Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ ઉદ્દેસો-૮, સૂત્ર-૧૯૨ 177 આજ્ઞા માંગે ત્યારે કદાચ પાડિહારિક સાથે શિષ્યને બોલાચાલી થાય તો સ્થવિર તેને રોકે અને કહે કે તમે કોપ ન કરો. તમે એમની વસ્તિ ગ્રહી રહયા છો. કઠોર વચન પણ બોલો છો એમ બંને કરવું યોગ્ય નથી. એ રીતે મીષ્ટ વચનથી બંનેને શાંત કરે. [૧૯૨-૨૦૦]સાધુ ગૃહસ્થને ઘેર આહાર માટે જાય, .. કે બહાર ચંડીલ કે સ્વાધ્યાયભૂમિ માં જાય, .. કે એક ગામથી બીજે ગામ વિચારતા હોય ત્યાં અલ્પ પણ કોઈ ઉપકરણ પડી જાય. તેને કોઈ સાધર્મિક સાધુ જુએ, ગૃહસ્થ થકી તે વસ્તુ ગ્રહણ કરવી કહ્યું. તે વસ્તુ લઈ તે સાધર્મિક પરસ્પર સાધુને એમ કહે કે હે આર્ય ! આ ઉપકરણ કોનું છે તે તમે જાણો છો ? સાધુ કહે કે હા જાણું છું તે મારું ઉપકરણ છે. તો તેને આપે. જો એમ કહે કે અમે જાણતા નથી તો લાવનાર સાધુ પોતે ન ભોગવે- ન બીજાને આપે પણ એકાંત-નિદોંષ કંડીલ ભૂમિમાં પરઠવી દે. [૨૦૧]સાધુ-સાધ્વીને વધારાના પાત્ર પરસ્પર માટે ધારવા કે ગ્રહણ કરવા કહ્યું. જે તે પાત્ર હું અમુક આપીશ, હું પોતે જ રાખીશ કે બીજા કોઈપણ ને આપશું તો જેને માટે તે લીધેલ હોય તેને પૂછ્યા કે નિયંત્રીત કર્યા સિવાય પરસ્પર દેવા ન કહ્યું, પણ જેને માટે લીધા છે તેને પૂછીને, નિયંત્રીત કરીને આપવા કહ્યું. [૨૨]કુકડીના ઈડા પ્રમાણ એવા આઠ કોળીયા એટલે કે આઠ કવલ આહાર જે કરે તે સાધુને અલ્પ-આહારી કહયા. બાર કવલ આહારી સાધુ અપાઈ ઉણોદરી કરે છે, સોળ કવલ આહારી ને અર્ધ ઉણોદરી, ચોવીસ કવલ આહારીને પા ઉણોદરી, 31 કવલ આહારીને કિંચિત્ ઉણોદરી, 32 કવર આહારીને પ્રમાણ પ્રાપ્ત આહારી કહયા એ રીતે એકાદ કવલ પણ ઓછો આહાર કરનારને પ્રકામ ભોજી ન કથા પણ ઉણોદરી કહી. આઠમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. ઉદ્દેસો-૯) [૨૦૩-૩૦૬]સાગારિક- શય્યાતરને ત્યાં કોઈ મહેમાન ઘરમાં જમતો હોય, .. કે બહાર જમતો હોય તેના માટે આહાર-પાણી કર્યા હોય તે આહાર શય્યાતર તેને આપે, પાડિહારિક-પાછા આપવાની શરતે વધેલ આહાર તે વ્યક્તિ શય્યાતરને આપે તો તેમાંથી સાધુને અપાયેલ આહાર સાધુએ લેવો ન કલ્પે, .. પણ જો તે આહાર અપાડહિારિક હોય તો સાધુ-સાધ્વીને લેવા કહ્યું. [૨૦૭-૨૧૦]સાગારિક-શધ્યાતરના દાસ, નોકર, ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે, ઘર બહાર જમતાં હોય તેમને માટે બનાવેલ આહાર જમતા વધે અને તે નોકર વગેરે પાછો લેવાની બુદ્ધિએ શય્યાતરને આપે તો તેવો આહાર શાતર આપે ત્યારે સાધુ-સાધ્વીને લેવો ન કલ્પ . પાછો લેવાની બુદ્ધિ રહિત. અથતુ અપ્રાતિહારિક હોય તો કહ્યું. [૨૧૧-૨૧૪]શય્યાતરના નાતીલા હોય, એક જ ઘરમાં, .. કે ઘર બહાર.. એક જ, . કે અલગ ચુલાનું પાણી વગેરે લેતા હોય પણ તેના આધારે જીવતા હોય તો તેમનો દીધેલો આહાર સાધુને લેવો ન કલ્પે. [12] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32