Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ 142 પિડનિજુત્તિ-(દ૯૬) કાળ પાણી ભોજન વાયુ અતિ ઠંડીમાં એક ભાગ ચાર ભાગ. એક ભાગ મધ્યમ ઠંડીમાં | બે ભાગ ત્રણ ભાગ, એક ભાગ મધ્યમ ગરમીમાં | બે ભાગ ત્રણ ભાગ એક ભાગ. વધુ ગરમીમાં | ત્રણ ભાગ બે ભાગ એક ભાગ કાયમ ઉદરનો એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવો જોઈએ. એક ભાગ ખાલી ન રહે તો શરીરમાં પીડા કરે. જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણીત, અતિબહુક અને અતિ બહુશઃ ભક્તપાનનો આહાર કરે તે પ્રમાણદોષ જાણવો. પ્રકમ-ઘી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કોળીઆ પ્રમાણથી વધુ વાપરે છે. નામ-ધી આદિ નહિ નીતરતાં આહારના બત્રીસથી વધારે કોળીઆ પ્રમાણે એકથી વધારે વાપરવા તે. પ્રણીત-કોળીઓ ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતો હોય તેવો આહાર વાપરવો તે. અતિબક-અકરાંતીયા થઈને વાપરવું તે. અતિબહુશ- અતિલોલુપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરવો તે. સાધુએ ભુખ કરતાં પણ ઓછો આહાર વાપરવો જોઈએ. વધુ આહાર વાપરે તો આત્મ વિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના આદિ દોષો થાય. [97-702] અંગાર દોષ અને ધૂમદોષ જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધૂમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જો વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તો તેથી બ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધૂમાડાવાળાં બનાવે છે. રાગથી આહારને વખાણ કરતો વાપરે તો અંગારદોષ લાગે છે. દ્વેષથી આહારની નિંદા કરતો વાપરે તો ધૂપ્રદોષ લાગે છે. માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જેવો હોય તેવો સમભાવથી રાગ-દ્વેષ કયાં સિવાય વાપરી લેવો જોઈએ, તે પણ કારણ હોય તો વાપરવો તે સિવાય ન વાપરવો. 703-710] આહાર કરવાના છ કારણો છે. આ છે કારણો સિવાય આહાર વાપરે તો કારણોતિરિક્ત નામનો દોષ લાગે. સુધાવેદનીય દૂર કરવા, વૈયાવચ્ચ સેવા ભક્તિ કરવા, સંયમનું પાલન કરવા, શુભધ્યાન કરવા, પ્રાણોને ટકાવી રાખવા, ઈયસિમિતિનું પાલન કરવા. આ છ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. શુ ઘાનું નિવારણ કરવા-ભૂખ જેવી કોઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે, આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુઃખો સાનિધ્ય કરે છે, અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુઃખો આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે. વૈયાવચ્ચ કરવા-ભૂખ્યો સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 75 76 77 78 79 80