Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩ જે કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે તે એકગુણ યાવત્ અનંતગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે, એમ આઠ સ્પર્શી કહેવા. યાવત્ અનંતગુણ સૂક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. ભગવન્ ! જે અનંતગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, તે સ્પષ્ટ કે અસ્પૃષ્ટ પુદ્ગલોનો આહાર કરે છે ? ગૌતમ ! સૃષ્ટનો આહાર કરે છે, અસ્પૃષ્ટ પુદ્ગલોનો નહીં - ઈત્યાદિ જેમ ભાષા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ છ દિશાથી આહાર કરે છે. ૧૦૫ બહુલતાથી વણથી કાળાં અને લીલાં, ગંધથી દુર્ગથી, રસથી કડવા અને તીખાં, સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત, રૂક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણ-ગંધ-રસ-સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણ-ગંધ-રસ-સ્પર્શગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોનો સત્મિા વડે આહાર કરે છે. ભગવન્ ! નૈરયિકો સર્વતઃ આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સર્વાત્મા વડે ઉચ્છવાસ લે છે - નિઃશ્વાસ મૂકે છે, વારંવાર આહાર કરે છે - પરિણમાટે છે - ઉશ્ર્વાસ લે છે - નિઃશ્વાસ મૂકે છે? ગૌતમ ! હા, બધું તે પ્રમાણે જ કહેવું. ભગવન્ ! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગે ભાવિકાળે આહાર કરે છે, કેટલા ભાગે આરવાદ કરે છે ? ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે, અનંતમાં ભાગનો આસ્વાદ લે છે. નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધાં પુદ્ગલોનો આહાર કરે છે કે કરતો નથી ? બધાં અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? તેમને શ્રોત્ર યાવત્ પશનન્દ્રિયપણે, અનિષ્ટ અકાંત - અપિયઅશુભ-અમનોજ્ઞ-મનોહર-અનિચ્છનીય-અનભિલાષિતપણે, અધોપણે પણ ઉર્ધ્વપણે નહીં, દુઃખરૂપે પણ સુખરૂપે નહીં, એ રીતે પરિણમે છે. [૫૫૩] ભગવન્ ! અસુરકુમારો આહારેચ્છાવાળા હોય? હા, હોય, નૈરયિકોવત્ અસુકુમારોને કહેવું યાવત્ તેમને વારંવાર પરિણમે છે. તેમાં આભોગ નિર્તિત આહાર જઘન્યથી એક દિવસે, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષે આહારેચ્છા થાય છે. સામાન્ય કારણથી વર્ણથી પીળા અને સફેદ, ગંધી સુગંધી, રસથી ખાટા અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગધ, ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી યાવત્ સ્પર્શનેન્દ્રિયપણે યાવત્ મનોહરપણે, ઈચ્છનીયપણે, અભિલતિપણે, ઉર્ધ્વપણે, લઘુપણે, સુખરૂપે વારંવાર પરિણમે છે, બાકી બધું નૈતિકવત્ સમજવું. