Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૩૨૨-I-/,૫૩૮ છે પદ-૩ર-“સંયમ” છે. - X - X - X - X - છે એ પ્રમાણે ૩૧-મું પદ કહ્યું. હવે ૩૨-મું પદ કહે છે. તેનો આ સંબંધ છે - ૩૧માં પદમાં સંજ્ઞીપરિણામ કહ્યા. અહીં ચાત્રિ પરિણામ વિશેષ સંયમને કહે છે. સંયમ નિરવધ યોગ પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિ રૂપ છે. તેનું સૂત્ર કહે છે– • સૂત્ર-પ૩૩,૫૮ : (૫૭૭] ભગવત્ / જીવો શું સંયત છે, અસંયત છે, સંયતાસંયત છે કે નોસંયતનોઅસંયતનોસંયતાસંયત છે ? ગૌતમ! તે ચારે છે. નૈરયિકો વિશે પ્રથન • તેઓ સંયત નથી, અસંયત છે, સંયતાસંયત નથી, નોસંયતનોઅસંગતનોસંયતાસંમત નથી. એમ ચઉરિન્દ્રિયો સુધી જવું. પંચેન્દ્રિયો તિચિ વિશે પૃચ્છા - સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, નોસંયત-નોસંયતનોસંયતાસંયત નથી. મનુષ્યો વિશે પૃચ્છા - સંયત, અસંયત, સંયતાસંગત પણ ચે. પણ નોસંયતનોઅસંયતનો સંયતાસંમત નથી. સંતર, જ્યોતિક અને વૈમાનિકો નૈરયિકોવ4 જાણવા. સિદ્ધોનો પ્રશ્ન - સંયત, અસંયત કે સંયતાસંયત નથી, પણ નોસંયતનોઅસંયતનોસંયતાસંયત છે. [૫૮] જીવો અને મનુષ્ય સંયત, અસંયત, મિશ્ર હોય. તિયચો સંતરહિત. છે. બાકીના અસંયત છે. વિવેચન-પ૩૩,૫૮ - સર્વ સાવધ યોગોથી સમ્યક્ષણે નિવૃત થયેલા હોય, અર્થાત્ ચાત્રિ પરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવધ યોગોમાં પ્રવર્તતા હોય તે સંયત-એટલે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત. તેનાથી વિપરીત તે અસંયત. હિંસાદિમાં દેશથી નિવૃત તે સંયતાસંયત જેઓએ ત્રણેનો પ્રતિષેધ કરેલ છે, તે સિદ્ધ કઈ રીતે ? સંયમ નિરવધ યોગ પ્રવૃત્તિ અને સાવધ યોગ નિવૃત્તિ છે. તેથી સંયતાદિ પર્યાયો યોગ આશ્રિત છે. સિદ્ધ ભગવંતો યોગ રહિત છે. કેમકે તેમને શરીર અને મનનો અભાવ છે, માટે સંયતાદિ ગણે અવસ્થાથી નિવૃત્ત છે એમ સામાન્યથી જીવપદમાં સંયતાદિ ચારે અવસ્થા ઘટે. સૂત્રકાર પણ કહે છે - જીવો સંયત પણ છે, કેમકે સાધુએ સંયત છે. અસંયત પણ છે, કેમકે નાકો અસંયત છે. સંયતાસંયત પણ છે, કેમકે પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો દેશથી સંયમી હોય. નોસંચત-નોઅસંયત-નોસંયતાસંયત પણ છે, કેમકે સિદ્ધોને ત્રણેનો પણ પ્રતિષેધ છે. ચોવીશ દંડક સૂત્રો સુગમ છે. અહીં સંગ્રહણી ગાથા કહે છે - સંતઈત્યાદિ. તાત્પર્ય એ છે કે- જીવપદ અને મનુષ્યપદમાં સંયતાદિ ત્રણે પદો ઘટે છે, પણ નથી ઘટતા એમ નથી. એ તાત્પર્યને જણાવનાર આ સૂત્ર છે. પરંતુ અન્ય પદનો નિષેધ કરતું નથી. જો એમ ન હોય તો જીવપદમાં સંયતાદિ ત્રણે અવસ્થાના પ્રતિષેધરૂપ ચોથું પદ પણ ઘટે છે. જે પ્રકારે પૂર્વે કહ્યું છે. તથા સંયતપદ રહિત ઉપલક્ષણથી ત્રણેના પ્રતિષેધ રહિત ૧૪૨ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પંચેન્દ્રિય તિર્યો છે. પ્રશ્ન સંયતપદ રહિત તિર્યંચ પંચેન્દ્રિયો કેમ કહેવાય ? કારણ કે તેઓમાં સર્વથા સંમતપણું ઘટે છે. જેમકે – સંમતપણું નિરવધ યોગની પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિરૂપ છે અને તિર્યંચોને પણ નિરવધ યોગમાં પ્રવૃત્તિ અને સાવધ યોગથી નિવૃત્તિ સંભવે છે. કેમકે તેઓ આયુષના છેલ્લા કાળે પણ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરી શુભ યોગોમાં વર્તતા દેખાય છે. વળી સિદ્ધાંતમાં તે તે સ્થાને તેઓ પોતાના વિશે મહાવ્રતોનું આરોપણ કરતાં સંભળાય છે. કહ્યું છે કેતિર્યંચોને રાત્રિનો નિષેધ કર્યો છે તો પણ તેઓમાં ઘણાંને સિદ્ધાંતોમાં મહાવતોનું આરોપણ સંભળાય છે. [સમાધાન] તે અયુક્ત છે. કારણ કે સમ્યક્ પ્રકારે વસ્તુતવનું જ્ઞાન નથી. અહીં સંયતપણું નિરવધયોગની પ્રવૃત્તિ અને સાવધયોગની નિવૃત્તિરૂપ આંતર ચાસ્ત્રિ પરિણામ સહિત જાણવું તે સિવાયનું નહીં. જેઓએ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરેલું છે તેવા અને મહાવ્રતોનું આરોપણ કરતાં તેઓને ભાવનિમિતે યાત્રિનો પરિણામ થતો નથી અને તે પરિણામ અચિંત્ય ચિંતામણી સમાન મનુષ્ય ભવમાં જ થાય છે. તે પણ કર્મના ક્ષયોપશમ વડે થાય, બીજી રીતે નહીં. માટે ભગવંતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. [મન] તે રીતે મહાવ્રતાદિની આરોપણરૂપ ચેષ્ટા કરતાં તિર્યંચોને આંતર ચારિક પરિણામ નથી - એમ શાથી જણાય ? [ઉત્તર) તેઓને કેવળજ્ઞાનાદિ નહીં થવાથી. જો તિર્યંચોને પણ ચાસ્ત્રિ પરિણામ સંભવે તો ક્યાંક ક્યારે કોઈકને ઉત્કૃષ્ટ ભાવે મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન પણ થાય. પણ તેવું સંભળાતું નથી. માટે જણાય છે કે તેમને ચાત્રિ પરિણામનો સંભવ નથી. • x • તેથી ચાસ્ત્રિ પરિણામનો અભાવ હોવાથી તેઓ સંયત પદ હિત છે. બીજા સંસારી જીવો અસંયતિપદ સહિત છે. E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROO મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104