Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ ૩૬/-I-૫૯૯ ૧૬૭ (84) બાકી રહેલી અસંખ્યાતમા ભાગની સ્થિતિ, અનંતમા ભાગના રસના સાનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગો કરે છે. પછી બીજા કપાટ સમયે સ્થિતિના અસંખ્યાત ભાગોનો નાશ કરે છે, એક ભાગ બાકી રહે છે. અનુભાગના અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. અહીં અપશસ્ત પ્રકૃતિના અનુભાગ મધ્ય પ્રવેશ કરવા વડે પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનો ઘાત સમજવો. પછી ત્રીજા સમયે બાકી રહેલ અસંખ્યાતમો ભાગ સ્થિતિ અને અનંત ભાગના અનુભાગના ફરીથી બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનંતમા ભાગો કરીને, ચોથા સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. અનુભાગના પણ અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનો ઘાત પૂર્વવત્ જાણવો. એ પ્રમાણે સ્થિતિઘાતાદિ કરતાં અને જેણે સ્વપદેશો વડે સર્વલોકને વ્યાપ્ત કર્યો છે, એવા કેવળીને વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ આયુષ કરતાં સંખ્યાતગણી રહેલી છે, અનુભાગ હજી પણ અનંતગુણ છે. હવે ચોથા સમયે બાકી રહેલી અસંખ્યાતમા ભાગની સ્થિતિના અને અનંતમાં ભાગના સના ફરી પણ બુદ્ધિ વડે અનુક્રમે સંખ્યાતા અને અનંતા ભાગો કરે છે. પછી આંતરાના સંહાર કરવાના સમયે સ્થિતિના સંખ્યાત ભાગોનો નાશ કરે છે. એક સંચાતમો ભાગ બાકી રહે છે. અનુભાગના અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે એ પ્રમાણે દંડાદિના પાંચ સમયમાં પ્રત્યેક સમયે પ્રત્યેક ખંડ નાશ પામેલો હોય છે, કેમકે સમયે સમયે સ્થિતિખંડ અને અનુભાગ ખંડનો નાશ કરે છે. પછી છઠા સમયથી પ્રયત્ન મંદ થવાથી સ્થિતિ ખંડ અને અનુભાગ ખંડનો અંતમુહુર્ત કાળમાં વિનાશ કરે છે. છઠા સમયથી પછીના સમયોમાં પ્રતિસમય ખંડના એકૈક ખંડનો ત્યાં સુધી નાશ કરે છે સાવ અંતર્મુહૂર્તના છેલ્લા સમયે સંપૂર્ણ ખંડનો નાશ થાય છે. એ પ્રમાણે અંતમુહૂર્ત સ્થિતિ ખંડો અને અનુભાગ ખંડોનો જ્યાં સુધી સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે, ત્યાં સુધી વાત કરે છે. આ બધાં સ્થિતિ ખંડો અને અનુભાગ ખંડો અસંખ્યાતા જાણવા. આ સંબંધે આટલું કહેવું પૂરતું છે. સંગ્રહણી ગાથાના અર્થને સ્પષ્ટ કરતાં પ્રથમથી સમુઘાતથી સંખ્યાનો પ્રસ્તા પૂછે છે - મહંત - વર્ધમાન સ્વામીનું આમંત્રણ છે. પરમકલ્યાણના યોગથી મત છે. અથવા પર્વત - સંબોધન છે. કેમકે તે સર્વ સંસારસાગરને અંતે રહેલા છે. અથવા જયંત કહેવા. કેમકે આલોક-પરલોકાદિ સાત પ્રકારના ભયનો નાશ કરેલો છે. સમુદ્યાત કેટલા છે? તે વિશે પ્રશ્ન પૂછે છે – • સૂઝ-૬00 + ભગવાન ! સમાતો કેટલા છે? સાત વેદનાસમુઘાત પાવત કેવલી (PROOF-1 