Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ 130 પિંડનિજજુત્તિ- (04) છેલ્લા ભાંગામાં ભજના એટલે કોઇમાં કહ્યું કોઈમાં ન કો. પહેલી ચતુર્ભાગી સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. મિશ્ર વડે સચિત્ત ઢાંકેલું. સચિત્ત વડે મિશ્ર ઢાંકેલું. મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું. બીજી ચતુર્ભાગી સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. અચિત્ત વડે સચિત્ત ઢાંકેલું સચિત્ત વડે અચિત્ત ઢાંકેલું અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું. ત્રીજી ચતુર્ભાગી મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું, મિશ્ર વડે અચિત્ત ઢાંકેલું, અચિત્ત વડે મિશ્ર ઢાંકેલું, અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વી કાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના 36 ભાંગા. કુલ 144 ભાંગા. ત્રણ ચતુર્ભાગીના થઇને 432 ભાંગા ઢાંકેલાના થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ બન્ને પ્રકારે પડે. સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આદિ ઢાંકેલા તે અનંતર ઢાંકેલા. સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હોય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા અદિ ઢાંકેલા હોય તે સચિત્ત અપ્લાય અનંતર ઢાંકેલા અને લાડવા કોઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું. ઢાંકેલામાં 1 ભારે-વજનદાર ને ર હલકુ. એમ બે પ્રકાર હોય. અચિત્ત, પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે હલકા વડે ઢાંકેલું અચિત્ત પૃથ્વીકાયાદિ હલકા ભારે વડે ઢાંકેલું અચિત્ત પૃથ્વીકાયાદિ હલકા હલકા વડે ઢાંકેલું. આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાંગાનું કહ્યું નહિ, બીજા અને ચોથા ભાગનું કહ્યું. સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કહ્યું નહિ. ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિનો અને જીવ વિરાધનાદિનો સંભવ રહેલો છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે તો તે સાધુને લેવું કહ્યું નહિ. [૬૦પ-૧૩] સાધુને આપવા માટે અયોગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલ હોય તે ભાજનમાંથી તે અયોગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર બીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંતદોષવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુર્ભગી અને ભાંગાઓ બને છે. - સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુ બીજામાં બદલીને આપવામાં આવે, તે સંત દોષવાળું કહેવાય. અહીં નાખવાને સહરણ કહેવામાં આવે છે. આમાં સચિન, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદોની ત્રણ ચતુર્ભગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ, ચોથામાં કોઈમાં કહ્યું અને કોઈમાં ન કલ્પે. નિક્ષિપ્તની જેમ આમાં પણ ૪૩ર ભેદ થાય, તે અનંતર અને પરંપર ભેદ જાણવા. વસ્તુ બદલવામાં જેમાં નાખવાની છે, તે અને જે વસ્તુ નાખવાની હોય તે એમ બન્નેના ચાર ભાંગા આ રીતે થાય છે. સુકી વસ્તુ સુકી વસ્તુમાં નાખવી. સુકી વસ્તુ આÁ વસ્તુમાં, આદ્ર વસ્તુ સુકી વસ્તુમાં, આÁ વસ્તુ અદ્ર વસ્તુમાં નાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80