________________ [9] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વામિને નમઃ દzzzzzzzz જીવાજીવાભિગમ ઉવંગ-૩-ગુર્જરછાયા (પ્રથમ પ્રતિપતિ-“દુવિહ) [1] અરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાયોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયનો નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ઋષભ આદિ ચોવિસ તિર્થંકરોને નમસ્કાર થાઓ. આ જિન પ્રવચન નિશ્ચયથી સર્વે જિનોથી અનુમત છે. ઉપકારક છે, જિન પ્રણિત છે, જિન પ્રરૂપિત છે, જિનશ્વર દ્વારા કહેવાય છે, જિન સેવિત છે, જિન પ્રજ્ઞપ્ત છે, જિનદેસિયું છે, જિનપ્રશસ્ત છે. તેનું બુદ્ધિપૂર્વક પરિશીલન કરીને તે જિન પ્રવચનની શ્રદ્ધા કરતા, પ્રીતિ કરતા, રૂચિ કરતા એવા સ્થવિર ભગવંતોએ જીવા જીવભિગમ નામનું અધ્યયન પ્રરૂપિત કર્યું છે. [2] “હે ભગવાન! જીવાભિગમ અને અછવાભિગમનું સ્વરૂપ કેવું છે ?" જીવાજીવાભિગમ બે પ્રકારનો કહ્યો છે. (1) જીવાભિગમ અને (2) અજીવાભિગમ. [3] હે ભગવાનું ! અજીવાભિગમનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! અજીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. (1) રૂપી અજીવાભિગમ અને અરૂપી અજીવાભિગમ. ] અરૂપી અજીવાભિગમનું સ્વરૂપ કેવું છે ? અપી અજીવા ભિગમ દસ પ્રકારનો છે. (1) ધમસ્તિકાય, (2) ધિમસ્તિકાય દેશ, (3) ધમસ્તિ કાય પ્રદેશ, (4) અધમસ્તિકાય, (5) અધમસ્તિકાયદેશ, (6) અધમસ્તિકાય પ્રદેશ, (7) આકાશાસ્તિકાય, (8) આકાશાસ્તિકાય દેશ, (9) આકાશાસ્તિકાય પ્રદેશ(૧૦) અદ્ધાસમય. પિ હે ભગવાન! રૂપી અજીવ દ્રવ્યોનું નિરૂપણ કેવું છે ? રૂપી અજીવાભિગમ ચાર પ્રકારનો કહ્યો છે. સ્કલ્પ, સ્કન્ધદેશ, સ્કન્ધ પ્રદેશ પરમાણું પગલ. તેના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે. વર્ણપરિણત, ગંધ પરિણત, રસપણિત, સ્પર્શપરિણત અને સંસ્થાન પરિણત. તેમાં જે વર્ણપરિ ણત સ્કન્ધ આદિના છે. તેમના નીચે પ્રમાણે પાંચ ભેદ છે. -કૃષ્ણવર્ણ પરિણત, નીલવર્ણપરિણત, રક્તવર્ણપરિણત, શુકલવર્ણપરિણત અને હરિત વર્ણ પરિણત. રસપરિણત સ્કન્ધ આદિના મધુરરસ આદિ પાંચ ભેદ છે. ગંઘપરિણત સ્કન્ધ આદિ ના સુગંધપરિણત અને દુર્ગધપરિણત રૂપ બે ભેદ છે. સ્પપરિણત સ્કંધ આદિના કર્કશ સ્પર્શપરિણત આદિ આઠ ભેદ છે. આ રૂપી અજીવાભિગમનું સ્વરૂપ છે. [5] હે ભગવાન! જીવાભિગમનું લક્ષણ શું છે? જીવાભિગમના બે પ્રકાર કહ્યા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International