Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ ૩૪/૨/૧/૫૮૮ થી ૫૯૩ માટે થાય છે. તેનાથી તૃપ્તિ થતાં ઈચ્છા નિવૃત્ત થાય. અહીં મનુષ્ય સ્ત્રીને મનુષ્યપુરુષના ઉપભોગમાં શુક્રના પુદ્ગલોનો સંયોગ થવાથી સુખ થાય છે, તો દેવીનો ઉપભોગ્ય દેવના શુક્ર પુદ્ગલોના સંયોગથી સુખ થાય કે બીજી રીતે સુખ થાય? એવા સંદેહથી શુક્ર પુદ્ગલોના અસ્તિત્વ સંબંધે પ્રશ્ન કરે છે - તે દેવોને શુક્ર પુદ્ગલો હોય છે ? - X - હા, હોય છે. પરંતુ વૈક્રિય શરીર અંતર્ગત્ પુદ્ગલો છે, માટે ગર્ભાધાનનું કારણ થતાં નથી. તે શુક્ર પુદ્ગલો દેવીને કેવા સ્વરૂપે શુક્ર પુદ્ગલોનું ક્ષરણ થાય ત્યારે પરિણમે છે ? શ્રોત્ર ચાવત્ સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે. કદાચ અનિષ્ટ પરિણામ પામતા સંભવે તો ? તેથી કહે છે – ઈષ્ટપણે. ઈષ્ટ પણ ક્યારેક અકાંત હોય તેથી કહે છે – કાંતપણે. કાંત પણ કોઈ ૧૫૭ વસ્તુ મનને સ્પૃહણીય ન હોય. તેથી કહે છે – મનોજ્ઞપણે - અતિ સ્પૃહણીયપણે. તે પણ કદાચ પ્રારંભ કાળે સંભવે, માટે કહે છે – મનોનુકૂળપણે. ઈત્યાદિ - ૪ - વળી સર્વજનને પ્રિયપમે, - ૪ - પરિણમે. તેથી કહે છે - ૪ - ૪ - સૌભાગ્ય માટે રૂપ-યૌવન અને લાવણ્યરૂપ ગુણ સ્વરૂપે પરિણમે છે. તેમાં રૂપ-સૌંદર્યવાળો આકાર, યૌવન-અતિ તરુણાવસ્તા, લાવણ્યકામ વિકારનો હેતુ ઉત્કૃષ્ટ પરિણામ વિશેષ. - x - એમ તે શુક્ર પુદ્ગલો તે અપ્સરાને વારંવાર પરિણમે. એમ કાયપવિચાર કહ્યો. હવે સ્પર્શ પ્રવિચાર કહે છે – તે પચિારકોમાં જે સ્પર્શ પચિારક દેવો છે, તેમનું ઈચ્છામન-સ્પર્શ પરિયારની ઈચ્છાવાળું થાય છે. બધું કાયપરિચારક મુજબ કહેવું. “અમે તે અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવન ઈચ્છીએ છીએ. એવું તે દેવો વિચારે ત્યારે જલ્દી તે અપ્સરા યાવત્ રૂપો વિર્દી દેવ પાસે આવે. પછી તે દેવો અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવે છે. જેમકે મુખ ચુંબન, સ્તન મર્દન, હાથ વડે આલિંગન, જઘન-ઉરુ આદિને સ્પર્શ કરવા રૂપ સ્પર્શ પ્રવિચાર કહ્યો. - ૪ - X - એટલે મૈથુનેચ્છા જલ્દી શાંત થાય છે. - ૪ - તે દેવોને શુક્ર પુદ્ગલો છે ? હા, છે. કેવા રૂપે પરિણમે ? ઈત્યાદિ બધું કાય પ્રવિચારવત્ કહેવું. પરંતુ સ્પર્શ પ્રવિચારમાં શુક્ર પુદ્ગલોનો સંક્રમ દિવ્ય પ્રભાવથી થાય છે, એમ સમજવું. - હવે રૂપ પ્રવિયાને વિચારતા કહે છે સૂત્ર સુગમ છે. જે દેવલોકમાં જે વિમાનમાં જે સ્થળે દેવો છે, તે જ સ્થાને અપ્સરા આવે છે. આવીને થોડે દૂર રહી. પૂર્વે વિક્ર્વેલા ઉદાર યાવત્ વૈક્રિય રૂપને બતાવતી ઉભી રહે છે, પછી તે