Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ 090 રાયuસેયિં-(૨૦). [2] તે વખતે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના દર્શનાર્થે આવેલા સૂયભ દેવને આમલકપાના રાજ રાણીને તથા આમલકપ્પામાંથી આવેલી મોટી જનસભાને ધમદિશના સંભળાવી. દેશના સાંભળી જનતા તો પોતપોતાને સ્થાને ચાલી ગઈ. ૨૧દેશના સાંભળીને પ્રસાદ પામેલા અને આલ્હાદિત હૃદયવાળા સૂયભદેવે ઊભા થઈને પ્રણામપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! શું સયભદેવ ભવસિદ્ધિક-ભવ્ય છે કે અભવસિદ્ધિક અભવ્ય છે? સમ્યગ્દષ્ટિવાળો છે કે મિથ્યા દષ્ટિવાળો છે ? સંસારમાં પરિમિતપણે ભમનારો છે કે અનંત કાળ સુધી ભમ નારી છે? બોધિની પ્રાપ્તિ થવી તેને સુલભ છે કે દુર્લભ છે? શું તે આરાધક છે કે વિરાધક છે? તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી છે? હે સૂયભ!' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તેને નીચે પ્રમાણે ઉત્તર આપ્યોઃ - હે સુભ! તું ભવ્ય છો, સમ્યગ્દષ્ટિ વાળો છો. સંસારમાં પરિમિતપણે ભમનારો છો, તને બોધિની પ્રાપ્તિ થવી સુલભ છે, તું આરાધક છો અને તું ચરમ શરીર છો. [22] ભગવાને આપેલો ઉત્તર સાંભળીને સૂર્યાભદેવનું ચિત્ત આનંદિત થયું અને પરમ સૌમનસ્યયુક્ત થયું. ભગવાનનો ઉત્તર સાંભળ્યા પછી એ સૂયભિદેવે ભગવાનને વાં નમી આ પ્રમાણે વિનંતી કરી : “હે ભગવન્! તમે બધું જાણો છો અને જુઓ છો, સર્વ કાળના બનાવોને જાણો છો અને જુઓ છો, સર્વ ભાવોને તમે જાણો છો અને જુઓ છો, મારી દિવ્ય ઋદ્વિસિદ્ધિને, મેં પ્રાપ્ત કરેલી દિવ્ય દેવદ્યુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી તમે જાણો છો અને જુઓ છો, તો હે ભગવન્! આપ દેવાનુપ્રિય તરની મારી ભક્તિને લીધે હું એવી ઈચ્છા કરું છું કે મારી દિવ્ય દ્વિસિદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટ્યકળા આ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને દેખાડું.” [૨૩]શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવની ઉપર્યુક્ત વિનંતીને આદર ન આપ્યો, અનુમતિ ન આપી અને તે તરફ મૌન રાખ્યું. ત્યારપછી બીજીવાર, ત્રીજીવાર પણ સૂયભદેવે એવી જ વિનંતી કરી અને તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે તેનો આદર ન કરતાં માત્ર મૌન જ ધરી રાખ્યું. છેવટે તે સૂયભદેવ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, વાંચી નમી ઉત્તર પૂર્વની દિશા તરફ ગયો. ઈશાન ખૂણામાં જઈ તેણે વૈક્રિય સમદ્ઘાત કર્યો. તે દ્વારા તેણે સંખ્યય યોજન સુધીના લાંબા દંડને બહાર કાઢ્યો. જાડાં મોટાં યુગલો તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂક્ષ્મ પુદ્ગલોનો સંચય કર્યો. વળી, બીજીવાર વૈદિયસમુદ્દઘાત કરી તેણે નરઘાના ઉપરના ભાગ જેવો સર્વ પ્રકારે સર્વ બાજૂથી એકસરખો એવો એક ભૂભાગ સર્યોતેમાં રુપ, રસ,ગંધ અને સ્પર્શથી સુશોભિત પૂર્વે વર્ણવેલા એવા અનેક મણિઓ જડી દીધા, સર્વ બાજુથી એકસરખા ભૂમંડ ળમાં વચ્ચોવચ્ચ તેણે એક પ્રેક્ષાગૃહ રચ્યું-નાટક-શાળા ખડી કરી. એ નાટકશાળા, તેમાં બાંધેલો ઉલ્લોચચંદરવો, અખાડો અને મણિની પેઢલી તથા મણિની એ પેઢલી ઉપર સિહાસન, છત્ર વગેરે જે આગળ વર્ણવાઈ ગયું છે તે બધું બરાબર ગોઠવી દીધું. ત્યારપછી એ સૂર્યાભિદેવ શ્રમણ ભગવાન મહાવીરના દેખતાં તેમને પ્રણામ કરે છે અને “ભગવાન મને અનુજ્ઞા આપો’ એમ કહી પોતે બાંધેલી નાટકશાળામાં તેમનીતીર્થકરની સામે ઉત્તમ સિંહાસનમાં બેસે છે. ત્યારબાદ બેસતાં વેંત તેણે અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64