Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ સૂત્ર-૨૫૧ ૧૪૩ - સૂત્ર-૨૫૧/૨ : પ્રશ્ન - શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - શિલ્પનામ તદ્ધિતના ઉદાહરણ છે - તૌકિ-ફૂ કરનાર શિલ્પી, પટ્ટકારિક-પટ્ટ વસ્ત્ર બનાવનાર શિલ્પી, તાન્તુવાયિક-તંતુ બનાવનાર, વૃત્તિક-શરીરનો મેલ દૂર કરનાર શિલ્પી-નાવી, વાટિક-એક શિલ્પ વિશેષ જીવી, મૌજકારિક-મૂંજની રસ્સી બનાવનાર શિલ્પી, કાષ્ઠકારિક-લાકડામાંથી વસ્તુઓ બનાવનાર શિલ્પી, છત્રકારિક, છત્ર બનાવનાર શિલ્પી, બાહ્યકારિક-રથ વગેરે બનાવનાર શિલ્પી, પૌસ્તકારિકપુસ્તક બનાવનાર શિલ્પી, ચૈત્રકારિક-ચિત્રકાર, દંતકાકિદાંત બનાવનાર શિલ્પી, વૈષ્ણકારિક-મકાન બનાવનાર શિલ્પી, શૈલકાર્તિક-પત્થર ઘડનાર શિલ્પી, કૌટ્ટિમકારિક-ખાણ ખોદનાર શિલ્પી. તે શિલ્પનામ તદ્ધિત છે. • વિવેચન-૨૫૧/૨ : આ સૂત્રમાં શિલ્પ કળાના આધારે સ્થાપિત કેટલાક નામોનો સંકેત છે. આ નામ શિલ્પ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી નિષ્પન્ન થાય છે. • સૂત્ર-૨૫૧/૩ : પ્રશ્ન :- શ્લોકનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સર્વના અતિથિ, શ્રમણ, બ્રાહ્મણ તે બ્લોક નામ તદ્ધિતના ઉદાહરણ છે. આ શ્લોકનામ તદ્ધિત છે. • વિવેચન-૨૫૧/૩ : શ્લોક-ચશ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિષ્પન્ન થાય, તે શ્લોકનામ કહેવાય છે. ' પ્રાંતિયોર્’ સૂત્રથી પ્રશસ્ત અર્થમાં ‘અર્’ પ્રત્યય લાગ્યો છે. તપશ્ચર્યાદિ શ્રમથી યુક્ત હોય તે શ્રમણ અને બ્રહ્મ-આત્માના આરાધક હોય તે બ્રાહ્મણ, આ શ્રમણ, બ્રાહ્મણ વગેરે સર્વના અતિથિ છે, સમ્માનીય છે માટે તેઓ પ્રશસ્ત છે. આમ શ્રમણ નામની નિષ્પત્તિમાં પ્રશસ્તતા-શ્લોક કારણરૂપ હોવાથી તે શબ્દ શ્લોક નામ તદ્ધિત કહેવાય છે. • સૂત્ર-૨૫૧/૪ : પ્રશ્ન :- સંયોગ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સંયોગનામ તદ્ધિતના ઉદાહરણ છે રાજાના શ્વસુર-રાજાસુર, રાજાના સાળા-રાજ સાળા, રાજાના સાષ્ટ્ર-રાજસā, રાજાના જમાઈ-રાજમાઈ, રાજાના બનેવી, રાજબનેવી. • વિવેચન-૨૫૧/૪ - - સંબંધ અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી જે નામ નિષ્પન્ન થાય તે સંયોગ નામ કહેવાય છે. સૂત્રમાં ‘રો સસુરક્' વગેરે ઉદાહરણ આપ્યા છે તે વિગ્રહ કરેલા શબ્દ છે. તેનો સંયોગ થતા ‘રાજશ્વસુર’ બને છે. રાજશ્વસુર વગેરે નામ સંયોગ તદ્ધિતજ ભાવપ્રમાણ નામ જાણવા. • સૂત્ર-૨૫૧/૫ : પ્રશ્ન :- સમીપ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સમીપ અર્થમાં તદ્ધિત પ્રત્યય દ્વારા નિષ્પન્ન નામ-ગિરિની સમીપનું નગર તે ગિરિનગર, વિદિશાની “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સમીપનું