Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ સૂત્ર-૭૯ ૫૩ બીજાના મનોભાવ જાણવાની અમાત્યની પ્રતિભા જોઈ રાજા ખૂબ પ્રાન્ન થયા. આ ત્રણ દૃષ્ટાંતમાં અન્યના અભિપ્રાય જે યુક્તિથી જાણ્યા તે ભાવ ઉપક્રમ છે પરંતુ તે મોક્ષના કારણરૂપ ન હોવાથી અપ્રશસ્ત ભાવ ઉપક્રમ છે. • સૂત્ર-૮૦ ઃ અથવા ઉપક્રમ છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) આનુપૂર્વી (ર) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અધિકાર (૬) સમવતાર. • વિવેચન-૮૦ : પૂર્વે છ ભેદ વડે નિક્ષેપની દૃષ્ટિએ ઉપક્રમનું સામાન્ય વર્ણન કરી શાસ્ત્રકારે પ્રસ્તુત સૂત્રમાં બીજી રીતે આનુપૂર્વી આદિ ઉપક્રમના છ પ્રકાર દર્શાવ્યા છે. (૧) આનુપૂર્વી :- આનુપૂર્વી એટલે અનુક્રમ-ક્રમ. વસ્તુના અનેક ભેદોપ્રકારોનું ક્રમ સાથે વર્ણન તે આનુપૂર્વી કહેવાય અથવા એક વસ્તુને સ્થાપી પછી બીજી, ત્રીજી વસ્તુને અનુક્રમે સ્થાપવી તે પણ આનુપૂર્વીનો પ્રકાર છે. (૨) નામ :- કોઈપણ વસ્તુનો અભિધાયક-વાચક શબ્દ ‘નામ’ કહેવાય છે. (૩) પ્રમાણ :- વસ્તુના સ્વરૂપને સારી રીતે જાણવું અથવા માપવું તે ‘પ્રમાણ’. (૪) વક્તવ્યતા :- અધ્યયન વગેરેના પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ વિવેચન કરવું તે ‘વક્તવ્યતા' કહેવાય છે. (૫) અધિકાર :- અધ્યયનમાં વર્ણિત વિષયના અર્થનું કથન. (૬) સમવતાર ઃ- વસ્તુ સ્વ-પર-ઉભયમાં ક્યાં સમાવેશ પામે છે તે વિચારણા. - સૂત્ર-૮૧ : પ્રશ્ન નુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- આનુપૂર્વીના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામાનુપૂર્વી, (૨) સ્થાપનાનુપૂર્વી, (૩) દ્રવ્યાનુપૂર્વી, (૪) ક્ષેત્રાનુપૂર્વી, (૫) કાલાનુપૂર્વી, (૬) ઉત્કીર્તનાનુપૂર્વી, (૭) ગણનાનુપૂર્વી, (૮) સંસ્થાનાનુપૂર્વી, (૯) સમાચાયોનુપૂર્વી, (૧૦) ભાવાનુપૂર્વી. • વિવેચન-૮૧ : આનુપૂર્વી એટલે ક્રમ, અનુક્રમ કે પરિપાટી, એક પછી એક, એમ ક્રમથી વસ્તુ વગેરેનું વર્ણન કરવાની અથવા ગોઠવવાની રીતને આનુપૂર્વી કહેવાય છે. ‘અનુ’ એટલે પાછળ, ‘પૂર્વે' એટલે આગળ. પૂર્વે એકની સ્થાપના કરી તેની પાછળપાછળ ક્રમથી સ્થાપના કરવી તે આનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૮૨ ઃ નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? નામ અને સ્થાપના આનુપૂર્વીનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યકની જેમ જાણવું. દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપ વર્ણનમાં ભવ્યશરીર દ્રવ્યાનુપૂર્વી સુધીનું સભેદ વર્ણન દ્રવ્યઆવશ્યક પ્રમાણે જાણવું ( ખાવ' શબ્દથી તે સૂચિત કર્યું છે.) પ્રા :- જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિક્તિ દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. ૫૪ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૧) ઔપનિધિકી અને (ર) અનઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી, તેમાં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી સ્થાય છે પહેલાં અનૌપનિધિકીનું સ્વરૂપ સૂત્રકાર દર્શાવરે છે. તેમાં જે અનઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે, તેના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) નૈગમ-વયવહાર નય સંમત (૨) સંગ્રહનયસંમત. • વિવેચન-૮૨ : આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિદર્શન છે. 