Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪/--/૫૪૬
પદ-૨૪-કર્મપ્રકૃતિબંધ છે.
- X - X - X - X - o પદ-૨૩ની વ્યાખ્યા કરી, હવે ચોવીશની આરંભે છે, તેનો આ સંબંધ છે. - પદ-૨૩માં કર્મબંધાદિ રૂપ પરિણામો વિચાર્યા, તે જ હવે કહેવાનાર ચાર પદોમાં ક્યાંક વિચારે છે. તેમાં ૨૪મું પદ –
• સૂત્ર-૫૪૬ :
ભગવાન કેટલી કર્મપકૃતિઓ કહી છે? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય ચાવતું અંતરાય. એમ વૈમાનિક સુધી જાણતું.
ભગવાન ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ કે છ કર્મપકૃતિ બાંધે. નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કમપકૃતિ ભવે ? સાત કે આઠ બાંધે. એમ વૈમાનિક સુધી જવું. પણ મનુષ્યને જીવ પ્રમાણે જાણવો.
જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મપકૃતિ બાંધે ? બધાં જીવો સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક જ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ બાંધે.
નૈરયિકો જ્ઞાનવરણીય કર્મ બાંધા કેટલી કમપકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ બાંધે, એમ ત્રણ ભંગો થયા. એમ નિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકો કેટલી કમપ્રકૃતિ બાંધે ? સાત બાંધે અને આઠ બાંધે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું.
વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણ ભંગ છે. બધાં સાત બાંધે. અથવા સાત બાંધે અને એક આઠ બાંધે, અથવા સાત બાંધે અને આઠ બાંધે. ભગવાન ! મનુષ્યો જ્ઞાનાવરણીયનો બાંધ કરતાં કેટલી કમપકૃતિ બાંધે ? બધાં સાત પ્રકૃતિ બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે અને છ બાંધે, અથવા સાત બાંધે, એક આઠ કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, એક આઠ બાંધે અને છ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક જ કર્મ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ કર્મ બાંધે. એ નવ ભંગો થાય.
બાકીના બંતરથી વૈમાનિક સુધીના દેવો નૈરયિકોની માફક સપ્તવિધાદિ બંધક કહેતા. એમ જેમ જ્ઞાનાવરણના બંધક કહ્યા, તેમ દર્શનાવરણનો પણ બંધ કરનાર અનાદિ એકવચન અને બહુવચન વડે કહેવા.
વેદનીય કર્મ બાંધતો જીવ કેટલાં કર્મ બાંધે ? સાતનો બંધક, આઠનો બંધક, છનો બંધક અને એકનો પણ બંધક હોય. એમ મનુષ્ય સંબંધે પણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 કહ્યું. બાકીના નૈરવિકાદિ જીવો સાત કમબંધક, આઠ કમબંધક છે, તે વૈમાનિક સુધી કહેવા.
વેદનીય કર્મ બાંધતા જીવોની પૃચ્છા – બધાં જીવો સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને છ બાંધે તેવા હોય. બાકીના નાકાદિ ચાવતું વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિ બાંધે તે વડે કહેવા. પરંતુ મનુષ્યો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં મનુષ્યો (૧) સાતના બંધક અને એકના બંધક હોય, અથવા (૨) સાત બાંધે, એક બાંધે અને એક આઠ કર્મ બાંધે, (3) અથવા સાત બાંધે, એક બાંધે અને આઠ બાંધે, અથવા (૪) સાત બાંધે, એક બાંધે, એક છ કર્મ બાંધે. અથવા (૫) સાત બાંધે, એક બાંધે, છ કર્મ બંધક હોય. અથવા (૬) સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે, એક છ કર્મ બાંધે, (૭) અથવા સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે અને છ કર્મ બંધક હોય, (૮) અથવા સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, એક છ કર્મ બંધક હોય અથવા (સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, છ બાંધે. એ નવ ભંગો કહેવા.
મોહનીયકર્મ બંધ કરતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? જીવ અને એકૅન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભંગો જામવા. જીવ અને એકેન્દ્રિયો સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધક પણ હોય..
આયુકર્મ બાંધતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? અવશ્ય આઠ પ્રકૃતિ બાંધે, એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચન વડે પણ સમજવું. • • • નામ, ગોત્ર અને અંતરાય કમનો બંધ કરતો જીવ કેટલી કપકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીયનો બંધ કરતાં જેટલી કમપકૃતિ બાંધે તેટલી કહેતી. એમ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. એમ બહુવચન વડે કહેવું.
• વિવેચન-૫૪૬ :- કેટલી પ્રવૃતિઓ કહી ? ઈત્યાદિ સૂત્રપાઠ ફરીથી કથન તે વિશેષતા જણાવવા માટે છે. હવે કયું કર્મ બાંધતો કઈ કર્મપકૃતિ બાંધે એમ બંધના સંબંધનો વિચાર કરવા પહેલાં જ્ઞાનાવરણીય કર્મ સાથેનો સંબંધ વિચારે છે - તે સૂગ સુગમ છે, પણ આયષ બંધના અભાવકાળે સાત કર્મનો બંધ કરે છે. આયુ બાંધતા ઠ કર્મ બાંધે છે. મોહનીય અને આયુનો બંધ ન કરે ત્યારે છ કર્મનો બંધ કરે છે અને તે સૂક્ષ્મ સંપરાય છે. એક કર્મનો બંધક ન હોય કેમકે ઉપશાંત કષાયાદિ એક કર્મના બંધક હોય. કહ્યું છે - ઉપશાંત મોહ, ક્ષીણમોહ, કેવળજ્ઞાની એક કર્મનો બંધ કરે છે, તે બે સમય સ્થિતિક હોય. પણ સંપરાય કર્મના બંધક ન હોય, વળી ઉપશાંતકષાયાદિ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કેકમે તેનો બંધ સૂમ સંપરાયના છેલ્લા સમયે વિચ્છેદ થાય છે.