Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 116
________________ સૂત્ર-૩૦૩ થી ૩૦૫ • વિવેચન-૩૦૩ થી ૩૦૫/૧ - કાર્યથી કારણનું, કારણથી કાર્યનું, ગુણથી ગુણીનું, અવયવથી અવયવીનું અને આશ્રયથી આશ્રયવાનનું અનુમાન કરાય તે શેષવતુ અનુમાન કહેવાય છે. સુગકારે ઉદાહરણ દ્વારા આ વાતને સ્પષ્ટ કરેલ છે. કાર્યાનુમાનમાં કાર્ય ઉપરથી તેના કારણનું જ્ઞાન થાય છે. જેમકે કેકારાવરૂપ કાર્યથી તેના કારણભૂત મોરનું જ્ઞાન થાય. મોર પ્રત્યક્ષ નથી પણ તેનો અવાજ સંભળાતા અહીં મોર છે, તેવું જે જ્ઞાન થાય તે કાર્ય જન્ય શૈષવતુ અનુમાન છે. કારણાનુમાનમાં કારણ પ્રત્યક્ષ હોય છે અને કાર્યનું અનુમાન કરાય છે. આકાશમાં કાળા-ઘટાટોપ વાદળને જોઈ તેના કાર્યરૂપ વસાદનું અનુમાન કરવું તે કારણ જજ શેષવતુ અનુમાન છે. સૂત્રકારે તંતુ અને પટનું ઉદાહરણ આપ્યું છે. તંતુ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી. વિશિષ્ટરૂપે તાણાવાણા રૂપે ગોઠવાયેલા તંતુથી જ પટની ઉપલબ્ધિ થાય છે. તે પહેલા નહીં. પટથી કદાચ કોઈ તંતુને છૂટા કરે તો પટ તેનું કારણ નથી કારણ કે પટ વિના-પટ બન્યા પહેલા પણ તેની ઉપલબ્ધિ હોય છે. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય તેવા કારણથી જ કાર્યનું અનુમાન થઈ શકે. ગુણાનુમાનમાં ગુણ પ્રત્યક્ષ થાય છે અને તે આધારે ગુણીનું જ્ઞાન થાય છે. જેમકે સુગંધ પ્રત્યક્ષ થતાં - ‘અહીં ગુલાબ હશે' તેવું ગુલાબનું જ્ઞાન ગુણજન્ય શેષવત અનુમાન કહેવાય છે. તે જ રીતે કસોટી પર સુવર્ણને ઘસવાથી જે રેખા થાય છે તેના ઉપરથી સુવર્ણના ટયનું જ્ઞાન થાય છે. તે ગુણજન્ય શેષવત અનુમાન છે. ન દેખાતા અવયવીનું જ્ઞાન તેના અવયવના પ્રત્યક્ષથી થાય, તો તે અવયવ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમકે કોઈ દિવાલ પાછળ ભેંસાદિ હોય પરંતુ તે દેખાતી ન હોય પણ તેના શીંગડા દેખાતા હોય તો શીંગડારૂપ અવયવથી અવયવી ભેંસનું જ્ઞાન થાય તે અવયવજન્ય શેવત અનુમાન છે. ધૂમાડો અગ્નિના આશ્રયે રહે છે. ધૂમને જોઈ આશ્રય સ્થાનરૂપ અગ્નિનું જ્ઞાન થાય છે. અહીં ધૂમ પ્રત્યક્ષ છે, અગ્નિ પ્રત્યક્ષ નથી. તેનું જ્ઞાન થાય અથવા બગલાને જોઈ પાણીનું જ્ઞાન થાય તે આશ્રયજન્ય શેષવત અનુમાન છે. • સૂત્ર-3૦૫/૨ - બ્દ સાધવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? દષ્ટ સાધાર્યવ4 અનુમાનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - સામાન્યષ્ટ અને વિશેષટ. પ્ર :- સામાન્ય દટ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : સામાન્ય ધર્મના આધારે એકને જોઈ તસ્રદેશ અનેકનું અને એકને જોઈ એકનું સામાન્ય ધમથી જ્ઞાન થાય તેને સામાન્ય દેટ અનુમાન કહે છે. જેવો એક પુરુષ હોય છે તેવા અનેક પુરુષ હોય છે. જેવા અનેક પુરુષ હોય છે તેવો એક પુરુષ હોય ૨૧૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન છે, જેવો એક કાષfપણ (સિક્કો) તેવા અનેક કાપણ અને જેવા અનેક કપિણ તેવો એક કાપણ હોય છે. પ્રશ્ન :- વિશેષËe અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જેમ કોઈ (યાનમ) પુરુષ ઘણા પુરુષોની વચ્ચે રહેલા પૂવષ્ટ પુરુષને ઓળખી લે કે આ તે જ પુરુષ છે અથવા અનેક કાષfપણ વચ્ચે રહેલા પૂર્વદિષ્ટ કાપfપણને. ઓળખી લે કે આ તે જ કfપણ છે. તેને વિશેષદષ્ટ સાધમ્યવતુ અનુમાન છે. તેનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો કહ્યો છે. (૧) અતીતકાળ-ભૂતકાળ ગ્રહણ, (૨) વર્તમાન કાળગ્રહણ (3) અનાગત-ભવિષ્યકાળ ગ્રહણ અથતિ વિશેષષ્ટ સાધમ્યવત અનુમાન દ્વારા ત્રણે કાળના પદાર્થનું અનુમાન કરાય છે. • વિવેચન-3૦૫/: દેટ સાધમ્મવડુ અનુમાન :- પૂર્વમાં દૃષ્ટ-જોયેલ અનુભવેલ ઉપલબ્ધ પદાર્થની સમાનતાના આધારે જે અનુમાન કરાય તે દષ્ટસાધર્મ્યુવતુ અનુમાન કહેવાય છે. વસ્તુમાં સામાન્ય અને વિશેષ બંને પ્રકારના ગુણધર્મ રહેલ છે. કોઈ એક વસ્તુને જોઈ તસ્રદેશ સર્વ વસ્તુનું જ્ઞાન થાય અથવા ઘણી વસ્તુ જોઈ તત્સર્દેશ એકનું જ્ઞાન થાય તે સામાન્ય દેટ સાધર્મ્સવ કહેવાય છે. આમાં સામાન્યના આધારે સર્દેશતાનો બોધ થાય છે. જેમકે મનુષ્યત્વ, કર્મભૂમિત્વ, ભરતોત્રત્વ, આ મનુષ્યમાં રહેલ સામાન્ય ધર્મ છે. જેવો એક મનુષ્ય તેવા અનેક મનુષ્ય, જેવા અનેક મનુષ્ય તેવો એક મનુષ્ય આવું જ્ઞાન સામાન્ય ધર્મના આધારે થાય છે. વિશેષ દષ્ટ અનુમાન - વિશેષ ધર્મ વસ્તુને અન્યથી પૃથક્ કરે છે. અનેક વસ્તુઓમાંથી એકને અલગ કરી વિશેષતાનું જ્ઞાન વિશેષ ધર્મના આધારે થાય છે. વિશેષ દષ્ટ સાધર્મવતુ અનુમાનમાં જો કે સામાન્ય અંશ તો મનુસ્મૃત રહે જ છે. વિશેષતા એ છે કે પૂર્વ દર્શન સમયે જે વિશેષતા તેમાં જોઈ છે તેના આધારે વર્તમાનમાં ઉપલબ્ધ છે પદાર્થને જોઈ, આ તે જ વસ્તુ છે જે મેં પહેલા જોઈ હતી, તેવું અનુમાન કરાય છે. • સૂત્ર-3૦૫/૩ થી ૩૦/૧ : ધન :અતીતકાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- વનમાં ઊગેલા ઘાસ, ઊગેલા ધાન્યવાળી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, તળાવ વગેરેને પાણીથી ભરેલા જોઈ અનુમાન કરવું કે અહીં સારી વૃષ્ટિ થઈ હશે. તેમાં અતીતકાળ ગ્રહણ વિશેષદષ્ટ સાધમ્યવતુ અનુમાન છે. પ્રથન :- પ્રત્યુપ-વર્તમાન કાળગ્રહણ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ગોચરી ગયેલા સાધુને, ગૃહસ્થ દ્વારા પ્રચુર માત્રામાં આહાર-પાણી આપતા જોઈને કોઈ અનુમાન કરે કે આ દેશ સુભિક્ષ છે. તેને વર્તમાનકાળ ગ્રહણ વિશેષર્દષ્ટ સાધમ્મવત અનુમાન કહે છે. • પ્રવન - અનાગતકાળ ગ્રહણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આકાશની

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128