________________ 396 રાયખસેલિય- (28) સૂતર નાંખેલાં અને તેનાં ઢાંકણાં પવોત્પલનાં એવા એ સર્વરત્નમય ઘડાઓ. હે દીર્ઘ જીવી શ્રમણ ! ઈન્દ્રકુંભની જેવા વિશેષ રમણીય જણાવેલા છે. વળી, તે બારણાંઓની બન્ને બાજાની બેઠકોમાં સોળ સોળ નાગદતોની- હારી આવેલી છે. તે દરેક નાગદેતો ઉપર નાની નાની ઝણઝણતી ઘંટડીઓ લટકેલી, એઓ ભીંતમાં બરાબર બેઠેલા, એમનો આગલો ભાગ ભીંતથી સારી રીતે બહાર પડતો- એવા એ સાપના અડધા. ભાગ જેવા દેખાતા વજમય સીધા લાંબા નાગદતો, મોટા મોટા ગજતના આકાર જેવા સુંવાળા અને શોભાજનક છે. વળી, એ નાગદતોમાં કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા સૂતરથી પરોવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી, એ માળાઓના લંબૂસકોસોનાનાં, એ ફૂમ તાંની અડખેપડખે જડેલી સોનાના પતરાની પાંદડીઓ છે, જ્યારે દક્ષિણનો ઉત્તરનો પૂર્વનો અને પશ્ચિમનો મંદ મંદ પવન વાય ત્યારે તે ધીરે ધીરે હલતી હલતી પાંદડીઓ માંથી કાન અને મનને શાંતિ આપે એલું મધુરું સંગીત નીકળે છે. વળી, હે આયુષ્યમનું શ્રમણ ! એ નાગદંતોની ઉપર બીજા સોળ સોળ નાગદૂતોની હારો આવેલી છે, તેઓ પણ ગજદેતના આકાર જેવા સુંવાળા અતિરમણીય છે. ઉપરના આ નાગદંતનોમાં રજતમય શિંકાં ટાંગેલાં છે, એ દરેક ર્શિકામાં વૈર્યની ધૂપઘડીઓ મૂકેલી છે, એ ધૂપઘડીઓમાં ઉત્તમ કાળો અગર કિનજી અને તુક્કનો સુગંધી ધૂપ મધમધી રહ્યો છે, એવી એ સુગંધી વાટ જેવી મધમધતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનોહારી સુગંધ ધ્રાણ અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કોર ફેલાતી રહે છે. ( [૨]વળી, એ બારણાંઓની બને પડખેની બેઠકોમાં સોળ સોળ પૂતળીઓની હારો જણાવેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની લીલાઓવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણગારેલી, રંગબેરંગી વચ્ચે પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શોભાય માન છે. એમનો કટિભાગ મૂઠીમાં આવી જાય એવો પાતળો, અંબોડો ઉંડો અને કઠણ પીવર-ભરાવઘર-છાતી, આંખના ખૂણા રાતા, વાળા કાળા કોમળ અને શોભનિક છે. અશોક વૃક્ષ ઉપર તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. જાણે દેવોનાં. મનને હરી ન લેતી હોય, એક બીજા સામું જોતી એ, જાણે પરસ્પર ખીજતી ન હોય, એવી જણાય છે. એ બધી બનેલી છે તો માટીમાંથી-પણ નિત્ય રહેનારી છે. એમનું મુખ ચંદ્ર જેવું લલાટ ચંદ્રાઈ જેવું અને દેખાવ ચંદ્ર જેવો સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેઘની વીજળીનો ઝબકારો અને પ્રખર સૂર્યનો ચમકાટ એ કરતાં ય તેઓ વધુ ઝબકે છે-એવી એ પૂતળીઓ ગારે આકાર અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનોહર છે. વળી, એ બારણાંઓની બન્ને બાજુની બેઠકોમાં સર્વરત્નમય સુંદર જાળીવાળાં સોળ સોળ રમણીય સ્થાનો છે. બન્ને પડખેની બે બેઠકોમાં સોળ સોળ ઘંટાની હારો ટાંગેલી જણાવેલી છે. એ ઘંટાઓ સુવર્ણમય, તેમના લોકો વજમય, ઘંટાનાં બન્ને પડખાં વિવિધ મણિમય, ઘંટાની સાંકળો સોનાની અને દોરીઓ રુપાની છે. તેમનો રણકો મેઘના ગડગડાટ જેવો, સિંહની ત્રાડ જેવો, દુંદુભિના નાદ જેવો, હંસના સ્વર જેવો મંજુ છેઃ એવા-એ કાન અને મનને ઠારે-તેવા રણકાવડે તે ઘંટાઓની આસ પાસનો પ્રદેશ પણ ગાજતો રહે છે. વળી, એ, બારણાંઓની બન્ને બાજાની બેઠકોમાં સોળ સોળ વનરાઈઓ છે. એ વનરાઇઓમાં વૃક્ષો વેલો ફણગા અને પાંદડાં મણિમય છે, એમના ઉપર ભમરાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org