Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ માથા-૩૫દ 105 કર્મસંયોગો ધનદત્ત દદ્ધિ થઈ ગયો, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું. શ્રી ક્ષેમકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે “જો હું ભાઈના ઘેર જઈશ તો મારી બહેનને એમ થશે કે “ગરીબ હોવાથી ભાઈમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઈને ઘેર ગયા. આથી તેના મનને દુઃખ થશે.' આમ વિચાર કરી અનુકંપાથી ભાઈને ત્યાં નહિ જતો, બહેનને ત્યાં ગયા. ભિક્ષા વખત થતાં બહેન વિચારવા લાગી કે “એક તો ભાઈ, બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર તો કોદ્રા રાંધેલા છે, તે ભાઈમુનિને કેમ અપાય? શાલી ડાંગરના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કોદ્રા આપીને ભાત લઇ આવું અને મુનિને આપું.” આ પ્રમાણે વિચાર કરીને કોદ્રા બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કોદ્રા આપીને ભાત લઇને આવી. તે ભાત ભાઈ મુનિને વહોરાવ્યા. દેવદત્ત જમવા બેઠો ત્યારે બંધુમતીએ કહ્યું કે “આજ તો કોદ્રા ખાવાના છે, દેવદત્તને ખબર નહિ કે મારી બહેન લક્ષ્મી કોદ્રા આપીને ભાત લઈ ગઈ છે.” આથી દેવદત્ત સમજ્યો કે “આને કૃપણતાથી આજે કોદ્રા રાંધ્યા છે. આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો કે “આજ ભાત કેમ રાંધ્યા નહિ.' બંધુમતીબોલી કે “મને મારો છો શાના? તમારી બહેન કોદ્રા મૂકીને ભાત લઈ ગઈ છે. આ તરફ ધનદત્ત જમવા બેઠો ત્યારે સાધુને વહોરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે “આજે ભાત ક્યાંથી ?" લક્ષ્મીએ કહ્યું કે “આજે મારા ભાઈ મુનિ આવેલા છે. તેમને કોદ્રા કેમ અપાય ? આથી. મારી ભાભીને કોદા આપીને ભાત લઈ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.” આ સાંભળતાં ધનદાને ગુસ્સો આવ્યો કે “આ પાપિણીએ મારી લઘુતા કરી.” અને લક્ષ્મીને મારવા લાગ્યો. લોકના મુખથી બને ઘરનો વૃત્તાંત ક્ષેમંકર મુનિના જાણવામાં આવ્યો. એટલે બધાને બોલાવીને પ્રતિબોધ કરતાં કહ્યું કે “વસ્તુનો અદલો બદલો કરીનો લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. મે તો અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલો બદલો કરીને લેવામાં કલહ આદિ દોષો રહેલા હોઈ શ્રી તીર્થકર ભગવંતોએ તેવો આહાર લેવાનો નિષેધ કરેલો છે.” લોકોત્તર પરાવર્તિત-સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તદવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કોઈને એમ થાય કે “મારું વસ્ત્ર પ્રમાણસર અને સારું હતું, જ્યારે આતો મોટું અને જીર્ણ છે, જાવું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખ છે, ઠંડી રોકે નહિ એવું છે, આવું જાણીને મને આપી ગયો અને મારું સારૂં વસ્ત્ર લઈ ગયો.' આથી. પરસ્પર કલહ થાય. એકને લાંબુ હોય અને બીજા ને ટુંકું હોય તો બારોબાર અદલોબદલો નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પોતપોતાનાં વસ્ત્ર મૂકવાં. એટલે ગુર જાતે જ અદલો બદલો કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાત્રાદિનો અદલા-બદલો કરે તે અન્યદ્રવ્ય લોકોત્તર પરાવર્તિત કહેવાય. ૩િપ૭-૩૭૫ સાધુને વહોરાવવા માટે સામે લાવેલો આહાર આદિ તે અભ્યાહતદોષવાળો કહેવાય. સાધુ રહેલા હોય તે ગામમાંથી કે બીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણા દોષો રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હોય. મુખ્ય બે ભેદ. 1. અનાચીર્ણ અને 2. આચીર્ણ. અનાચીણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80