________________ ગાથા -562 127 શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર પ્રહણ કરવો તે. ઉત્મિશ્રદોષ-સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. અપરિપતદોષ-અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરવો તે. લિપ્તદોષ-સચિત્ત આદિથી ખરડાએલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરવો તે. છર્દિતદોષ- જમીન ઉપર વેરતાં-ઢોળતાં આહાર આપે તે ગ્રહણ કરવો તે. [53-55] શંકિતદોષમાં ચાર ભાંગા થાય છે. આહાર લેતી વખતે દોષની કા તથા વાપરતી વખતે પણ શંકા. આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ. આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકા. આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ. ચાર ભાંગામાં બીજા અને ચોથો ભાંગો શુદ્ધ છે. શકિત દોષમાં સોળ ઉગમના દોષો અને પ્રક્ષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષો એમ પચીસ દોષોમાંથી જે શ્રેષની શંકા પડે તે દોષ લાગે છે. જે જે દોષની. શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તો તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે. માટે લેતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર ગ્રહણ કરવો અને વાપરતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર વાપરવો. એ શુદ્ધ ભાંગો છે. છદ્મસ્થ સાધુ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ રાખવા છતાં અશુદ્ધ-દોષવાળો આહાર લેવાઈ જાય તો તેમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. - પિ૬૬-૫૭૨] સામાન્ય રીતે પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિનો કથ્ય અકથ્યનો વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધદોષવાળો આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તો કેવળજ્ઞાની. પણ તે આહાર દોષવાળો જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થઈ જાય. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય. છદ્મસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયોગ્ય સાવધ, નિરવધ, પાપકારી પાપ વિનાની, વિધિનિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય તો ચારિત્રનો અભાવ થાય. ચારિત્રના અભાવ થાય તો મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ હોય તો પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થક-નકામી થાય. કેમકે દીક્ષાનું મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. [પ૭૩-૫૮૧] પ્રક્ષિત- (લાગેલું-ચોટેલું) બે પ્રકારે. સચિત્ત અને અચિત્ત. સચિત્ત પ્રક્ષિત ત્રણ પ્રકારે- પૃથ્વીકાય પ્રક્ષિત, અકાય પ્રક્ષિત, વનસ્પતિકાય પ્રક્ષિત. અચિત્ત પ્રક્ષિત બે પ્રકારે - લોકોમાં નિંદનીય, માંસ, ચરબી, રૂધિર આદિથી પ્રક્ષિત. લોકોમાં અનિંદનીય ઘી આદિથી પ્રક્ષિત. સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત- બે પ્રકારે. શુષ્ક, આર્ટ. સચિત્ત અષ્કાય પ્રક્ષિત-ચાર પ્રકારે. પુરકમ સ્નિગ્ધ, પુરકર્મ આર્ટ, પશ્ચાત્કર્મ નિગ્ધ, પશ્ચાત્કર્મ આદ્ર. પુરકર્મ-સાધુને વહોરાવવા માટે હાથ આદિ પાણીથી ધુવે છે. પક્ષાત્કર્મ-સાધુને વહોરાવ્યા પછી હાથ આદિ પાણીથી ધુવે તે. સ્નિગ્ધ-કંઈક સામાન્ય પાણી લાગેલું હોય છે. આર્તિ-વિશેષ પાણી લાગેલું હોય તે. સચિત્ત વનસ્પતિકાય પ્રક્ષિત-બે પ્રકારે. પ્રત્યેક વનસ્પતિકાય પ્રચુર રસવાળા-કેરી વગેરેના સુરતમાં કરેલા કકડા વગેરેથી લાગેલ. એવી જ રીતે અનંતકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org