Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ સૂત્ર-૨૭૦ ૧૬૯ પ્રસ્તો, નરકાવાસો, નરકપંક્તિઓ, નરક પ્રતટો, કલ્પો, વિમાનો, વિમાન પંક્તિઓ, વિમાન પ્રતટો, ટંકો, ફૂટો, પર્વતો, શિખરવાળા પર્વતો, પ્રાગ્મારો નમેલા પર્વતો, વિજયો, વક્ષારો (વક્ષસ્કાર પર્વતો) ક્ષેત્રો, વર્ષધર પર્વતો, સમુદ્રવેલાઓ, વેદિકાઓ, દ્વારો, તોરણો, દ્વીપો તથા સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ તથા પરિધિનું માપ કરવામાં આવે છે. • વિવેચન-૨૭૦/૫ ઃ લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ જોવા મળે છે. (૧) મનુષ્યકૃત, (૨) કર્મજન્ય-ઉપાધિજન્ય (૩) શાશ્વતા. તેમાં જે મનુષ્યકૃત પદાર્થો છે, તેનું માપ આત્માંગુલથી કરવામાં આવે છે. ઉપાધિ એટલે કર્મ. કર્મદ્વારા શરીર વગેરે પ્રાપ્ત થાય માટે શરીર ઉપાધિજન્ય કહેવાય છે. તેનું માપ ઉત્સેધાંગુલથી કરવામાં આવે છે અને નરકભૂમિ વગેરે જે શાશ્વતા પદાર્થો છે તેનું માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે. સૂત્રમાં શાશ્વતા પદાર્થોના ઘણા નામ આવ્યા છે તેથી સ્પષ્ટ છે કે સદા શાશ્વત રહેનાર પર્વત, ભવન, વિમાન, નસ્કાવાસ, પાતાળકળશ, દ્વીપ, સમુદ્ર, ક્ષેત્ર, વિજય, શાશ્વત નદીઓ, દ્ર, તીર્થ આદિનું માપ આ પ્રમાણાંગુલથી થાય છે. જેમકે પ્રમાણાંગુલથી જંબૂદ્વીપ એક લાખ યોજન છે. - સૂત્ર-૨૭૦/૬ : તે પ્રમાણાંગુલના સંક્ષેપમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) શ્રેણ્યાંગુલ, (૨) પ્રતરાંગુલ (૩) ધનાંગુલ. પ્રમાણાંગુલથી નિષ્પન્ન અસંખ્યાત ક્રોડાકોડી યોજનોની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગુણવાથી પતર થાય છે અને પતરને શ્રેણી સાથે ગુણવાથી એક લોક થાય છે. લોકને સંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો સંખ્યાત લોક થાય છે અને અસંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો અસંખ્યાત લોક થાય છે. • વિવેચન-૨૭૦/૬ ઇ આ સૂત્રમાં સૂત્રકારે પ્રમણાંગુલના ત્રણ પ્રકા—શ્રેણ્યાંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્રણે પ્રકારના પ્રમાણાંગુલનું સ્વરૂપ ઉત્સેધાંગુલની જેવું જ સમજવું. પ્રમાણાંગુલ શ્રેણીને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો-પ્રતરાંગુલ થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો ધનાંગુલ થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં ધનીકૃત લોકના આધારે ઉત્કૃષ્ટ શ્રેણી, પ્રતર અને ધનનું વર્ણન કર્યું છે. અહીં પ્રશ્ન થાય કે પ્રમાણાંગુલનું વર્ણન કરતાં સૂત્રકારે ધનીકૃત લોકનું વર્ણન શા માટે કર્યું હશે ? તેનું સમાધાન એ છે કે પ્રમાણાંગુલથી શાશ્વત વસ્તુઓ માપવામાં આવે છે અને શાશ્વત એવા લોકના આધારે જ શ્રેણી, પ્રતર વગેરેનું