Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ 398 રાણાખરેલિય-(૨૯). સાંધા વજના. મોતીથી પરોવેલી સોનાની આઠ હજાર સળીઓ અને ચંદન જેવી શીતળ, સુગંધી છાયા છે. મંગળ૫ ચિત્રોથી આલેખેલાં ચંદ્રના ઘાટ જેવાં એ સર્વ છત્રો અતિશોભનિક છે. વળી, એ તોરણોની આગળ બે બે ચામરોની હયાતી છે. એ ચામરોના હાથા વૈર્યના અને એમાં વિવિધ મણિરતનની કોરણી કોરેલી છે. ક્ષીરસાગરના ફીણ જેવાં પાતળા વાળવાળો સર્વરત્નમય એ ચામરો બહુ સુશોભિત દેખાય છે. તે તોરણોની આગળ તેલ, કુઠ, પત્ર, ચૂઆ, તગર, એલચી, હરતાળ, હિંગળોક, મણસિલ અને અંજન ના બબે કુડલાઓની અસ્તિછે.એ કુડલા ઓ સર્વરત્નમય અને અનુપમ શોભાવાળા છે. ૩૦]વળી, એ સૂયભવિમાનના એક એક બારણા ઉપર ચક્રની નીશાનીવાળા એકસો ને આઠ ધ્વજો છે; એ જ પ્રમાણે મૃગ, ગરુડ, છત્ર, પીંછું, પક્ષી, સિંહ, વૃષભ, ચાર દંતો હાથી અને ઉત્તમ નાગની નીશાનીવાળા એકસો ને આઠ આઠ ધ્વજો છે, અથતુ એ પ્રત્યેક બારણા ઉપર એક હજાર અને એંશી ધ્વજ લહેરી રહ્યા છે. એ સૂયભવિમાનમાં ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભૌમ છે. એ ભીમોની બરાબર વચ્ચે એક એક સિંહાસન માંડેલું છે, બાકીના ભૌમો ઉપર એક એક ભદ્રાસન માંડેલું છે. વિમાનમાં બારણાંઓનાં ઓતરંગો સોળ પ્રકારનાં રત્નો થી ઘડેલાં છે. બારણાંઓ ઉપર ધજ અને છત્રોથી શોભતાં આઠ આઠ મંગલો આવેલો છે ? એ રીતે વિમાનની ચારેબાજાનાં તે બધાં બારણાંઓ એવી ઉત્તમોત્તમ શોભાવાળાં છે. એ સૂયભવિમાનની આસપાસ પાંચસે પાંચસે યોજન મૂકીને ચાર દિશામાં ચાર વખંડો આવેલા છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સાદડવનપશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં ચૂતકવન. એ વનખંડોની લંબાઈ સાડાબાર લાખ યોજનથી કાંઈક વધારે અને પહોળાઈ પાંચસો યોજન છે, તે દરેકની ફરતો એક એક કોટ છે. એમ એ ચારે વનખંડો લીલાછમ જેવા, ટાઢા હિમ જેવા, જેનારની આંખને ઠારે એવા શીતળ છે. [૩૧]તે વનખંડોનું ભોંતળ તદ્દન સમ-છે, તે ઉપર અનેક પ્રકારના મણિઓ અને તૃણો શોભી રહ્યાં છે, તેમનો સ્પર્શ અને ગંધ મનગમતો આકર્ષક છે. હે ભગવન્! પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના વાયરા વાય છે ત્યારે મંદ મંદ હલતા પરસ્પર અથડાતા એવા તે તૃણોનો અને મણિઓનો કેવો અવાજ થાય છે ? હે ગૌતમ ! એમનો અવાજ શ્રમહર શ્રુતિમધુર અને શ્રુતિને અત્યંત તૃપ્તિ આપનારો થાય છે. છત્ર, ધજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત એક સુંદર રથ હોય, જેની ચારે બાજુ, નાની નાની ટોકરીઓ જડેલી હોય, હિમાલયમાં ઉગેલા તિનિશના લાકડામાંથી બનાવેલો હોય. આરા અને ઘોંસરું બરાબર બેસાડેલાં હોય, પૈડા ઉપરનો લોઢાનો પાટો મજબૂત હોય, કુલીન ઘોડાની જોડ જોડેલી હોય, હાંકનારો સારથિ અતિકુશળ હોય અને અનેક પ્રકારનાં હથીઆરી કવચો ભાથાઓ વગેરે યુદ્ધોપકરણોથી જે ભરેલો હોય, એવો એ રથ, મણિઓથી બાંધેલા રાજાના ભવ્ય આંગણામાં વારંવાર ચાલતો હોય, વારંવાર આવતો જતો હોય, ત્યારે તેનો જે મધુરધ્વનિ સંભળાય છે, તેના જેવો તે તૃણોનો અને મણિઓનો ધ્વનિ છે? ગૌતમ! ના, એના જેવો એમનો ધ્વનિ નથી પણ તે કરતાં વિશેષ મધુર છે. વાદનકુશળ નર કે નારીદ્વારા રાત્રીના છેલ્લે પહોરે વાગતી ચડતી ઉતરતી મૂછનાવાળી એલી વૈકાલિક વીણાનો જે મધુર અવાજ સંભળાય છે તેવો અવાજ, તે તૃણોનો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64