Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 163 ઉદ્દેસી-૧, સુત્ર-૧૫ અનેરા કોઈપણ પ્રાયશ્ચિતું સ્થાનક સેવીને માયારહિત આલોચના કરે તો તેટલું જ પ્રાયશ્ચિત્ આવે પણ માયાપૂર્વક આલોચના કરે તો અનુક્રમે પાંચમાંસ, તેથી કંઈક અધિક અને છ માસનું પ્રાયશ્ચિતુ આવે પણ માયા સહિત કે રહિત આલોચનાનું છ માસથી અધિક પ્રાયશ્ચિતુ ન આવે. [15-18] જે સાધુ-સાધ્વી એક વાર કે, - - વારંવાર ચાર માસનું, સાધિક ચારમાસનું, પાંચ માસનું સાધિક પાંચમાંસનું એ પ્રાયશ્ચિત સ્થાનકમાંનું અનેરું (બીજું કોઈપણ) પાપ સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત, . કે માયા પૂર્વક આલોવતા સકળ સંઘની સન્મુખ પરિહાર તેમને વિશે સ્થાપે, સ્થાપીને તેની વૈયાવચ્ચ કરાવે. વળી જો સંપૂર્ણ પ્રાયશ્ચિતુ લગાડે તો તેને ત્યાંજ પરિહાર તપમાં મુકવા. તે ઘણાં દોષ લગાડે તેમાં જે પ્રથમ દોષ લાગ્યો હોય તે પ્રથમ આલોવે. પહેલો દોષ પછી આલોવે, પછીનો દોષ પહેલાં આલોવે, પછી નો દોષ પછી આલોવેએ ચાર ભેદ જાણવા. (તેમજ) બધાં અપરાધ આલોવશું ત્યારે સંકલ્પ કરતી વખતે માયા રહિત આલોચના કરવા વિચારે અને આલોચના પણ માયા રહિત કરે, માયાસહિત વિચારી માયા રહિત આલોવે, માયારહિત વિચારી માયાસહિત જ આલેવે માયા સહિત વિચારે અને માયા સહિત જ આલોવે એ ચાર ભેદ જાણવા. એ રીતે આલોચના કરીને પછી સર્વે પોતાના કરેલા કર્મરૂપ પાપને એકઠાં કરીને પ્રાયશ્ચિતું આપે. એ રીતે પ્રાયશ્ચિતુ તપને વિશે સ્થાપેલ સાધુ-ને તપ પૂર્ણ થયે બહાર નીકળતા પહેલા ફરીને કોઈ દોષ સેવે તો તે સાધુને સંપૂર્ણ રીતે તે પરિહાર તપમાં ફરી મુકવા. [19] ઘણાં પ્રાયશ્ચિત્ વાળા- ઘણાં પ્રાયશ્ચિત્ ન આવ્યા હોય તેવા સાધુ એકઠા ભેળા રહેવા કે બેસવા ઈચ્છા કરે, ચિંતવે પણ સ્થવિર સાધુને પૂછયા સિવાય ન કહ્યું. સ્થવિર ને પૂછીને કહ્યું. જે સ્થવિર આજ્ઞા આપે કે તમે એકઠા વિચરો તો એકઠાં રહેવા કે બેસવાનું કહ્યું, જો સ્થવિર એકઠા વિચરવા આજ્ઞા ન આપે તો તેમ કરવું ન કલ્પે , જે સ્થવિરની આજ્ઞા સિવાય તે બંને એકઠાં રહે- બેસે કે તેમ કરવું ચિંતવે તો તે સાધુને તેટલા દિવસનું છેદ કે પરિહારતપ પ્રાયશ્ચિત આવે. [20-22] પરિહાર તપમાં રહેલ સાધુ બહાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય ત્યારે સ્થવિર તે સાધુને પરિહાર-ત૫ યાદ કરાવે. યાદ ન કરાવે, .. કે પહેલાં યાદ હોય પણ જતી વખતે યાદ કરાવવું રહી જાય તે સાધુને એક રાત્રિ નો અભિગ્રહ કરીને રહેવું કહ્યું. વળી જે દિશામાં બીજા સાધર્મિક સાધુ-સાધ્વી વિચરતા હોય તે દિશામાં જાય પણ ત્યાં વિહાર આદિ નિમિત્તે તેને રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે રહેવું કહ્યું તે કારણ પુરુથકે બીજા કહે કે, અહો આય ! એક કે બે રાત્રિ રહો તો તે વૈયાવચ્ચ માટે જનાર પરિહાર તપસી ને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પણ જો એક કે બે રાત્રિ કરતા વધારે રહે તો જેટલું વધુ રહે તેટલા દિવસનું છેદ અથવા પરિહાર તપ પ્રાયશ્ચિત્ આવે. 23-25 જે કોઈ સાધુ, . . ગણાવચ્છેદક, . આચાર્ય કે ઉપાધ્યાય ગણને છોડીને એકલવિહારી પ્રતિમા (અભિગ્રહવિશેષ) અંગીકાર કરીને વિચરે (દરમ્યાન- માં કોઈ દોષ લગાડે) ફરી તેજ ગણ (ગચ્છ) ને અંગીકાર કરી વિચરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32