬૩ (૧૦) ઉ૫સંપદા ઃ- શ્રુતાદિની પ્રાપ્તિ માટે અન્ય સાધુઓની નિશ્રા સ્વીકારવી. - સૂત્ર-૧૪૫ ઃ ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ભાવાનુપૂર્વીના ત્રણ પ્રકાર તે આ પ્રમાણે છે – (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) નાનુપૂર્વી, yoot : પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- (૧) ઔદયિકભાવ, (ર) ઔપશમિકભાવ, (૩) જ્ઞાયિકભાવ, (૪) ક્ષાયોપશમિકભાવ, (૫) પારિણામિકભાવ, (૬) સાન્નિપાતિકભાવ. આ ક્રમથી ભાવોના ઉપન્યાસને પૂર્વાનુપૂર્વી કહે છે. પ્રશ્ન ઃ- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સાજ્ઞિાતિકભાવથી શરૂ કરી ઔઔદયિકભાવ પર્યંત વિપરીત ક્રમથી ભાવોના સ્થાપનને પશ્ચાનુપૂર્વી કહે છે. પ્રા :- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- એકથી શરૂ કરી એકએકની વૃદ્ધિ કરતાં છ પતિની સંખ્યાને સ્થાપન કરી, પરસ્પર ગુણા કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને બાદ કરી, શેષ રાશિના ભંગથી છ ભાવોના સ્થાપન કે કથનને અનાનુપૂર્વી કહે છે. આ રીતે ભાવાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ ઉપક્રમના પ્રથમ આનુપૂર્વી નામના ભેદની વતવ્યતા પણ પૂર્ણ થાય છે. • વિવેચન-૧૪૫ ઃ જીવ અને વસ્તુના પરિણામ, પર્યાયને ભાવ કહેવામાં આવે છે. ભાવ અંતઃકરણની પરિણતિ વિશેષરૂપ છે. ભાવ જીવ અઇને અજીવ બંનેમાં હોય છે. છ ભાવમાંથી એક પારિણામિક ભાવ જીવ, અજીવ બંનેમાં હોય છે. અવશેષ ઔદાયિક આદિ પાંચ ભાવ જીવના પરિણામ વિશેષ છે. તે છ ભાવ આ પ્રમાણે છે – (૧) ઔદયિકભાવ :- કર્મના ઉદયથી જીવના જે પરિણામ, પર્યાય વિશેષ. (૨) ઔપશમિકભાવ :- મોહનીય કર્મના ઉપશમથી પ્રાપ્ત પર્યાય. (૩) ક્ષાયિકભાવ :- આઠ કર્મના ક્ષયથી પ્રાપ્ત પર્યાય. (૪) ક્ષાયોપશમિકભાવ ઃ- કર્મના ક્ષયોપશમથી જીવને જે પર્યાયો પ્રાપ્ત થાય. (૫) પારિણામિકભાવ :- જીવના કર્મ નિરપેક્ષ સહજ પરિણામ વિશેષ. (૬) સાન્નિપાતિકભાવ :- પૂર્વોક્ત પાંચભાવોના બે-ત્રણ વગેરે સંયોગથી સાન્નિપાતિક (મિશ્ર) ભાવ ઉત્પન્ન થાય છે. છ ભાવોના આ અનુક્રમને પૂર્વાનુપૂર્વી, વિપરીત ક્રમને પશ્ચાનુપૂર્વી અને તે બે સિવાયના ક્રમને અનાનુપૂર્વી કહે છે. - સૂત્ર-૧૪૬ : નામનું સ્વરૂપ કેવું છે? નામના દશ પ્રકાર છે, તે આ – (૧) એકનામ, (૨) બેનામ, (૩) ત્રણ નામ, (૪) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સાત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ, (૧૦) દસ નામ. • વિવેચન-૧૪૬ : નામનું લક્ષણ :- જીવ, અજીવ આદિ કોઈપણ વસ્તુના વાચક શબ્દને નામ 41/7 “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કહે