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પણ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસ પૃથÒ આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિવેચન-૫૫૦ થી ૫:૫૩ : - ૪ - (૧) નૈરયિકો સચિત્તાહારી છે કે અચિત્તાહારી? (૨) આહારની ઈચ્છાવાળા, (૩) કેટલા કાળે આહારેચ્છા ઉપજે છે ? (૪) શેનો આહાર કરે છે ? (૫) સર્વતઃ નૈરયિકો સર્વાત્મ પ્રદેશ વડે આહાર કરે - ઈત્યાદિ. (૬) ગ્રહણ કરેલા પુદ્ગલોમાં કેટલાનો આહાર કરે ? (૭) જે પુદ્ગલો ગ્રહણ કર્યા, તે બધાંનો આહાર કરે કે ન કરે ? (૮) પરિણામરૂપ - જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે, તેને કેવા સ્વરૂપે પરિણમાવે. (૯) એકેન્દ્રિયાદિ શરીરરૂપ - નૈરયિકો એકેને આહારે કે પંચે (૧૦) લોમાહાર વક્તવ્યતા, (૧૧) મનોભક્ષીની વક્તવ્યતા. એ રીતે નામમાત્રથી કહેલાં પદોના અધિકારની વ્યાખ્યા કરવી. ૧૦૬ જે પ્રતિજ્ઞા કરી છે, તેનો નિર્વાહ કરવાની ઈચ્છાથી ઉદ્દેશ ક્રમને અનુસરીને નિર્દેશ થાય છે. - x - સચિત્તની વ્યાખ્યા-નૈરયિકો સચિત્ત-અર્ચિત્ત કે મિશ્ર આહાર કરે ? તેઓ અચિત્તાહાર કરે છે, કેમકે અહીં વૈક્રિય શરીરધારી વૈક્રિય શરીરના પોષણયોગ્ય પુદ્ગલોનો જ આહાર કરે છે અને તે અચિત જ હોય છે. પણ જીવે ગ્રહણ કરેલાં હોતાં નથી, માટે અચિત આહારી છે, એમ અસુકુમારથી સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા. ઔદારિક શરીરી, ઔદારિક શરીરને પોષણ યોગ્ય પુદ્ગલો આહારે છે, તે પુદ્ગલો પૃથ્વીકાયાદિના પરિણામ રૂપે પરિમમત થયેલ હોય છે, માટે સચિત્ત-અચિતમિશ્ર આહારી ઘટી શકે છે. તેથી પૃથ્વીથી વનસ્પતિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય એ બધાં સચિત્ત-અચિત્ત-મિશ્ર આહારી કહેવા. એ પહેલો અધિકાર કહ્યો. હવે બીજાથી આઠમા સુધીના સાત અધિકારો ચોવીશ દંડકના ક્રમે સાથે કહેવાની ઈચ્છાથી સૂત્રકાર પહેલાં નૈરયિકો સંબંધે કહે છે – નૈરયિકો આહારના અભિલાષી છે? હા, છે - x - કેટલા કાળે આહારની ઈચ્છા થાય ? નૈરયિકોનો આહાર બે ભેદે છે - આભોગ નિર્તિત - આલોચના, વિચાર. ઈચ્છા વડે ગ્રહણ કરેલો. તેનાથી ઉલટું અનાભોગ નિર્વર્તિત - ‘હું આહાર કરું' એવી વિશિષ્ટ ઈચ્છા સિવાય વર્ષાકાળે પુષ્કળ મૂત્રાદિ વડે અભિવ્યક્ત શીત પુદ્ગલોના આહારની માફક ગ્રહણ કરાયેલ હોય તે અનાભોગ નિર્વર્તિત. તેમાં જે અનાભોગ નિર્વર્તિત આહાર છે તે નૈરયિકોને પ્રતિસમય હોય. ભવપર્યન્ત નિરંતર ગ્રહણ કરે છે, એમ પ્રતિપાદન કરવા નિરંતર આહાર ગ્રહણ કરે છે એમ કહ્યું. - ૪ - વચ્ચે જરાપણ અંતર નથી તે બતાવવા અવિરહિત કહ્યું છે. પ્રતિસમય નિરંતર અનાભોગ નિર્વર્તિત આહારનું ગ્રહણ થાય તે ઓજાહારાદિ રૂપે સમજવું. જે આભોગ નિર્વર્તિત આહારની અભિલાષા છે તે અસંખ્યાતા સમયે થાય છે. જે અસંખ્યાતા સમયે થાય, તે જઘન્ય પદે પણ અંતર્મુહૂર્ત રૂપ છે, પણ તેથી ઓછું નથી. પછી પણ રહેતી નથી. કેમકે નૈરયિકોને “હું આહાર કરુ'' એવો જે અભિલાષ છે, તે ગ્રહણ કરેલા આહાર દ્રવ્યના પરિણામ વડે જે અતિ તીવ્ર દુઃખ થાય છે, અને

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104