Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ સૂઝ-૭૦ ભવ્યશરીર, વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે છે - (૧) સચિત્ત (૨) આચિત્ત (3) મિશ્ર. • વિવેચન-૩૦/3 : સૂત્રકારે દ્રવ્યઉપક્રમના કેટલા વિષય માટે આવશ્યક પ્રમાણે જાણવા ‘પાવ' શબ્દથી સંકેત કર્યો છે, તે આ પ્રમાણે છે. ઉપક્રમ પદના અધિકારના અનુપયુક્ત જ્ઞાતા આગમદ્રવ્યઉપકમ કહેવાય છે. ઉપક્રમ પદને જાણનાર જ્ઞાતાનું મૃતક શરીર ડ્રાયફશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય અને જે બાળક ભવિષ્યમાં ઉપક્રમ પદને શીખવાનો છે, તે વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય છે. જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ઉપક્રમના ત્રણ પ્રકાર છે. સચિત, અચિત અને મિશ્ર. • સૂત્ર-૭૧ થી ૩૪ - [૧] પન :- સચિત્ત દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સચિવ દ્રવ્યઉપકમ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે :- દ્વિપદ, ચતુષ્પદ, અપદ. તે પ્રત્યેકના પુનઃ બે બે પ્રકાર છે - પરિકર્મ અને વરસ્તુવિનાશ [] ધન :- દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : નટો, નતકો, જલો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, શાસકો, આગાયકો, લંખો, મંખો, તૂણિકો, તુંબડીસિકો, કાવડીઓ, મંગલપાઠકો વગેરે બે પગવાળાનો પરિકર્મ અને વિનાશ કરવા રૂપ ઉપક્રમ દ્વિપદઉપક્રમ છે. [] પ્રશ્ન :- ચતુષ્પદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ચારપગવાળા ઘોડા, હાથી વગેરે પશુઓના ઉપક્રમને ચતુષ્પાદપક્રમ કહેવાય છે. [] પુન :- અપEદ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આંબા, માતક વગેરે પગવિનાના વૃક્ષનો ઉપક્રમ તે અપદ ઉપમ કહેવાય છે. આ અપદ ઉપક્રમનું વર્ણન થયું. • વિવેચન-૭૧ થી ૪ : તવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના સચિત અયિત મિશ્ર ત્રણ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રોમાં તે ત્રણમાંના પ્રથમ સચિત્ત દ્રવ્ય ઉપકમનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. દ્વિપદમાં મનુષ્ય, ચતુષદમાં પશુ અને અપદમાં વૃક્ષના ઉદાહરણ આપ્યા છે. તે ત્રણેના પુનઃ પરિકર્મ અને વસ્તુ વિનાશ, એવા બે-બે ભેદ કર્યા છે. તેમાં વસ્તુના ગુણ કે શક્તિની વૃદ્ધિ કરવાના પ્રયત્ન કે ઉપાય પરિકર્મ કહેવામાં આવે છે અને તલવાર વગેરે સાધનો દ્વારા વસ્તુ નાશના પ્રયત્નને વસ્તુ વિનાશ કહેવામાં આવે છે. • સૂત્ર-૭૫,૭૬ : [૫] પ્રશ્ન - અચિત્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ખાંડ, ગોળ, મિશ્રી(સા) વગેરેમાં માતાની વૃદ્ધિ થાય તેવા પ્રયન અથવા વિનાશ થાય તેવા પ્રયત્ન તે અચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. [૬] પન :- મિશ્ર દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? સ્થાસક, આભલા 41/4 ૫o “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વગેરેથી વિભૂષિત તે પૂર્વોક્ત અશ વગેરે સંબંધી ઉપમ મિત્ર દ્રવ્યોપકમ કહેવાય છે. તે સાથે જ્ઞાયક શરીર-ભવ્ય શરીરવ્યતિકિત દ્રવ્યઉપકમની તેમજ નોઆગમ દ્રવ્યઉપકમની તથા સમુરચય દ્રવ્ય ઉપક્રમની વકતવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૭૫,૭૬ : અયિત પદાર્થમાં ગુણાત્મક વૃદ્ધિ અથવા તેને નષ્ટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે તે અયિત દ્રવ્યઉપક્રમ છે તેમાં વિભૂષિત અશ્વ મિશ્ર દ્રવ્ય છે. હાથીઘોડા વગેરે સચિત છે. સ્થાક, આભલા, કોડી વગેરે પદાર્થ અયિત છે. તેથી, આભલાદિથી વિભૂષિત અa આદિને મિશ્ર દ્રવ્ય કહે છે. આવા મંડિત શ્વાદિને શિક્ષિત કરવાનો પ્રયત્ન તે પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છે અને તલવાર વગેરે દ્વારા પ્રાણનાશનો પ્રયત્ન તે વસ્તુવિનાશ ઉપક્રમ છે. • સૂત્ર-: પ્રથન • » ઉપકમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- હળ, કોદાળી વગેરે દ્વારા ક્ષેત્રનો ઉપક્રમ કરવામાં આવે તે ક્ષેત્ર ઉપક્રમ કહેવાય છે. • વિવેચન-૩૩ : આ સૂત્રમાં ત્ર ઉપક્રમનું સ્વરૂપ બતાવ્યું છે. બથી અહીં ખેતર ગ્રહણ કરવામાં આવ્યું છે. હળ જોડી, ખેતરને ખેડી, વાવવા યોગ્ય કરાય છે. તે ક્ષેત્ર સંબંધી પરિકર્મ રૂપ ઉપક્રમ છે અને ખેતરમાં હાથી વગેરે બાંધી, ખેતર ખેતીને અયોગ્ય બનાવી દેવું, તે વસ્તુ વિનાશરૂપ ઉપકમ છે. હાથીના મળમૂળથી ખેતરની બીજોત્પાદનરૂપ શકિતનો નાશ થાય છે. વાસ્તવમાં ક્ષેત્રથી આકાશ પ્રદેશનું ગ્રહણ થાય પરંતુ આકાશાસ્તિકાય અમૂર્ત છે, તેથી તેમાં ઉપકમ થતો નથી. • સૂત્ર-૩૮ : પ્રશ્ન • કાલોપકમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નાલિકા આદિ દ્વારા જે કાળનું યથાવત્ જ્ઞાન થાય તે કાલોપક્રમ છે. આ કાલોપક્રમનું વર્ણન થયું. • વિવેચન-૩૮ : નાલિકા એટલે છિદ્ર સહિતનું પણવિશેષ, જલઘડી કે રેતઘડી દ્વારા અથવા ખીલા વગેરેની છાયા દ્વારા કાળનું ચયાર્થ જ્ઞાન કરવું તે કાલનું પરિકરૂપ ઉપકમ છે તથા નક્ષત્ર વગેરેની ચાલના આધારે જે વિનાશ વગેરે થાય, તેનું જ્ઞાન તે વસ્તુ વિનાશરૂપ કાલોપક્રમ છે. - સૂમ-૩૯ - ધન :- ભાવોપકમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપકમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) આગમથી ભાવોપક્રમ (૨) નોઆગમથી ભાવોપક્રમ. પીન :- આગમથી ભાવોપકમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉપક્રમના અર્થના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવોપક્રમ કહેવાય છે. પ્રથમ નોઆગમથી ભાવોપકમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નોગમથી ભાવ ઉપક્રમના બે પ્રકાર છે. (૧) પ્રશસ્ત અને (૨) આપાત

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128