Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ પિંડનિજતિ- (240) તે વખતે બીજા કેટલાંક મુસાફરો આવ્યા. ચોરોએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાંકે "ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે. એમ સમજી તે માંસ ખાધુ નહીં, કેટલાંક પીરસતાં હતા, કેટલાંક ખાતા હતા. એટલામાં સીપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધા. જે રસ્તામાં ભેગા થયા હતાં તે કહેવા લાગ્યા કે " અમે ગાયો ચોરી નથી, અમે તો રસ્તામાં ભેગા થયા હતાં મુસાફરોએ કહ્યું કે અમે તો આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામો લેવા છીએ સીપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાંખ્યા. ચોરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગાં થયેલા પણ ચોરોની સાથે મૃત્યુ પામ્યા. આ દ્રાંતમાં ચોરોને રસ્તામાં અને ભોજન વખતે જ મુસાફરો મળ્યા. તેમાં પણ જે ભોજન કરવામાં ન હતા પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી આહાર આપે છે, તે સાધુઓ નકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તો પછી જેઓ આધાકર્મી આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું? પ્રતિશ્રવણા-આધાકર્મી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી લાભ કહે, આધાકર્મી આહાર લઈને કોઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહાર આલોચના કરે. ત્યાં ગુરુ “સારું થયું તમને આ મળ્યું” એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તો પ્રતિશ્રવણા કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દ્રષ્ટાંત. ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ રાજા રાજ્ય કરે. તેમને શીલા મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયો તેનું નામ વિજિતસમર રાખ્યું. ઉંમર લાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઈચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખ્યું અને હું રાજા બનું.” આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પોતાના સુભટોને બોલાવીને અભિપ્રાય જણાવ્યો. તેમાંથી કેટલાકે કહ્યું કે 'કુમાર! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.' કેટલાંક કહ્યું કે આ પ્રમાણે કરો.” કેટલાંક મંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાંક સુભટોને કુમારની વાત રૂચી નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી. આ વાત સાંભળતાં રાજ કોપાયમાન થયો અને રાજુકમાર અને સુભટોને કેદ કર્યા. પછી જેઓએ "સહાય કરીશું એમ કહેલું. એમ કરો એમ કહ્યું હતું અને જેઓ મુંગા રહ્યા હતા તે બધા સુભટોને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટોનો પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઈનામ આપ્યું. કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મી આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકર્મી આહાર વાપર્યો. બીજા એમ કહ્યું કે હું નહિ વાપરૂ.’ તમે વાપરો.' ત્રીજો સાધુ કંઈ બોલ્યો નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે સાધુઓને આધાકર્મી આહાર વાપરવો કો નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.' આમાં પહેલા ત્રણને ‘પ્રતિશ્રવણા’ દોષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને પ્રતિશ્રવણા’ દોષ લાગતો નથી. સંવાસ- આધાકમ આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80