Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ગાથા-૫૧૨ કેમકે તે સ્ત્રી પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. ક્રોધમાં આવી જઈને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ વિરાધના થાય, લોકોની આગળ જેમ તેમ બોલે તેમાં પ્રવચન વિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ. [પ૧ર-પ૧૮] આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, યોગ, અભિનય આદિથી પોતાના રૂપમાં ફેરફાર કરીને આહાર મેળવવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે. રાજગૃહી નગરીમાં સિંહરથ નામના રાજા રાજ્ય કરતાં હતા. તે નગરમાં વિશ્વકમાં નામનો પ્રખ્યાત નટ રહેતો હતો. તેને સઘળી કળામાં કુશલ અતિસ્વરૂપવાન મનોહર એવી બે કન્યાઓ હતી. ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્યો હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. એક વાર આષાઢાભૂતિ નગરમાં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકમાં નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મોદક આપ્યો તે લઈને મુનિ બહાર નીકળ્યા. અનેક વસાણાથી ભરપુર, સુગંધીવાળો મોદક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે આ ઉત્તમ મોદક તો આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આવો મોદક ફરી ક્યાં મળવાનો છે? માટે રૂપ બદલીને બીજો લાડવો લઈ આવું.' આમ વિચાર કરીને પોતે એક આંખે કાણા બની ગયા. અને પાછા "ધર્મલાભ” આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડવો મળ્યો. વિચાર કર્યો કે “આ મોદક તો ઉપાધ્યાયને આપવો પડશે. એટલે પાછા કુબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડવો મેળવ્યો. “આ તો સંઘાટ્ટક સાધુને આપવો પડશે. એટલે કોઢીઆનું રૂપ બનાવીને ચોથો લાડવો લઈ આવ્યા. પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે “જો આ નટ બને તો ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કોઈ પણ ઉપાયે આને વશ કરવો જોઈએ.' વિચાર કરતાં ઉપાય મળી આવ્યો.” મારી અને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોંશીયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.” વિકમાં નીચે ઉતર્યો અને તુરત સાધુને પાછા બોલાવ્યા અને લાડવાથી પાડું ભરી દિીધું અને કહ્યું કે ભગવદ્ ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજો.” આષાઢાભૂતિ ભિક્ષા લઈને ઉપાશ્રયે પહોંચ્યા. આ બાજુ વિશ્વકર્માએ પોતાના કુટુંબને સાધુના રૂપ પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બોલાવીને કહ્યું કે આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદર પૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તેમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યારે પછી કહેવું કે “અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમો અમારો સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરો.” આષાઢભૂતિ મુનિ તો મોદક વગેરેના આહારમાં લટ્ટ બની ગયા અને રોજ વિશ્વકમ નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાઓ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે. આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાઓ લગ્નની માગણી કરી. ચારિત્રાવરણ કર્મનો જોરદાર ઉદય જાગ્યો. ગુરુનો ઉપદેશ વીસરી ગયા, વિવેક નાશ પામ્યો, કુલજાતિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80