'તહેવ' પદ દ્વારા અને ' ખાવ' પદ દ્વારા નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી અને દ્રવ્યાનુપૂર્વીમાં આગમચી દ્રવ્યાનુપૂર્વી, જ્ઞાયકશરીર નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી, ભવ્યશરીરનોઆગમથી દ્રવ્યાનુપૂર્વી સુધીનો પાઠ, આવશ્યક પ્રમાણે જાણી લેવાની સૂચના આપવામાં આવી છે. તદ્બતિક્તિ દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ બતાવ્યા છે. ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :- ‘ઔપનિધિકી' શબ્દમાં મૂળ શબ્દ ‘ઉપનિધિ’ છે. ‘ઉપ’ ઉપસર્ગનો અર્થ છે, સમીપ-નજીક અને “નિધિ’નો અર્થ છે રાખવું અર્થાત્ કોઈ વિવક્ષિત એક પદાર્થને પહેલા સ્થાપિત કરી, તપશ્ચાત્ તેની પાસે-સમીપમાં પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમથી અન્ય-અન્ય પદાર્થને રાખવામાં આવે તો તે ઉપનિધિ કહેવાય છે. જે આનુપૂર્વીમાં આ ઉપનિધિ પ્રયોજનભૂત છે, તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય. છ દ્રવ્ય, સામાયિક વગેરે છ અધ્યયન, દ્વિ-ત્રિ-ચતુઃ પ્રદેશી વગેરે કંધોનું પૂર્વાનુપૂર્વી વગેરે ત્રણમાંથી કોઈ પણ ક્રમથી સ્થાપન કે કથન વિધિને ઔપનિધિકી આનુપૂર્વી કહે છે. અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી - અનુપનિધિ-પૂર્વનુપૂર્વી વગેરે ક્રમથી પદાર્થની સ્થાપના, વ્યવસ્થા ન કરવી તે અનૌપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. લોકમાં દ્વિપ્રદેશી, પ્રિદેશી વગેરે સ્કંધો ક્રમથી ગોઠવાયેલા નથી. લોકમાં પરમાણું વગેરે જે પુદ્ગલો જેમ છે તેમ તેની વિચારણા કરવી તે અનૌપનિધિકી કહેવાય છે. પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય ક્રમથી ગોઠવાયેલા ન હોવા છતાં આદિ, મધ્યમ અને અંત સંભવિત હોવાથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કંધોનું ક્રમથી કથન કરવામાં આવે તો તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. લોકમાં સ્થિત પુદ્ગલ સ્કંધો ક્રમથી ગોઠવાયેલા નથી તેની, તે જ રીતે વિચારણા કરવી તે અનૌપનિધિકી આનુપૂર્વી કહેવાય છે. ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી, આ બે માં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી અલ્પ વિષયવાળી છે. તેથી અનૌપનિધિકીનું વર્ણન પહેલાં કરે છે. આ વાત સૂત્રકારે 'ટપ્પા' પદ દ્વારા સૂચવી છે. અનૌપનિધિકી આનુપૂર્વીના બે ભેદ :- અનઔપનિધિકી આનુપૂર્વીના નૈગમવ્યવહારનય સંમત અને સંગ્રહનય સંમત એવા બે ભેદ છે. વૈગમ-સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નય, દ્રવ્યાર્થિક નય છે અને શેષ ચાર નય પર્યાયને વિષય કરે છે માટે પર્યાયાર્થિક નય છે. પ્રસ્તુત અનૌપનિધિકી આનુપૂર્વી પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કંધને વિષય કરે છે માટે દ્રવ્યાર્થિક નયથી જ અનૌપનિધિકી આનુપૂર્વીનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128