Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ ગાથા -436 દોષ સેવે 9043=27 પ્રકાર થાય. [43] ઉપર જે કહી ગયા તે સોળ ઉદ્ગમનાના દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા. જાણવા. અથતું ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે તે ઉત્પાદનોના (16) દોષો સાધુથી થતા જાણવા. અથતું સાધુ પોતે દોષ ઉભા કરે છે. [437-42] ઉત્પાદનના ચાર નિક્ષેપો છે. 1 નામ ઉત્પાદનો, ર સ્થાપના ઉત્પાદનો, 3 દ્રવ્ય ઉત્પાદનો, 4 ભાવ ઉત્પાદના. નામ ઉત્પાદના-ઉત્પાદના એવું. કોઈનું પણ નામ હોવું તે. સ્થાપના ઉત્પાદના-ઉત્પાદનોની સ્થાપના-આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ઉત્પાદના- ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય ઉત્પાદના. ભાવ ઉત્પાદના-બે પ્રકારે. આગમ ભાવઉત્પાદનો અને નોઆગમ ભાવઉત્પાદના. આગમથી ભાવઉત્પાદના-એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી ભાવઉત્પાદના-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશત. પ્રશાસ્ત ઉત્પાદના-એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના. અપ્રશસ્ત ઉત્પાદના એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સોળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે ધાત્રીદોષ - ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકે-ગૃહસ્થના બાળકને રમાડવા, હવરાવવા વગેરે. દૂતીદોષ- ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા લઈ જવા. નિમિત્તદોષ-વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્તે કહેવું. આજીવિકાદોષસામાની સાથે પોતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરવું. હનીપદોષનભિખારીના જેવું દીન આચરણ. કરવું. ચિકિત્સાદોષ- દવા આપવી કે બતાવવી. કોuદોષ- ક્રોધ કરીને ભિક્ષા લેવી. માનદોષ-માન કરીને ભિક્ષા લેવી. માયાદોષ-માયા કરીને ભિક્ષા લેવી. લોભદોષ- લોભ રાખીને ભિક્ષા લેવી. સંસ્તવદોષ- પૂર્વસંસ્તવ-માતા આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાત સંસ્તવ-સસરા પક્ષના સાસુ આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. વિદ્યાદોષ જેની સ્ત્રીરૂપ-દેવી અધિષ્ઠિતા હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. મંત્રદોષ-જેનો પુરુષરૂપ-દેવ અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. ચૂર્ણદોષ-સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી. યોગદોષ આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી તે. મૂલકર્મદોષ- વશીકરણ, ગર્ભાટન વગેરે મૂલકર્મના પ્રયોગથી ભિક્ષા લેવી તે. ધાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પોતે કરે કે બીજા પાસે કરાવે યાવતુ વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે “ઘાત્રીપિંડ' દૂતપિંડ' આદિ ઉત્પાદનના દોષો કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે. [443-44] બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હોય. બાળકને સ્તનપાન કરાવનારી, બાળકને સ્નાન કરાવનારી, બાળકને વસ્ત્ર આદિ પહેરાવનારી, બાળકને રમાડનારી અને બાળકને ખોળામાં રાખનારીઆરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારો. એક પોતે કરે બીજો બીજા પાસે કરાવડાવે. [45-462] પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હોય, ત્યાં બાળકને રડતો જોઈને બાળકની માતાને કહે કે “આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80