Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 96
________________ ૩૬/-I-I૬૦૪ ૧૩૩ ૧૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (68) વિચારમાં કોઈને હોય - કોઈને ન હોય, જે નરકથી નીકળી પૃવીકાયિકમાં જવાનો નથી. તેને ન હોય. જે જવાના છે, તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંગાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. તે આ પ્રમાણે - તિર્યંચ પંચેન્દ્રિય ભવથી, મનુષ્ય ભવ કે દેવભવથી કષાય સમુઠ્ઠાતને પ્રાપ્ત થઈ જે એકવાર પૃથ્વીકાયિકોમાં જવાનો છે, તેને એક, બે વાર જવાનો છે તેને બે, ત્રણ વાર જવાનો છે તેને ત્રણ, સંખ્યાતીવાર જવાનો છે, તેને સંખ્યાતા - x - અનંત કપાય સમુઠ્ઠાત જાણવા. સૂત્રકારે પણ તેમ કહેલું છે. એ પ્રમાણે સાવત્ મનુષ્યપણામાં જાણવું. એમ પૃથ્વી જે સૂઝપાઠ કહ્યો, તે વડે મનુષ્યપણામાં સુધી કહેવું. જેમકે – એકૈક નૈરચિકને અકાયિકપણામાં કેટલા કષાયસમુદ્ધાતો અતીતકાળે થયા હોય ? અનંત. ભાવિમાં કેટલા થાય? ઈત્યાદિ • x • કહેવું. એ પ્રમાણે મનુષ્ય સૂત્ર સુધી કહેવું. તેમાં અકાયથી મનુષ્યમૂક સુધીનો વિચાર પૃવીકાયિક સૂત્રવત્ કરવો. બેઈન્દ્રિય સૂત્રમાં ભાવિકાળે થવાના કષાયસમુઠ્ઠાત વિચારમાં જઘન્યથી એક, બે, ત્રણ સમુદ્ધાતો જે એકવાર જઘન્ય સ્થિતિવાળા બેઈન્દ્રિયના ભવને પામે, તેની અપેક્ષાએ સમજવા. સંખ્યાતી વાર બેઈન્દ્રિયપણાને પામે તેને સંખ્યાતા ઈત્યાદિ અનંત સુધી કપાય સમુદ્દાત ભાવિકાળે પ્રાપ્ત થનાર છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વિશે આ પ્રમાણે વિચારવું - જે એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવને પામવાનો છે અને સ્વભાવથી. જ અાકષાયી છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ સમુધ્ધાતો હોય છે. બાકીના તિર્યંચ પંચે ભવને સંખ્યાતી વાર પ્રાપ્ત કરનારા સંગાતા, અસંખ્યાતીવાર પ્રાપ્ત કરનારા અસંખ્યાતા, અનંતીવાર પ્રાપ્ત કનરારાને અનંતા કપાય સમુદ્ધાતો થવાના છે. મનુષ્યસૂત્રમાં ભાવિ કષાય સમુદ્યાત સંબંધે આ પ્રમાણે વિચારવું - જે નરકમવયી નીકળી અાકષાયી મનુષ્ય ભવ પામી કપાય સમુઠ્ઠાત વિના જ મોક્ષ જવાનો છે. તેને નથી. બાકીનાને હોય છે. તેમાં એક, બે કે ત્રણવાર કષાય સમુહ પ્રાપ્ત કરશે તેને એક, બે કે ત્રણ કષાય સમુદ્ગાતો હોય છે. સંખ્યાતા ભવો કરનાને કે એક ભવમાં પણ સંખ્યાતા કપાય સમુદ્ઘાત કરનારને સંખ્યાતા ઈત્યાદિ અનંત કષાય સમુ સુધી કહેવું. જ્યોતિકપણામાં અતીતકાળે પણ અનંતા કહેવા. ભાવિમાં કોઈને થાય, કોઈને ન થાય. તે પૂર્વવત્ કહેવું. જેને છે તેઓમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય. પણ કદાચ સંખ્યાતા હોય એમ ન કહેવું. કેમકે - જ્યોતિકોને જઘન્યથી અસંખ્યાતા કાળનું આયુ હોવાથી, જઘન્યથી પણ અસંખ્યાતા કપાયસમુદ્ધાતો હોય છે. અનંતવાર જનારાને અનંતા હોય છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિકાળમાં કદાયિત્ અસંખ્યાતા અને કદાચિત્ [22/12] (PROOF ook-40B SaheibAdhayan-40\B અનંતા હોય, તેની વિચારણા પૂર્વવત એ પ્રમાણે નૈરિચકોને સ્વસ્થાને અને પરસ્થાને કષાય સમુદ્ર કહ્યા. હવે અસરકમારોમાં સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રીને કષાય સમુદઘાતનો વિચાર કરવા કહે છે - એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કષાયસમુધ્ધાતો અતીતકાળે અનંતા હોય છે. ભાવિ કાળે કોઈને હોય - કોઈન ન હોય . જે અસરકમારના ભવથી નીકળી નરકે જવાનો નથી, તેને હોતા નથી, જે નકે જવાનો છે તેને હોય છે. તેમાં પણ જઘન્યથી સંગાતા હોય છે, કેમકે જઘન્ય સ્થિતિક નકોમાં પણ સંખ્યાતા કષાય સમુધ્ધાતો થાય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા જાણવા. તેમાં જઘન્ય સ્થિતિક નકોમાં વારંવાર અને દીર્ધસ્થિતિક નકોમાં એક કે અનેકવાર જનારને અસંખ્યાતા, અનંતવાર જનારને અનંતા હોય છે. અમુકુમારને અસુરકુમારપણામાં અતીતકાળે અનંતા અને ભાવિકાળે એકથી માંડી અનંત સુધી હોય છે. જે ભાવિમાં થનાર છે તે કોઈને હોય અને કોઈને ન હોય. જે અસરકમાર ભવના પર્યન્તવર્તી છે અને કપાય સમુઘાત કરવાનો નથી, તેમ ત્યાંથી ચ્યવી ફરી અસુરકુમાર ભવ પ્રાપ્ત કરવાનો નથી, પણ પછીના ભવે કે પરંપરાએ સિદ્ધિપદને પામશે તેને હોતા નથી. બાકીનાને હોય છે. જેને હોય તેને જઘન્યથી એક, બે, ત્રણ હોય ઈત્યાદિ પૂર્વવતુ. એ પ્રમાણે નાગકમારપણામાં અને પછી ચોવીશ દંડકમાં ક્રમથી નિરંતર યાવતું વૈમાનિકપણામાં નૈરયિકવતું સૂત્ર કહેવું. અર્થાત્ નાગકુમારથી સ્વનિતકુમારમાં ભાવિમાં કોઈને હોય છે - કોઈને હોતા નથી. હોય તેને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા હોય છે. પૃથ્વીકાયિકાદિપણામાં ચાવત મનુષ્યપણામાં જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. ચંતપણામાં જેને થવાના છે, તેને કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત કે કદાચ અનંતા હોય છે. જ્યોતિકમાં જેને થવાના છે તેને કદાચ અસંખ્યાત હોય - કદાચ અનંતા હોય. વૈમાનિકપણામાં પણ એમ જ કહેવું. *X - X - અહીં વિશેષતા બતાવે છે કે- પરંતુ નાગકુમારચી ખનિતકુમાર સુધીના બધાંને રવસ્થાનની અપેક્ષાથી અવશ્ય ભાવિમાં થવાના એકથી માંડી અનંત સુધી જાણવા. પરસ્થાન અપેક્ષાએ અસુરકુમારવત્ કહેવા. પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં ચાવત્ સ્વનિતકુમારવમાં અતીતકાળે અનંતા જાણવા, ભાવના પૂર્વવતુ. ભાવિમાં કોઈને હોય કોઈને ન હોય. તેમાં જે પૃથ્વીકાયના ભવથી નીકળી નરકમાં, અસુકુમાર ચાવત્ સ્વનિતકુમારમાં જવાનો નથી, પણ મનુષ્યભવ પામી મોક્ષે જવાનો છે, તેને હોતા નથી. બીજાને હોય છે. જેને હોય તેને જઘન્યથી સંચાતા હોય. કેમકે જઘન્યસ્થિતિક નકાદિમાં પણ સંખ્યાતા કપાસમઘાતો હોય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા હોય છે. તે પૂર્વવતુ વિચારવા. E:\Mahar

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104