Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ 126 પિંડનિત-(પાપ) આચાર્યશ્રીનો આવો પ્રભાવ જોઈ, દેવશમાં તાપસે પોતાના 499 તાપસો સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઈ. અજ્ઞાન લોકો શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલો આ ઉપયોગ બરાબર હતો, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કલ્પ નહિ. એમાં પણ સંયમ વિરાધના આત્મ વિરાધના, પ્રવચન વિરાધના રહેલી છે. સાધુએ ભિક્ષાદિ નિમિત્તે ચૂર્ણ, યોગ, મૂળકર્મ-આદિ પિંડો ગ્રહણ કરવા નહીં. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. પ્રયોગ કર્યાની ખબર પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ભિન્નયોનિ કરવાથી જીંદગી સુધી તેને ભોગનો અંતરાય થાય. અક્ષતયોનિ કરવાથી મૈથુન સેવે. ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલીનતા થાય. જીવહિંસા થાય. આ રીતે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને પ્રવચન વિરાધના વગેરે દોષો થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કહ્યું નહિ. મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુગતિમાં જાય છે. પિપપ-પ૬૧] શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણા કહી છે - ગવેષણ, ગ્રહણ એષણા, ગ્રાસ એષણા, ગવેષણા-દોષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણા-દોષ વગરનો આહાર ગ્રહણ કરવો તે. ગ્રાસ એષણા-ઘેષોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરવો તે. ઉદ્દગમના સોળ અને ઉત્પાદનના સોળ દોષો, આ બત્રીશ દોષ કહ્યા તે ગવેષણા કહેવાય છે. ગવષણાનું નિરૂપણ પુરું થયું. ગ્રહણ એષણાના દશ દોષોમાં આઠ દોષો સાધુ અને ગૃહસ્થ બન્નેથી ઉત્પન્ન થાય છે. બે દોષો (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે. ગ્રહણ એષણાના ચાર નિક્ષેપા-પ્રકારો થાય છે. નામ ગ્રહણ એષણા, સ્થાપના ગ્રહણ એષણા, દ્રવ્ય ગ્રહણ એષણા, ભાવગ્રહણ એષણા નામગ્રહણ એષણા- ગ્રહણ એષણા નામ હોય છે. સ્થાપનાગ્રહણ એષણા-ગ્રહણ એષણાની સ્થાપના આકૃતિ કરી હોય તે. દ્રવ્યગ્રહણ એષણા-ત્રણ પ્રકારે સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. ભાવગ્રહણ એષણા-બે પ્રકારે-આગમ ભાવગ્રહણએષણા અને નોઆગમ ભાવગ્રહણ એષણા. આગમભાવગ્રહણ એષણા-ગ્રહણ એષણાનો જાણકાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવગ્રહણ એષણા-બે પ્રકારે-પ્રશસ્તભાવ ગ્રહણ એષણા અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણા. પ્રશસ્તભાવગ્રહણ એષણા-સમ્યગ્દર્શનજ્ઞાન, ચારિત્ર આદિ. અપ્રશસ્તભાવગ્રહણ એષણા- શંકિત આદિ દોષવાળાં આહારપાણી ગ્રહણ કરવાં. ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડની અધિકાર છે. અપ્રશસ્તપિંડના દશ પ્રકાર બતાવે છે. [52] શકિતદોષ-આધાકમદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. પ્રતિદોષ-સચિત્ત પૃથ્વીકાયાદિ ખરડાએલો આહાર ગ્રહણ કરવો તે. નિશિખદોષસચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરવો તે. પિહિતદોષ-સચિત્ત આદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. સંહતદોષ-જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી હોય. તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરવો તે. દાયકદોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80