Book Title: Agam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 116 પિંડનિજજુત્તિ-(૪૬૩) વિચારવા લાગ્યો કે “અહો ! આ તો પરિગ્રહમાં અગ્નિ-દીવો પણ પાસે રાખે છે ?" આચાર્ય પ્રત્યે દત્તે આવો ભાવ કર્યો. ત્યાં દેવે તેની નિર્ભત્સના કરીને કહ્યું કે “દુષ્ટ, અધમ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આવો દુષ્ટ વિચાર કરે છે ? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં હું આવું દુષ્ટ ચિંતવે છે?’ એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાનો નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પોતાની આંગળી થુંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે. શ્રી દત્તમુનિને પોતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયો, તુરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લેવો કલ્પ નહિ. 4i3-469] દૂતીપણું બે પ્રકારે થાય છે. જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને બીજા ગામમાં. ગૃહસ્થનો સંદેશો સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય. સંદેશો બે પ્રકારે જાણવો- પ્રગટ રીતે જણાવે અને ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર. લોકિક પ્રગટ દૂતીપણું - બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશો જણાવે. લૌકિક ગુપ્ત દૂતીપણું- બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે. લોકોત્તર પ્રગટ દૂતીપણું- સંઘટ્ટક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું- સંઘાટ્ટક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય?- કોઈ સ્ત્રીએ પોતાની માતાને કહેવા સંદેશો સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જો પ્રગટ રીતે સંદેશો કહીશ તો સંઘાટ્ટક સાધુને એમ થશે કે “આ સાધુ જે દૂતીપણું કરે છે. માટે એવી રીતે કહ્યું કે “આ સાધુને ખબર ન પડે કે “આ દૂતીપણું કરે છે.' આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે તમારી પુત્રી જૈન શાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે મારી માતાને આટલું કહેજે. આમ કહીને જે કહ્યું હોય તે બધું કહી દે.” આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સંઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે “મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે બોલવાથી સંઘાટ્ટક સાધુને દૂતીપણાની ખબર ન પડે. સાંકેતિક ભાષામાં કહે તો તેમાં બીજાને ખબર ન પડે. દૂતીપણું કરવામાં અનેક દોષો રહેલા છે. [470-473] જે કોઈ અહારાદિ માટે ગૃહસ્થોને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુઃખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપને ઉપદેશ છે. તેથી કોઈ વખતે પોતાનો ઘાત થાય, બીજાનો ઘાત થાય કે ઊભયનો ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષી મેળવવી ન જોઈએ. એક મુખી પોતાની પત્ની ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહાર ગામ ગયો હતો. તે દરમ્યાન કોઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારી સારો આહાર બનાવીને સાધુને આપતી હતી. બહાર ગામ ગયાને ઘણા દિવસ થવા છતાં પોતાનો પતિ પાછો નહિ આવવાથી શોક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શોક શા માટે કરે છે? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે. સ્ત્રી હર્ષ પામી. પોતાના સંબંધીઓને તેમને લેવા માટે સામાં મોકલ્યા. આ બાજુ મુખીએ વિચાર કર્યો હતો કે “છાનોમાનો મારા ઘેર જાઉં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80