Book Title: Agam Deep 36 Vavahara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ 180 વવહાર- 10249 રાખીને આપે તો ન લે પણ એક પગ ઉંબરામાં અને એક પગ ઊંબરા બહાર હોય અને આપે તો લેવું કહ્યું. એ રીતે ન આપે તો લેવું ને કહ્યું. શુકલપક્ષની બીજે અથતિ બીજે દિવસે અન્નની અને પાણીને બે દત્તી, ત્રીજે ત્રણ દતી...એ રીતે..પૂનમે અથતુ પંદરમે દિવસે અન્ન-પાણીની અંદર દતી ગ્રહણ કરે. પછી કૃષ્ણ પક્ષમાં એકમે ચૌદ દત્તી અનની, ચૌદ દતી પાણીની, બીજે તેર દત્તી અન્ન-તેરદત્તીની પાણીની...યાવતુ ચૌદશે એક દત્તી અન્નની અને એક દત્તી પાણીની લેવી કહ્યું. અમાસે તે સાધુ આહાર ન કરે. એ પ્રમાણે નિશ્ચયથી આ જવ મધ્ય પ્રતિમા કહી, તે સૂત્ર-કલ્પ-માર્ગમાં કથા મુજબ યથાતથ્ય સમ્યફ રીતે કાયા થકી સ્પર્શી, પાલન કરી, શોધી પાર કરી, કિર્તન કરી આજ્ઞાનુસાર પાલન કરવી. [૨પ૦|વજ મધ્ય ચંદ્ર પ્રતિમા (અથતુ અભિગ્રહ વિશેષ) ધારણ કરનારને કાયાની મમતા નો ત્યાગ, ઉપસર્ગ સહેવા આદિ સર્વે ઉપરોક્ત સૂત્રઃ 249 માં કડ્યા મુજબ જાણવું. વિશેષતા એ કે આ પ્રતિમાનો આરંભ કણ પક્ષથી થાય છે. એકમે પંદર દત્તી અન્નની અને પંદર દત્તી પાણીની લઈ તપનો આરંભ થાય. યાવતુ.... અમાસ સુધી એક એક દત્તી ઘટતા અમાસે ફકત એક દત્તી અને અને એક દત્તી પાણીની લે. પછી શુકલ પક્ષમાં ક્રમશઃ એક-એક દત્તી અન અને પાણીની વધતી જાય. શુકલ એકમે બેદરી અન અને બે દત્તી પાણીની લેવી કહ્યું....યાવતું. ચૌદસે પંદર દત્તી અન્ન અને પંદર દત્તી પાણીની લે અને પૂનમે ઉપવાસ કરે. રિપ૧] વ્યવહાર પાંચ પ્રકારે કહડ્યા છે. તે આ પ્રમાણે આગમ, કૃત, આજ્ઞા ધારણા અને જીત જ્યાં આગમ વ્યવહારી એટલે કે કેવલી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર (આયારો વગેરે) વ્યવહાર સ્થાપવો, જ્યાં સૂત્ર જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, અને ધારણા વ્યવહારી પણ ન હોય ત્યાં જીત એટલે કે પરંપરાથી આવતો વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહાર કરીને વ્યવહાર સ્થાપે તે આ પ્રમાણે-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારા અને જીત, જેમ જેમ જ્યાં આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત તેમ તેમ તે તે વ્યવહારે સ્થાપે હે ભગવંત ! એમ કેમ કહયું ? આગમ બળયુક્ત સાધુને એ પૂર્વોક્ત પાંચ વ્યવહારને જે વખતે જે ક્યાં ઉચિત હોય તે ત્યાં નિશ્રા રહિત ઉપદેશ અને વ્યવહાર ને રાખતા તે સાધુ આજ્ઞાના આરાધક થાય છે. [૨પ૨-૨૫૯]ચાર જાતના પુરુષોના (અલગ અલગ ભેદ છે તે) કહે છે. (૧)ઉપકાર કરે પણ માન ન કરે, માન કરે પણ ઉપકાર ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, - (2) સમુદાયનું કાર્ય કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાયનું કાર્ય ન કરે, બંને કરે. બેમાંથી એકે ન કરે, -- (3) સમુદાય માટે સંગ્રહ કરે પણ માન ન કરે, માન કરે પણ સમુદાય માટે સંગ્રહ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે, (4) ગણની શોભા કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શોભા ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે. (5) ગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32