Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ સત્ર-૨૧ 999 મણિઓનો છે? ગૌતમ! ના, એવો પણ નથી કરતાં સવિશેષ મધુર છે. ભદ્રશાળ નંદન સોમનસ કે પાંડકવનમાં અથવા હિમાલય મલય કે મંદ ગિરિની ગુફાઓમાં રહેતા, ગાનતાનની સહેલ કરવા સાથે મળેલા કિન્નરો કિંગુરુષો મહોરગો અને ગાંધ નો જેવો વિશ૮ મધુર ગીતધ્વનિ ગુંજે છે, તેવો ધ્વનિ પરસ્પર અથડાતા એ મણિ ઓનો અને તૃણોનો છે? ગૌતમ ! હા, તે મણિઓનો અને તૃણોનો એલો મધુરાતિમધુર ધ્વનિ નીકળે છે. ૩૨]વળી, એ વનખંડોમાં ઠેકઠેકાણે નાની મોટી નાનામાં નાની અને મોટામાં મોટી એવી અનેક ચોરસ વાવો, ગોળ પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી ચુકી વહેતી નદીઓ અને ફૂલોથી ઢાંકેલાં એવાં હારબંધ આવેલાં અનેક સરોવરો તથા હારબંધ શોભતા અનેક કૂવાઓ આવેલા છે. એ બધાંના કાંઠા રજતમય, કાંઠાના ભાગો ખાડાખડિયા વિનાના એકસરખા છે. એમની અંદરના પાણાઓ વસ્મય અને વેળુ સુવર્ણ-૨જતમય છે. વાવો વગેરે એ બધાં જલાશયો સુંવાળા સોનાના તળિયાવાળાં છે, એમાં ઊતરવાનાં અને નીકળવાનાં સાધનો સારી રીતે ગોઠવાયેલાં છે, એમના ઘાટો અનેક પ્રકારના મણિઓથી જડેલા છે. ચાર ખૂણાવાળાં એ જલાશયોમાં પાણી અગાધ અને અતિશીતળ છે. જેમની ઉપર ભમરા ભમરીઓ ગુંજી રહ્યાં છે એવાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પીંડરીક, સો અને હજાર પાંખડીવાળાં ખીલે લાં કમળોથી અને બિસપત્ર તથા મૃણાલના દડોથી એ બધાં જલાશયો ઢંકાએલાં છે. જેમની અંદર ભમતા મલ્યો અને કાચબાઓ કલ્લોલ કરી રહ્યા છે અને જેમને કાંઠે અનેક પ્રકારનાં પક્ષીઓ વિચારી રહ્યાં છે એવાં એ સ્વચ્છતિસ્વચ્છ જળથી છલકતાં જલાશયો તે વનખંડોમાં શોભી રહ્યાં છે. એ જલાશયોમાં કેટલાંકમાં આસવ જેવાં પાણી છે, કેટલાંકમાં શેરડીના રસ જેવાં, કેટલાંકમાં ઘી જેવાં કેટલાંકમાં દૂધ જેવાં કેટલાંકમાં ખારા ઉસ જેવાં અને કેટલાંક માં સામાન્ય પાણી જેવાં પાણી ભરેલાં છે. તેવા વાવો અને કૂવા વગેરે પ્રત્યેક જલાશ થોની ફરતાં ચારે દિશામાં ત્રણ ત્રણ સોપાનો છે, તે સોપનો ઉપર તોરણો ધજાઓ અને છત્રો છે. તેમાં નાની નાની વાવોની અને કૂવાની હારોમાં વચ્ચેવચ્ચે ઘણા ઉત્પાતપર્વતો નિયતિપર્વતો જગતપર્વતો ધરુપર્વતો છે તથા કોઈ ઊંચા કે નીચા એવા દકમંડપો દકના લકો અને દકમંચો ઊભા કરેલા છે. વળી ત્યાં મનુષ્યોને હિંચવાલાયક હિંચકા જેવા કેટલાક હિંચકાઓ ગોઠવાએલા છે, તેમ પક્ષીઓને ઝૂલવાલાયક ઝૂલા જેવા કેટલાયે ઝૂલાઓ ઝૂલી રહ્યા છે. એ બધા હિંચકાઓ અને ઝૂલાઓ સર્વરત્નમય હોવાથી અધિ કાધિક પ્રકાશમાન અને મનોહર છે. વચ્ચે વચ્ચે આવેલા તે પર્વતો ઉપર અને હિંચ કાઓ ઉપર સર્વરત્નમય એવાં અનેક હસાસનો, ઠોંચાસનો, ગરુડાસનો, ઉન્નત ઢળતાં અને લાંબાં આસનો, પસ્યાસનો, ભદ્રાસનો, વૃષભાસનો, સિંહાસનો, પદ્માસનો અને સ્વસ્તિ કાસનો સજાએલાં છે. વળી, તે વનખંડોમાં સર્વરત્નય ઝળહળાયમાન એવાંઆલિગૃહો, માલિગૃહો, કદલીગૃહો, લતાગૃહો, આસનગૃહો, પ્રેક્ષણગૃહો, મંડનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શોલાગૃહો, જાળીવાળાગૃહો, ચિત્રગૃહો, કુસુમગૃહો, ગંધગૃહો. આરિસા ભવનો શોશી રહ્યાં છે અને તે પ્રત્યેક ગૃહમાં પૂર્વે કહ્યા પ્રમાણે હંસાનો વગેરે આરામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64