Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ 424 રાયuસેલિય-(૭૨) અપરાધ કરનાર કાંતો પોતાના હાથ પગ ગુમાવે, માથું ગુમાવે અને કાંતો જીવથી જાય. ગૃહપતિપર્ષદાના અપરાધીને બંધાઈને આગમાં સળગી જવું પડે. બ્રાહ્મણપર્ષદાનો અપરાધી અનિષ્ટ ઉપાલંભ પૂર્વક કુંડીના કે શુનકના નિશાનથી અંકિત થાય કે નિવસિત થાય-ઋષિપર્ષદ્યનો અપરાધ કરનાર, અતિ અનિષ્ટ નહિ એવી વાણીવડે ઉપાલંભ પામે. હે પએસી! ઉક્ત દંડનીતિથી તું પરિચિત છે, છતાંય તું મારી પ્રતિકૂળ વત્યા કરે છે, વિપરીત રહ્યા કરે છે, માટે જ તારે “તું મૂઢતર છે' એવી હળવી પણ મારી આક્રોશવાણી સાંભળવી પડે છે. પએસી બોલ્યો - હે ભંતે ! મને એમ થએલું કે હું જેમ જેમ આપની પ્રતિકૂળ વર્તીશ- વિપરીત વર્તીશ, તેમ તેમ તત્ત્વને વિશેષ જાણીશ, જ્ઞાનને પામીશ, કરણ અને દર્શનને અધિક સમજી શકીશ, તેથી જ હું અત્યારસુધી આપની પ્રતિકૂળ વત્ય છું અને વિપરીત બોલ્યો છું. કેશી મુનિ બોલ્યા - હે પએસી! તું જાણે જ છે કે વ્યવહારકોના ચાર પ્રકાર કહેલા છે. કેટલાકો દે તો છે પણ મીઠી વાણી નથી બોલી શકતા. કેટલાકો વાણીને મીઠી રાખે છે પણ કશુંય દેતા નથી. કેટલાકો કશુંય દેતા નથી તેમ વાણી પણ મીઠી નથી રાખતાં. અને કેટલાક દે છે અને સાથે વાણી પણ મધુરી બોલે છે. હે પએસી! આ ચાર વ્યવહારકોમાં જે દેતો નથી અને વાણીયે મીઠી નથી બોલતો, તે તદન અવ્યહારી છે અને બાકીના ત્રણે વ્યવહારના જાણકાર છે. હે પએસી ! એ રીતે તું પણ વ્યહારી છે. કાંઈ અવ્યવહારી નથી. ૭૩પએસી બોલ્યો - હે ભંતે! તમે દક્ષ છો, બુદ્ધ છો, વિજ્ઞાની છો, તો જેમ કોઈ આમળાને હથેળીમાં બતાવે, તેમ તમે મને જીવને ન બતાવી શકો ? રાજા પએસીએ એ પ્રશ્ન કર્યો તેટલામાં તેની પાસેજ જોરથી વાયુ વાવા લાગ્યો, તેથી તૃણ અને વનસ્પતિઓ બધું હાલવા લાગ્યું, કંપવા લાગ્યું. પરસ્પર અથડાવા લાગ્યું અને નવા નવા આકારે ઊડવા લાગ્યું. તે વખતે લાગ જોઈને કેશી મુનિએ રાજા પએસીને કહ્યું કે-હે પએસી! જે આ તૃણો અને વનસ્પતિઓ કંપે છે તે તો તું જુએ છે ને? તો શું એને કોઈ દેવ હલાવે છે? દાનવ, નાગ, કિન્નર, કિંગુરુષ, મહોરગ કે ગાંધર્વ હલાવે છે? પએસી બોલ્યો - હે ભંતે ! એ તૃણ વગેરેને તો વાયુજ હલાવે છે, પણ કોઈ દેવ દાનવ કે કિન્નર હલાવતો નથી. - હે પએસી! કામ,રાગ મોહ, વેદ, વેશ્યા અને શરીરને ધારણ કરનારા એ વાયુને તું જોઈ શકે છે?પએસી -ના, ભંતે! તેને જોઈ શકતો નથી. કેશી –પધારી, દેહધારી, મોહી અને રાગી એવા વાયુને પણ તું જોઈ શકતો નથી, તો ઈદ્રિયાતીત એવા જીવને હું તને શી રીતે બતાવી શકું? પએસી! ખરી વાત તો એ છે કે, જે મનુષ્ય રાગદ્વેષથી પર છે, તે ધમધતિ કાય અધમસ્તિકાય આકાશસ્તિકાય અશરીરીજીવ પરમાણપદ્દગલ શબ્દ ગંધ વાયુ એ આઠ પદાર્થોને સારી રીતે જાણી શકે છે સમજી શકે છે અને આ જિન થશે કે નહિ આ બધાં દુઃખોનો નાશ કરશે કે નહિ?” એ બે હકીકતોને પણ તેજ જાણી શકે છે. અર્થાતું. વીતરાગ મનુષ્ય એ દસ બાબતોને સારી રીતે જાણી શકે છે, માટે હે પએસી ! તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી. [74] પએસી બોલ્યો - હે ભંતે! હાથીનો અને કંથવાનો જીવ એક સરખો છે? હે પએસી ! હા, તે બન્નેના જીવ એક સરખા છે. હે ભંતે ! હાથી કરતાં તો કંથવો અલ્પ કર્મવાળો અલ્પ કિયાવાળો અને અલ્પ આ»વવાળો છે તથા કંથવાના આહાર, નિહાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64