________________ 388 રાયuસેયિં-(૧૬) વિમાન પૂર્ણપણે તૈયાર થઈ ગયું. જેમ તાજો ઉગેલો હેમંત ઋતુનો બાળસૂર્ય. અંધારી રાતે સળગાવેલી ખેરના અંગારા, જપાકુસુમનું વન, કેસુડાંનું વન વા પારિજાતકનું વન રાતું ચોળ જેવું લાગે તેમ તે દિવ્ય યાન વિમાન રાતું ચોળ ચકચકતું હતું. શું તે યાન વિમાન, એને બાળસૂર્ય વગેરેની આપેલી ઉપમાઓ જેવું જ ખરેખર લાલચોળ હતું? એ અર્થ સમર્થ નથી એ તો માત્ર ઉપમાઓ છે, પણ તે થાન વિમાન તો એ બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ લાલ વર્ણવાળું હતું. તેનો ગંધ અને સ્પર્શ પણ પૂર્વોક્ત મણિઓની પેઠે ઘણો સુગંધી અને અતિશય સુંવાળો હતો. એ આભિ યોગિક દેવોએ પોતાના સ્વામી સૂર્યાભ દેવની આજ્ઞા પ્રમાણે પૂર્વે વર્ણવેલું એવું સુંદર દિવ્યયાન વિમાન સજધજ કર્યું અને એની પૂર્ણાહુતિના સમાચાર તેમણે વિનયપૂર્વક સૂયભદેવને જણાવી તેની આજ્ઞા તેને પાછી સોંપી. ૧૬]પોતાની ધારણા પ્રમાણે એ દિવ્ય યાન વિમાનની તૈયારીના સમાચાર જાણી સૂર્યાભદેવને આનંદ થયો. હવે તેણે પોતાના રુપને જિનેંદ્ર પાસે જવા જેવું યોગ્ય કર્યું. મોટા પરિવારવાળા પોતાની ચાર પટ્ટરાણી અને ગાંધર્વોનું તથા નાટકી વાઓનું મોટું લશકર એ બધા સાથે એ સુભદેવે તે દિવ્ય યાન વિમાનની પ્રદક્ષિણા કરી અને પછી પૂર્વ દિશાના સોપાન દ્વારા તે, એ યાન વિમાન ઉપર ચડી તેમાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી તેના ચાર હજાર સામાનિક દેવો, એ યાન વિમાનની પ્રદક્ષિણા કરી ઉત્તર દિશાના સોપાન દ્વારા એના ઉપર ચડયા અને પૂર્વે ગોકલેલાં પોતપોતાનાં આસનો ઉપર બેઠા. તથા બીજા દેવો અને દેવીઓ પણ યાન વિમાનની પ્રદક્ષિણાપૂર્વક દક્ષિણ દિશાના સોપાનદ્વારા વિમાન ઉપર ચડી પોતપોતાનાં જુદાં જુદાં આસનો ઉપર ગોઠવાઈ ગયાં. એ યાન વિમાનની સવારીમાં સૌથી પ્રથમ આગળ અષ્ટમંડળ- અનુક્રમે ગોઠ વાએલાં હતાં. તેમાં પહેલો સ્વસતિક, બીજો શ્રીવત્સ, ત્રીજો નંદાવર્ત, ચોથું અર્ધ માનક, પાંચમું ભદ્રાસન, છઠ્ઠો કળશ, સાતમું મત્સ્યયુગલ અને આઠમું દર્પણ-એવી ગોઠવણી હતી. ત્યારપછી પૂર્ણ કલશ, ભંગાર, દિવ્ય છત્ર અને ચામરો ચાલતાં હતાં. આ સાથે ગગનતલનો સ્પર્શ કરતી, અતિશય સુંદર અને વાયુથી ફરફરતી એક મોટી ઊંચી વિજય વૈજયંતી નામની પતાકા ચાલતી હતી. ત્યારપછી વૈર્યના ચકચકતા દાંડા વાળું, માળા ઓથી સુશોભિત, ચંદ્ર જેવું ઉજ્જવળ-ધોળું ઉંચું છત્ર ચાલતું હતું. પછી જેના ઉપર પાવડીઓની સુંદર જોડી અને પાદપીઠ મૂકેલાં છે એવું મણિ અને રત્નની કારી ગરીથી આશ્ચર્ય પમાડનારું ઉત્તમ સિંહાસન અનેક દાસ દેવોના ખભા ઉપર ચાલતું હતું. ત્યારબાદ વજમાંથી બનાવેલો પચરંગી નાની નાની હજારો ધજાઓથી શોભતો, છત્રાકારે ગોઠવાએલી વિજયવૈજયંતી પતાકાથી યુક્ત, અતિશય ઉંચો- હજાર યોજન ઉંચો માટે જ આકાશને અડકતો મોટામાં મોટો ઈદ્રધ્વજ ચાલતો હતો. એની પછવાડે સુંદર વેષભૂષાવાળા, સજધજ થએલા, સર્વ પ્રકારના અલંકારોથી વિશેષ દેખાવડા લાગતા પાંચ સેનાધિપતિઓ તેમના મોટા સુભટસમુદાય સાથે બેઠેલા હતા. એમની પાછળ પોતપોતાનાં ટોળાં સાથે, પોતપોતાના નેજા સાથે, પોતાપોતાની વિશિષ્ટ વેષભૂષા સાથે એ માભિયોગિક દેવો અને તેમની દેવીઓ ગોઠવાએલી હતી. ત્યારબાદ છેક છેલ્લે તે સૂયભવિમાનમાં રહેનારાં બીજા દેવો અને દેવીઓ પોત પોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org