Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 122
________________ સૂત્ર-૩૧૦ સંગ્રહનયના મતે ‘વસતિ-વસે છે', શબ્દનો પ્રયોગ ગર્ભગૃહ આદિમાં રહેવાના અર્થમાં ન કરી શકાય. વસતિ-વસવાનો અર્થ છે નિવાસ. નિવાસ રૂપ અર્થ સંસ્તાક પયારીમાં હોય ત્યારે જ ઘટિત થાય છે. સંસ્તારકગત-પથારીમાં શયન કરે ત્યારે જ ચાલવાદિ ક્રિયાથી રહિત હોય છે અને ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. સંગ્રહનય સામાન્યવાદી છે તેથી તેના મતે બધી શય્યા એક જ છે, પછી તે શય્યા ગમે તે સ્થાનમાં હોય, ઋજુસૂત્ર નયના મતે સંસ્તાક-શય્યા પર આરૂઢ થઈ જવાથી ‘વસતિ' શબ્દનો અર્થ ઘટિત ન થાય, આખી પથારીમાં નિવાસ કરી ન શકાય. માટે સંસ્તારકના જેટલા આકાશપ્રદેશ વર્તમાનમાં અવગાહ્યા હોય, વર્તમાનમાં જેટલા આકાશપ્રદેશ ઉપર સ્થિત હોય તેટલા પર જ ‘વસે છે’ તેમ કહેવાય. ઋજુસૂત્ર વર્તમાનગ્રાહી છે માટે વર્તમાનમાં પથારીના જેટલા ભાગ ઉપર તે વ્યક્તિ હોય તેટલામાં જ વસે છે તેમ કહેવું જોઈએ. ૨૨૫ શબ્દ, સમભિરૂઢ અને અેવંભૂતના મતે આકાશદ્રવ્ય પર દ્રવ્ય છે. તેમાં રહેવું તે ‘વસતિ' શબ્દનો અર્થ નથી. કોઈપણ દ્રવ્ય પર દ્રવ્યમાં રહી ન શકે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં વસે છે. માટે પ્રત્યેક દ્રવ્ય પોતાના આત્માભાવમાં જ નિવાસ કરે છે. આ રીતે ‘વસતિ’-નિવાસના દૃષ્ટાંતે સાત નયોનું સ્વરૂપ જાણવું. • સૂત્ર-૩૧૦/૪ ઃ પન :- પ્રદેશના દૃષ્ટાંત દ્વારા નોનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે ? ઉત્તર ઃ નૈગમનયના મતે છ દ્રવ્યોને પ્રદેશ હોય છે. જેમકે (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (ર) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કંધનો પ્રદેશ અને (૬) દેશનો પ્રદેશ. આ પ્રમાણે કથન કરતાં નૈગમનયને સંગ્રહનય કહે કે – તમે જે આ ‘છ દ્રવ્યના પ્રદેશ છે’ તેમ કહ્યું તે ઉચિત નથી. શા માટે? કારણ કે છઠો ભેદ જે દેશનો પ્રદેશ કહ્યો, તે દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય માટે પાંચ પ્રદેશ છે, તેમ કહેવું જોઈએ. તેના માટે કોઈ દષ્ટાંત છે. હા. જેમ કે મારા દારો ગધેડો ખરીધો. દાસ મારો છે તેથી તે ગધેડો પણ મારો છે. દેશ દ્રવ્યનો છે માટે દેશનો પ્રદેશ પણ દ્રવ્યનો જ કહેવાય, માટે છ પ્રદેશ છે, તેમ ન કહો પણ પાંચ પ્રદેશ છે તેમ કહેવું જોઈએ. તે આ પ્રમાણે (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કંધનો પ્રદેશ. - આ રીતે પાંચ પ્રદેશનું કથન કરતાં સંગ્રહનયને વ્યવહારનય કહે કે – તમે જે કહો છો પાંચ પ્રદેશ છે તે સિદ્ધ નથી. શા માટે ? વ્યવહારનયવાદી કહે કે – જેમ પાંચ ગોઠીયા મિત્રો વચ્ચે ચાંદી, સોનું, ધન, ધાન્ય જેવી કોઈ વસ્તુ સહિયારી હોય છે, તેમ પાંચે દ્રવ્યોના પ્રદેશ સામાન્ય હોત તો તમારું કથન 41/15 ૨૨૬ “અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન યુક્તિ સંગત કહેવાત કે પાંચેના પ્રદેશ છે. પરંતુ વસ્તુ સ્થિતિ તેવી નથી. તેથી પાંચના પ્રદેશ છે' તેમ ન કહો પણ એમ કહો કે પ્રદેશ પાંચ પ્રકારના છે. (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધમસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ (૫) સ્કંધનો પ્રદેશ. વ્યવહારનયના આ કથન સામે ઋજુસૂત્ર નય કહે કે તમે જે પાંચ પ્રકારના પ્રદેશ કહો છો, તે પણ ઉચિત નથી. જો પાંચ પ્રકારના પ્રદેસ કહેશો તો, એક એક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તેથી પાંચ દ્રવ્યના પરીશ પ્રકારના પ્રદેશ થશે, માટે પાંચ પ્રકારના પ્રદેશ છે, તેમ નહીં પરંતુ પ્રદેશ ભજનીય છે તેમ કહેવું જોઈએ. (૧) સ્વાત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) સ્વાત્ અધમિિસ્તકાયનો પ્રદેશ, (૩) સ્વાત્ આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) સ્વાત્ જીવનો પ્રદેશ, (૫) સાત્ સ્કંધનો પ્રદેશ. આ પ્રમાણે કહેતાં ઋજુમૂત્રનયને શબ્દનો કહે કે ‘પ્રદેશ ભજનીય છે' તેમ કહેવું યોગ્ય નથી. પ્રદેશને ભજનીય માનવાથી ધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો, જીવાસ્તિકાયનો અને સ્કંધનો પણ પ્રદેશ કહેવાશે. તે જ રીતે અધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશા સ્તિકાય અને સંધનો પણ પ્રદેશ કહેવાશે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને સ્કંધનો પ્રદેશ કહેવાશે. જીવાસ્તિકાયનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સ્કંધનો પ્રદેશ કહેવાશે. સ્કંધનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનો પ્રદેશ કહેવાશે. આ રીતે તમારા મતથી પ્રદેશના સ્વીકારમાં અનવસ્થા થશે માટે પ્રદેશ ભજનીય છે તેમ નહીં, પણ એમ કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તે જ પ્રદેશ ધર્માસ્તિકાયાત્મક છે. ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે, તે અધર્માસ્તિકાયાત્મક છે. આકાશાસ્તિકાયનો જે પ્રદેશ છે, તે પ્રદેશ આકાશાસ્તિકાયાત્મક છે. એક જીવનો જે પ્રદેશ છે, તે પ્રદેશ નોજીવ છે, તે જ રીતે સ્કંધનો જે પ્રદેશ છે, તે જ પ્રદેશ નોસ્કંધાત્મક છે. આ પ્રમાણે કહેતા શબ્દનયને સમભિરૂઢનય કહે કે તમે જે કહો છો કે ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયાત્મક (ધર્માસ્તિકાય રૂપ છે) યાવત્ સ્કંધનો પ્રદેશ નોસ્કંધાત્મક છે, તમારું આ કથન યુક્તિ સંગત નથી. 'ઘ્ને પહ્તે' = ધર્મપ્રદેશમાં તત્પુરુષ અને કર્મધારય આ બે સમાસ થાય છે. અહીં સંદેહ થાય છે કે આ બે સમાસમાંથી તમે કયા સમાસથી ધર્મપદેશ'

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128