દેવો તે અપ્સરા સાથે પરસ્પર વિલાસપૂર્વક દૃષ્ટિક્ષેપ, અંગ પ્રત્યંગોને જોવો, પોત-પોતાના રાગને પ્રદર્શિત કરવા યોગ્ય ચેષ્ટા પ્રગટ કરવા વગેરેરૂપ રૂપ પ્રવિચાર કરે છે. - x - x - એમ રૂપ પ્રવિચારની વિચારણા કરી. હવે શબ્દ પ્રવિચારણા – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ૪ - સર્વ પ્રકારે મનને આનંદ ઉત્પન્ન કરવા વડે, અનન્ય સર્દેશ, અત્યંત કામોદ્દીપન કરનારા, સભ્ય અસભ્ય શબ્દો બોલતી ઉભી રહે છે. તેમાં જે મનપ્રવિચારી દેવો છે, ઈત્યાદિ - ૪ - મનમાં પ્રવિચારનો વિચાર કરે E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (79) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે. જલ્દી તે અપ્સરા સૌધર્મ-ઈશાનકલ્પે પોતાના વિમાનમાં જ રહીને પરમ સંતોષ ઉપજાવવા વડે અસાદારણ અનેકવિધ કામ સહિત સભ્ય-અસભ્યરૂપ મનનો પ્રચાર કરતી ઉભી રહે છે. કેમકે દેવીઓ સહસ્રાસ્કલ્પ સુધી જ જાય છે. હરિભદ્રસૂરિજી કહે છે - ૪ - તે અપરિગૃહીતા દેવી જ જાય છે તથા સૌધર્મકો પલ્યોપમાયુષ્ક દેવી સૌધર્મને જ ઉપભોગ્ય છે. પલ્યોપમ કરતાં એક સમય અધિક યાવત્ દશ પલ્યોપમ સ્થિતિક દેવી સનકુમાર સાથે ગમન કરે છે. સમયાધિક દશ પલ્યોપમથી વીશ પલ્યોપમસ્થિતિક બ્રહ્મલોકના દેવોને ગમનયોગ્ય છે. સમયાધિક વીશ પલ્યોપમથી ત્રીશ પલ્યોપમ સ્થિતિક દેવી મહાશુક્ર દેવને ગમન યોગ્ય છે. સમયાધિક ત્રીશથી ચાલીશ પલ્યોપમ સ્થિતિક દેવી આનત દેવોને અવલંબન ભૂત છે. તેથી આગળ ૫૦ પલ્યોપમ સ્થિતિક આરણદેવને ધ્યાત્મ છે એ પ્રમાણે ક્રમથી ઈશાનની દેવી કહેવી. પણ તેમાં અનુક્રમે ઈશાન દેવ, માહેન્દ્રદેવ, લાંતક દેવ, સહસાર દેવાદિને ઉપભોગ્ય કહેવી. તેમાં આયુ સ્થિતિ પલ્યોપમ, પંદર-પચીશ-પાત્રીશ આદિ પલ્યોપમ સ્થિતિક દેવીઓ કહેવી. - ૪ - ૪ - શેષ વૃત્તિ સરળ છે. જોઈ લેવી. હવે પરસ્પર અલાબહુત્વ કહે છે – સૌથી થોડાં દેવો અપરિચારક છે. કેમકે તે પ્રૈવેયક અને અનુત્તર દેવો છે. - x - તેનાથી મન પ્રવિચારી સંખ્યાતગણાં છે. કેમકે તે આનતાદિચાર કલ્પના દેવો છે. તે પૂર્વ દેવો કરતાં સંખ્યાતગણાં છે. - x - તેનાથી શબ્દ પ્રવિચારી અસંખ્યાતગણાં છે. કેમકે તેઓ મહાશુક્ર અને સહસાર કલ્પવાસી છે. - ૪ - તેનાથી રૂપ પ્રવિચારી અસંખ્યાતગણાં છે. કેમકે તેઓ બ્રહ્મલોક અને લાંતવાસી છે. - x - તેનાથી સ્પર્શ પ્રવિચારી અસંખ્યાતગણાં છે કેમકે ૧૫૪ સનત્કુમાર અને માહેન્દ્ર કલામાં રહેનારા છે. - ૪ - તેનાથી કાયપવિચારી અસંખ્યાતગણાં છે, કેમકે ભવનપતિથી ઈશાન પર્યન્તના બધાં દેવો કાયપવિચારી છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104