Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 381 દેવો ! એ પુરાતન છે, હે દેવો ! એ ત્યરુપ છે, હે દેવો! એ કરણીયરુપ છે, હે દેવી! એ આચણ છે, અને હે દેવો! એ સંમત મનાએલું છે કે ભવનપતિ, વાનવંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે અને તેમ કરી પોતપોતાનાં નામ-ગોત્રો કહી સંભળાવે છે. એ પુરાતન પદ્ધતિ છે અને તે સમ્મત થએલી છે.” [10] ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરે જેમને ઉક્ત રીતે કહેલું છે એવા તે આભિયોગિક દેવો હર્ષિત થયા અને યાવતુ પ્રફુલ હૃદયવાળા થયા. તેમણે શ્રમણ ભગ વાનને વાંદી નમી ઉત્તરપૂર્વના ખૂણા તરફ જઈ વૈક્રિસમુદ્રઘાત કર્યો. તે દ્વારા સંખ્યય યોજન લાંબો દંડ કાઢ્યો અર્થાતું એ સમુદ્ધાતદ્વારા તે દેવોએ મોટાં- જાડાં - પગલોને દૂર કરી સૂક્ષ્મ પગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમઘાત કરી તે દેવોએ સંવર્તક વાયુની રચના કરી અને તે વાયુદ્વારા શ્રમણ ભગવાન મહાવીરનો જે સ્થળે ઊતારો હતો તે સ્થળની આસપાસ ચારે બાજુ એક યોજના સુધીમાં જે કાંઈ અપવિત્ર- સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે પડ્યું હતું તે બધું ત્યાંથી ઉઠાવી દૂર કરી યોજના પ્રમાણ ભૂમંડલને સ્વચ્છ કર્યું. વળી, ફરીવાર વૈક્રિયસમુઘાત કરી તે દ્વારા તે દેવોએ પાણી ભરેલો વાદળની રચના કરી. જેમ કોઈ કુશળ છંટારો પાણી ભરેલા મોટા ઘડા દ્વારા કોઈ બગીચાને છાંટે અને તેને શાંતરજ-શીતળ કરે તેમ તે દેવોએ એ પાણી ભરેલાં વાદળદ્વારા એ સ્વચ્છ કરેલ ભૂમંડળ ઉપર સુગંધી પાણી વરસાવી-છાંટી ત્યાં ઉડતી ધૂળને બેસાડી દીધી-તેને શાંતજ-શીતળ બનાવી દીધું. પાણીને વરસાવતો મેઘ જેમ ગાજે છે અને વીજળીથી ઝબકે છે તેમ તે દેવોએ રચેલું એ પાણીભરેલું વાદળ પણ પાણીને વરસાવતું ગાજતું હતું અને વીજળીથી ચમકતું હતું. વળી, ત્રીજી વાર વૈક્રિય સમુઘાત કરી તે દ્વારા તે દેવોએ ફૂલભરેલાં વાદળની રચના કરી. જેમ કોઈ માળીનો કુશળ યુવાન પુત્ર ક્લભરેલી અંગેરીઓ દ્વારા રાજસભાને પુષ્પોથી મધમધિત કરી દે તેમ તે દેવોએ મેઘની પેઠે ગાજતા અને વીજળીથી ઝબકતા એ ફૂલભરેલાં વાદળદ્વારા પાણીથી સુગંધિત કરેલી એ ભૂમિ ઉપર પાંચ પ્રકારનાં પુષ્પોને વરસાવી તેને ચારે બાજાથી હેક કરી મૂકી અને જમીનથી ઉંચે એકએક જાન- સુધી ઉપરા ઉપર પુષ્પોથી ખીચોખીચ ભરી દીધી. તે પુષ્પો પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુખનું ડિટિયું નીચું રહે અને કળીઓવાળો ભાગ ઉપર રહે. ત્યારપછી, પુષ્પોથી મધમધતા એ ભૂમંડળને કેમ જાણે સુગંધનો મહાસાગર ન બનાવવો હોય તેમ એ દેવોએ ત્યાં ચારે બાજુ ઉત્તમ કાળો અગર, ઉત્તમ કિનારૂ અને તુક્કનો સુગંધી ધૂપ મૂકી તેને ઘણું જ સુગંધિત કરી મૂકર્યું અને એવી રીતે કરી તે સ્થળે દેવો પણ આવી શકે એવું તેને આકર્ષક બનાવી દીધું. હવે આ બધું ભૂમિશુદ્ધિને લગતું કામ પતાવી તે દેવો શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યા, ત્યાં આવી તેમને વાંદી નમી ત્યાંથી પોતાના સ્થાન ભણી જવા નીકળ્યા. જે જાતની વેગવતી પ્રચંડ ગતિથી તેઓ આવ્યા હતા તેજ ગતિદ્વારા જતા તેઓ સૌધર્મકલ્પને સત્વર પહોંચી ગયા. ત્યાં જે તરફ સૂયભિનામનું વિમાન હતું અને સુધમાં સભામાં જે તરફ સૂયભિદેવ બિરાજેલો હતો ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક હાથ જોડી માથું નમાવી “સૂયભદેવનો જય થાઓ-વિજય થાઓ” એવો પ્રઘોષ કર્યો અને તેમણે તેને જણાવ્યું કે "હે મહારાજ! આપે અમને ભગવાન મહાવીરના ઊતારાની આસપાસના ભૂમંડળને શુદ્ધ અને સુગંધિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64