નગર તે વૈદિશ, વૈન્નાની સમીપનું નગર તે વેતટ, તગરાની સમીપનું નગર તે તગરાતટ આ ગિરિનગર' વગેરે નામ સમીપનામ જાણવા. • વિવેચન-૨૫૧/૫ : સમીપ, નિકટ, પાસેના અર્થમાં તદ્ધિત પ્રત્યયથી ગિનિગર, વૈદિશ, વેન્નાતટ વગેરે નિષ્પન્ન થાય છે. તે સમીપાર્થ બોધક તદ્ધિતજ ભાવ પ્રમાણ નામ છે. • સૂત્ર-૨૫૧/૬ : પ્રશ્ન :- સંયૂથ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સંયૂથનામ તદ્ધિતના ઉદાહરણ-તરંગવતીકાર, મલયવીકાર, આત્માનુષષ્ઠિકાર, બિન્દુકાર વગેરે. • વિવેચન-૨૫૧/૬ ઃ ગ્રંથ રચનાને સંયૂથ કહેવામાં આવે છે. તે સંયૂથને સૂચવવા જે તદ્ધિત પ્રત્યય લાગે અને તેનાથી જે નામ નિષ્પન્ન થાય તે સંયૂથ નામ કહેવાય છે. જેમકે તરંગવતીના નિમિત્તે જે વાર્તા રચવામાં આવી તે ગ્રંથને તરંગવતી કહે છે. તે જ રીતે મલયવતી, આત્માનુષષ્ટિ વગેરે ગ્રંથના નામ જાણવા. આ ‘તરંગવતી’ વગેરે ગ્રંથ નામોમાં ‘અધિકૃત્ય કૃતો ગ્રન્થ:' આ અર્થમાં અણાદિ અને ઘાદિ પ્રત્યય લાગે છે અને બીજા સૂત્રથી તેનો લોપ થતાં ગ્રંથનું નામ ‘તરંગવતી' બને છે. ‘તરંગવતી' વગેરે નામ સંયૂથનામ જાણવા. ૧૪૪ • સૂત્ર-૨૫૧/૭ : પ્રશ્ન :- ઐશ્વર્ય નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઐશ્વર્યનામ તદ્ધિતના ઉદાહરણો રાજેશ્વર, તલવર, માકિ, કૌટુમ્બિક, ઈત્મ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ, સેનાપતિ વગેરે. આ ઐશ્ચર્ય નામ છે. • વિવેચન-૨૫૧/૩ : ઐશ્વર્ય ધોતક શબ્દોને તદ્ધિત પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય તે ઐશ્વર્યનામ તદ્ધિત કહેવાય છે. ઐશ્વર્યધોતક નામ, સ્વાર્થમાં (સ્વ અર્થમાં) ‘કષ’ પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે. તેથી તે રાજેશ્વર વગેરે નામ ઐશ્વર્ય બોધક તદ્ધિત જ ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ જાણવા. • સૂત્ર-૨૫૧/૮ : પ્રા :- અપત્યનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અપત્યનામ તદ્ધિતના ઉદાહરણ-તીર્થંકરમાતા, ચક્રવર્તીમાતા, બળદેવમાતા, વાસુદેવમાતા, રાજમાતા, મુનિમાતા (ગણિમાતા), વાચકમાતા તે અપત્યનામ છે. આ રીતે તન્દ્રિત પ્રત્યયજન્ય નામની વક્તવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૨૫૧/૮ - - અપત્ય એટલે પુત્ર, પુત્રથી વિશેષિત થવું તે અર્થમાં તદ્ધિત પ્રત્યય લાગવાથી તીર્થંકરમાતા વગેરે નામ નિષ્પન્ન થાય છે. – તીર્થંકર જેમના પુત્ર છે તે તીર્થંકર માતા, તીર્થંકરરૂપ પુત્ર દ્વારા માતા પ્રસિદ્ધિ અને સન્માનને પ્રાપ્ત થાય છે. તેથી તે અપત્યનામ કહેવાય છે. માતાના નામે પુત્રનું નામ પ્રસિદ્ધ થાય તો તે પણ અપત્યનામ કહેવાય

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128