Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪--૫૪૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
આ જ વાત નૈરયિકાદિના દંડકના ક્રમે વિચારે છે - - X - અહીં મનુષ્ય સિવાયના બધાં સ્થાને બે જ ભંગ જાણવા. સાત કર્મના કે આઠ કર્મના બંધક હોય, છ કર્મના બંધક રૂપ ત્રીજો ભંગ ન હોય • x - મનુષ્યના સ્થાને ત્રણ ભંગો કહેવા. • x " એમ વૈમાનિક સુધી કહેવું, પરંતુ મનુષ્યને જીવ માફક કહેવા. એમ એકવચના દંડક કહ્યો. પછી બહુવચનનો દંડક કહે છે -x - છ કર્મના બંધક હોય કે ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનું તેમને અંતર કહ્યું છે. હોય ત્યારે પણ એક, બે થી વધી ઉત્કૃષ્ટ - ૧૦૮ હોય. છ કર્મના બંધક આશ્રીને ત્રણ ભંગ થાય. નારકો છ કર્મના બંધક હોય જ નહીં, આઠ કર્મના બંધક કદાયિતુ જ હોય, તેથી બધાં સાત કર્મના બંધક એ પહેલો ભંગ કહ્યો, આઠ કર્મનો બંધક એક હોય કે ઘણાં હોય તે બીજા બે ભંગો જાણવા. આ જ ત્રણે ભંગ દશે ભવનપતિમાં કહેવો.
પાંચે પૃથ્વી આદિમાં એક જ ભંગ હોય • x • વિકલૅન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં નૈરયિકવત્ ત્રણ ભંગો છે. મનુષ્ય સૂત્રમાં નવ ભંગો કહ્યા. કેમકે - આઠ અને છ કર્મના બંધક કદાચિત્ સર્વથા ન હોય, - X• આઠ કર્મનો બંધક એક હોય, ઘણાં હોય, છ કર્મના બંધક એક કે વધુ હોય એમ પાંચ ભેગો થયા. ત્રિકસંયોગીમાં ચાર બંગો, એમ બધાં મળી નવ ભંગો થયા.
જ્ઞાનવરણીય માફક દર્શનાવરણીય પમ વિચારવું.
વેદનીય કર્મના વિચારમાં ઉપશાંત મોહાદિ એક કર્મના જ બંધક હોય છે. બાકી બધું પૂર્વવતુ. મનુષ્ય પદમાં પણ તે જ પૂર્વોક્ત નવમાંગા કહેવા. કેમકે સાત કર્મ બંધક અને એક કર્મ બંધક હંમેશાં ઘણાં હોવાથી બીજા ભંગોનો સંભવ નથી.
મોહનીય કર્મની વિચારણામાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં પ્રત્યેકને વિશે સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકનો એક જ ભંગ હોય છે. કેમકે બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે. છ કર્મ બંધક મોહનીય કર્મ ન બાંધે કેમકે મોહનીયનો બંધ અનિવૃત્તિ બાદર સંપરાય સુધી હોય છે.
આયુ કર્મ બંધક હંમેશાં આઠ કર્મનો બંધક હોય છે. માટે તેમાં ભંગો નથી. નામ, ગોત્ર, અંતરાય સૂત્રો જ્ઞાનાવરણીય વત્ જાણવા.
@ પદ૨૫-“કમવેદ'' છે.
- X - X - X — o હવે પચીશમું પદ કહે છે, તેનું આદિ સૂત્ર આ છે – • સૂત્ર-૫૪૭ :
ભગવન ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ આઠ છે - જ્ઞાનાવરણીય ચાવતું અંતરાય, એમ વૈમાનિક સુધી જામવું.
ભગવાન ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી પ્રકૃતિઓ વેદે ? અવશ્ય આઠ વેદ. એમ નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે બહુવચનમાં પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય અંતરાય સુધી જાણવું.
ભગવાન ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રવૃતિઓ વેદે ? ગૌતમ! સાત પ્રકૃતિ વેદ, આઠ પ્રકૃતિ વેદે કે ચાર પ્રકૃતિ વેદ. એ પ્રમાણે મનુષ્ય પણ વેદે.
બાકીના નૈરવિકથી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મ પ્રકૃતિ વેદે.
ભગવાન ! જીવો વેદનીય કર્મ બાંધા કેટલી કમપકૃતિઓ વેદે ? ગૌતમ! (૧) બધાં આઠ કર્મ વેદક અને ચાર કર્મ વેદક હોય. (૨) અથવા આઠ કર્મ વેદક, ચાર કર્મ વેદક અને એક સાત કર્મ વેદક હોય, (૩) અથવા આઠ કર્મ વેદક, ચાર કર્મ વેદક અને સtd કર્મ વેદક હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા.
• વિવેચ-૫૪૭ :
ભગવદ્ ! કેટલી કર્મપ્રકૃતિ કહી છે ? ઈત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. હવે કયું કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ વેદે ? એ વિચારે છે - ભગવદ્ જીવ જ્ઞાનાવરણીય કર્મી બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ઈત્યાદિ સૂત્ર સુગમ છે. વેદનીય સૂત્રમાં સાત કમ વેદક, આઠ કર્મ વેદક અને ચાર કર્મ વેદક હોય. સાત કર્મ વેદક ઉપશાંત મોહ કે ક્ષીણ મોહ હોય છે, કેમકે બંનેને મોહનીયનો ઉદય નથી. આઠ કર્મ વેદક મિથ્યાષ્ટિથી સૂમ સંપરાય સુધીનો જીવો છે. કેમકે તેઓને અવશ્ય આઠે કર્મનો ઉદય છે. ચાર કર્મ વેદનારા સયોગી કેવલી છે. કેમકે તેમને ચાર ઘાતી કર્મનો ઉદય નથી. બહુ વચનમાં સાત કર્મ વેદનારા કદાચ હોય માટે ત્રણ ભંગો કહ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
2િ2/7]