પ્રમાણ નિશ્ચિત થાય છે. તેથી પ્રમાણાંગુલના પ્રસંગે ધનીકૃત લોક વગેરેનું વર્ણન યથોચિત જ છે. શ્રેણી આદિનું સ્વરૂપ : (૧) શ્રેણી :- એક પ્રદેશ પહોળી, ધનીકૃત લોકના સાત રાજુ પ્રમાણલાંબી “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અર્થાત્ અસંખ્ય ક્રોડાકોડી યોજન લાંબી આકાશ પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે તે શ્રેણી ૭ રાજુ લાંબી હોય છે. (૨) પ્રતર ઃ- ધનીકૃત લોકની શ્રેણી સાથે શ્રેણીને ગુણવાથી પ્રતર બને છે. અર્થાત્ પ્રતરની લંબાઈ-પહોળાઈ સાત-સાત રાજુની હોય છે. આ પ્રતર ૭ x 9 = ૪૯ રાજુ પ્રમાણ હોય છે. ૧૭૦ (૩) ધન ઃ- ધનીકૃત લોકના પ્રત્તર સાથે શ્રેણીને ગુણવાથી ધન બને છે. તે જ ધનીકૃત લોક કહેવાય છે. ૪૯ ૪ ૭ = ૩૪૩ રાજુ પ્રમાણ ધન છે. ધનીકૃત લોક ૩૪૩ રાજુ પ્રમાણ છે. (૪) સંખ્યાત લોક :- તે ધનીકૃત લોક સાથે સંખ્યાતને ગુણવામાં આવે તો તે સંખ્યાત લોક કહેવાય. (૫) અસંખ્યાત લોક :- તે ધનીકૃત લોક સાથે અસંખ્યાતને ગુણવામાં આવે તો તે અસંખ્યાત લોક કહેવાય છે. ઉત્સેધાંગુલથી કે આત્માંગુલથી આ શાશ્વત પદાર્થોનું માપ થતું નથી. • સૂત્ર-૨૭૦/૭ + વિવેચન : પ્રશ્ન :- આ શ્રેશ્ચંગુલ, પતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર - સર્વથી થોડા શ્રેણી અંગુલ છે. તેથી પતરાંગુલ અસંખ્યાતગુણા અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. આ રીતે પ્રમાણાંગુલનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણની અને ક્ષેત્ર પ્રમાણની વકતવ્યતા પૂર્ણ થાય છે. • સૂત્ર-૨૭૧ થી ૨૭૪ : yoot :- કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કાળપમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) પ્રદેશ નિષ્પન્ન અને (૨) વિભાગ નિષ્પન્ન. પ્રશ્ન :- પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત-અસંખ્યાત સમયની સ્થિતિવાળા (પરમાણુ અથવા સ્કંધ) પ્રદેશ નિષ્પન્ન કાળપમાણ છે. આ રીતે પ્રદેશ અર્થાત્ કાળના નિર્વિભાગ અંશથી નિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ જાણવું. પ્રશ્ન :- વિભાગ નિષ્પન્ન કાળપમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- (૧) સમય, (૨) આવલિકા, (૩) મુહૂર્ત, (૪) દિવસ, (૫) અહોરાત્ર, (૬) પક્ષ, (૭) માસ, (૮) સંવત્સર, (૯) યુગ, (૧૦) પલ્યોપમ, (૧૧) સાગરોપમ, (૧૨) અવસર્પિણી-ઉત્સર્પિણી (૧૩) પુદ્ગલ પરાવર્તનરૂપ કાલને વિભાગનિષ્પન્ન કાલપમાણ કહે છે. • વિવેચન-૨૭૧ થી ૨૭૪ : કાળના નિર્વિભાગ અંશ (સમય)ને પ્રદેશ કહેવામાં આવે છે. આ નિર્વિભાગ અંશો-પ્રદેશોથી નિષ્પન્ન કાળ પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણ કહેવાય છે. એક સમયની

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128