છે. જીવ-જીવ વગેરે કોઈપણ વસ્તુને સૂચવતા શબ્દને નામ કહે છે. એક નામ, બે નામ વગેરે નામના દશ પ્રકાર છે, જે એક નામથી જગતના સમસ્ત દ્રવ્ય-પદાર્થનું કથન થઈ જાય તે એક નામ કહેવાય છે. જેમકે સત્, સત્ કહેતા જગતનાં બધા પદાર્થ ગ્રહણ થઈ જાય છે. કોઈપણ પદાર્થ સત્તા વિહીન નથી. તે જ રીતે એવા બે નામ હોય કે જેમાં જગતના બધા દ્રવ્યોનું કથન થઈ જાય. જેમકે જીવ અને અજીવ. આ બે નામમાં સમસ્ત દ્રવ્ય સમાવિષ્ટ થઈ જાય છે. તે જ રીતે ત્રણ નામ વગેરે સમજવા. ૯. • સૂત્ર-૧૪૭ થી ૧૪૯ : પ્રશ્ન :- એક નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- એક નામનું સ્વરૂપ આ પ્રમાણે છે - દ્રવ્ય, ગુણ, પચયિના જે નામ લોકમાં રૂઢ છે. તેમની તે નામ વાળી સંજ્ઞા આગમરૂપ નિકસ-કસોટી પર કીને કહેવામાં આવી છે. તે એક નામ છે. • વિવેચન-૧૪૭ થી ૧૪૯ : જીવ, જંતુ, આત્મા, પ્રાણી, આકાશ, અંબર વગેરે દ્રવ્ય અથવા જીવ અને અજીવ વગેરે દ્રવ્યના નામ બુદ્ધિ, બોધ, રૂપ, રસ, ગંધ વગેરે ગુણોના નામ અને નારક, તિર્યંચ, મનુષ્ય, એક ગુણ કૃષ્ણ, બે ગુણ કૃષ્ણ વગેરે પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે, તે નામત્વ સામાન્યની અપેક્ષાએ એક છે. બધામાં નામરૂપતા સમાન છે માટે તે ‘એકનામ' કહેવાય છે. સોના, ચાંદીની યથાર્થતાની કસોટી નિકષ-પત્થર પર ઘસવાથી થાય છે તેમ જીવ-જીવાદિ પદાર્થનું સ્વરૂપ જ્ઞાન આગમ દ્વારા થાય છે. આગમ તે નિષ-કસોટી પત્થર સમાન છે. તેના દ્વારા જીવાદિ પદાર્થના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. • સૂત્ર-૧૫૦/૧ : પ્રા :- હિનામ’નું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્વિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) એકાક્ષરિક અને (ર) અનેકાક્ષકિ. પ્રશ્ન - એકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ઠ્ઠી (દેવી), શ્રી (લક્ષ્મી દેવી) ઘી (બુદ્ધિ), ી વગેરે એકાક્ષરિક દ્વિનામ છે. # # અનેકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - અનેકાક્ષકિ દ્વિનામના અનેક પ્રકાર છે. જેમકે – કન્યા, વીણા, લતા, માલા વગેરે અનેકાક્ષરિક દ્વિનામ છે. • વિવેચન-૧૫૦/૧ : કોઈપણ વસ્તુના નામનું ઉચ્ચારણ અક્ષરોના માધ્યમથી થાય છે. તે નામ એક અક્ષરથી બનેલ હોય તો તે એકાક્ષકિ નામ કહેવાય છે અને એકથી વધુ અક્ષરોથી તે નામ બનતું હોય તે તે અનેકાક્ષરિક નામ કહેવાય છે. આ રીતે એકાક્ષરિક અને અનેકાક્ષરિક એ બે નામમાં સમસ્ત દ્રવ્યો સમાવિષ્ટ થઈ જાય છે. અહીં જે એકાક્ષકિ નામના ઉદાહરણો સૂત્રમાં આપ્યા છે તે સંસ્કૃત ભાષા પ્રમાણે છે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128