nayan-40\Book-40B ૧૬૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 સમુઘાત. વેદના સમુ, કેટલાં સમયનો છે ? અસંખ્યાતા સમય પ્રમાણ અંતમુહૂર્વનો છે. એમ આહારક સમુ સુધી કહેવું. કેવલી સમુઘાત કેટલા સમયનો છે? આઠ સમયનો. નૈરસિકોને કેટલા સમુદ્યાત છે ? ચાર - વેદના, કષાય મારણાંતિક અને વૈકિયસમુઠ્ઠાત. સુકુમારોને કેટલા સમુદ્યાત છે ? પાંચ - વેદના, કષાય, મારાંતિક, ઐક્રિય, વૈજસ સમુઘાત. એમ સ્વનિતકુમારો સુધી કહેવું. પૃવીકાયિકોને કેટલા સમુ છે ? ત્રણ-વેદના, કષાય અને મારણાંતિક. એમ ચઉરિન્દ્રિયો સુધી કહેતું. પરંતુ વાયુકાયિકોને ચાર સમુદત હોય છે - વેદના, કપાયમારણાંતિક અને વૈક્રિય સમધાત. પંચેન્દ્રિય તિર્યંચ યાવતુ વૈમાનિકને કેટલા સમઘાતો છે ? પાંચ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ. પણ મનુષ્યોને ઉપરોક્ત સાતે સમુદ્ધાતો હોય છે. • વિવેચન-૬૦૦ : વેદનાનો સમુઠ્ઠાત તે વેદના સમુદ્ધાત. એ પ્રમાણે આહાક સમુઠ્ઠાત સુધી જાણવું. કેવલી સંબંધી સમુઠ્ઠાત તે કેવલીસમુઠ્ઠાત. હવે કયો સમુઠ્ઠાત કેટલો કાળ હોય છે ? તે કહે છે. તેમાં વેદના સમુદ્યાત આદિનો કાળ સુગમ છે. પરંતુ ચાવત્ આહારક સમુદ્યાત ઉક્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સમુઠ્ઠાતો અનુકમે કહેવા. હવે એ જ સમુઠ્ઠાતનો ચોવીશ દંડકના ક્રમે વિચારે છે – નૈરયિકોને આદિના ચાર સમુદ્ધાતો હોય છે. કેમકે તેઓને તેજો લબ્ધિ, આહાક લબ્ધિ, કેવળજ્ઞાનના અભાવે બાકીના ત્રણ સમુઠ્ઠાત ન સંભવે. અસુરકુમારાદિ દશે ભવનપતિઓને તેજોવૈશ્યાની લબ્ધિ હોવાથી આદિના પાંચ સમુદ્ધાતો હોય છે. પૃથ્વી-અપ-dઉ-વનસ્પતિ-બે ત્રણ ચાર ઈન્દ્રિય જીવોને આદિના ત્રણ સમુઠ્ઠાત છે. કેમકે તેમને વૈકિયાદિ લબ્ધિનો અભાવ છે. વાયુકાયિકોને વૈક્રિયલબ્ધિ હોવાથી પહેલાં ચારે સમાતો સંભવે છે. પંચેન્દ્રિય તિર્યંચોને આદિના પાંચ સમુદ્ધાતો હોય છે કેમકે તેઓમાં કેટલાંકને તેજલબ્ધિ પણ હોય છે. મનુષ્યોને સાતે સમુઠ્ઠાતો હોય છે. કેમકે તેમને સર્વે ભાવો હોય છે. વ્યંતર, જયોતિક, વૈમાનિકોને આદિના પાંચે સમુદ્ગાતો સંભવે છે. કેમકે તેમાં વૈક્રિય અને તેજલબ્ધિ હોય છે. • x - હવે ચોવીશ દંડકને આશ્રીને એક જીવને કેટલા વેદનાદિ સમુધ્ધાતો પૂર્વે થયેલા છે, કેટલા ભાવિમાં થશે, તે કહે છે – • સૂગ-૬૦૧ - ભગવાન ! ઓકૈક નાકને કેટલા વેદના સમુઘાતો પૂર્વે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિમાં થવાના છે ? કોઈને થવાના હોય, કોઈને ન હોય. જેને હોય તેને જfiાથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંwાતા, અસંખ્યાતા કે અનંતા થનાર હોય છે. એમ અસુકુમારોને પણ ચાવતું નિરંતર વૈમાનિક E:\Maha:

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104