Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સત્ર-૩૭ 403 રજતમય અને તે ઉપર જડેલા નાગદતો વજમય છે. તે નાગદતોમાં કાળા સૂતરની માળાઓ લટકે છે. વળી, એ સુધમસિભામાં એ પેઢલીઓની જેવી જ અને જે ઉપર સુખે સૂઈ શકાય એવી સુકોમળ સુંદર શય્યાઓ બીછાએલી છે. એવી અડતાળીસ હજાર ગોમાનસીઓ આવેલી છે. તે ગોમાનસીઓની પાસે જ જડેલા નાગદેતોમાં ટાંગેલાં રજતમય શિંક ઉપર વૈદુર્યમય ધૂપઘડીઓ મૂકેલી છે અને એ ધૂપઘડીઓમાંથી નીકળતો સુગંધમય કાળા અગરનો ધૂપ ચારે કોર મહેકી રહ્યો છે. સભાની અંદરના ભાગનું ભોંતળ તદ્દન સપાટ અને વિવિધ મણિઓથી બાંધેલું છે અને તે ઉપર સિંહાસન ચંદરવા વગેરે સામગ્રી સરસ રીતે સજેલી છે. વળી, એ ભોંતળની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા બાંધેલી છે. તેની ઉપર સાઠ યોજન ઊંચો, યોજન ઉંડો અને યોજન પહોળો તથા અડતાળીશ ખૂણાવાળો, અડતાળીશ ધાર વાળો-અડતાળીશ પાસાવાળો એવો મહેંદ્રધ્વજની જેવો એક મોટો માણવક ચૈત્યસ્તંભ આવેલો છે. એની ઉપર આઠ આઠ મંગળો ધજાઓ અને છત્રો વગેરે ખોડી રાખેલાં છે. એ ચૈત્યસ્તંભની વચ્ચેના છત્રીશ યોજન જેટલા ભાગમાં સોના રુપાનાં પાટીયા જડેલાં છે. તે પાટીયાં ઉપર બેસાડેલા વજમય નાગદતોમાં રુપેરી શિંકાં ટાંગી રાખ્યાં છે. તે શિકાં ઉપર વજભય ગોળ ગોળ ઘબડીઓ ગોઠવી રાખેલી છે અને તે દાબડીઓમાં જિનના સકિથઓ-રાખેલો છે. સૂયભદેવને અને બીજાં પણ અનેક દેવ દેવીઓને જિનના તે સકિથઓ અર્ચનીય છે વંદનીય છે અને પર્યાપાસનીય છે. આઠ મંગળ અને ચામર વગેરેથી સુશોભિત તે માણવેક ચૈત્યસ્તંભની પૂર્વે આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા આવેલી છે અને તેના ઉપર એક મોટું સિંહા સન ઢાળેલું છે. વળી, તે ચૈત્ય સ્તંભની પશ્ચિમે, પૂર્વે આવેલી એવી અને એવડી જ બીજી એક મણિપીઠિકા આવેલી છે, તેના ઉપર એક મોટું અતિશય રમણીય દેવશયનીય ગોઠવેલું છે. એ દેવશયનીયના પડવાયા સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરાં સોનાનાં છે. એની ઈસો અને ઉપળાં વજન, વાણ વિવિધમણિ મય, તળાઈ પેરી અને ઓશીકાં સુવર્ણમય છે. તે દેવશયનીય બને બાજુથી ઊંચું અને વચ્ચેથી ઢળતું એવું ગંભીર છે, એ મેલું ન થાય માટે એના ઉપર રાતું વસ્ત્ર ઢાંકેલું છે એ માખણ જેવું સુંવાળું, કોમળ, અતિ સુવાસિત, મનોહર છે. 38] એની ઉત્તર પૂર્વે આઠ યોજન લાંબી પહોળી અને ચાર યોજન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા છે. તેની ઉપર સાઠ યોજન ઉંચો એક યોજના પહોળો એવો એક નાનો મહેંદ્રધ્વજ રોપેલો છે, એના ઉપર આઠ આઠ મંગળો અને ધ્વજો. વગેરે શોભી રહ્યાં છે. એ નાના મહેંદ્રધ્વજથી પશ્ચિમે ચોપ્પાળ નામનો એક મોટો હથીયારોનો વિજય ભંડાર છે, એમાં રત્નની તલવારો ગદાઓ, અને ધનુષ વગેરે અસ્ત્રશસ્ત્રો છે. એ ભંડારમાં સાચવી રાખેલાં સૂયભિદેવનાં એ બધાં અસ્ત્રશસ્ત્રો ઊજળાં પાણીવાળાં અણીદાર અને વિશેષ માં વિશેષ તેજવાળો છે. સુધમાં સભાની ઉપર આઠ આઠ મંગળો છત્રો અને ધજાઓ વગેરે શોભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. [૩૯]એ સભાની ઉત્તરપૂર્વે સો યોજન લાંબું પચાસ યોજન પહોળું અને બહોંતેર યોજન ઊંચું એવું એક મોટું સિદ્ધાયતન આવેલું છે. એ સિદ્ધાયતનની બધી શોભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64