________________ સત્ર-૨૭ 395 સુંદરતમ છે. એમાંના તે સૌધમવતંસક મહાવિમાનથી પૂર્વે તીરછું અસંખ્ય લાખ યોજન આગળ વધીએ ત્યારે ત્યાં સુભદેવનું સૂયભિ નામનું વિમાન જણાવેલું છે. એ વિમાનની લંબાઈ પહોળાઈ સાડાબાર લાખ યોજન છે અને ઘેરાવો ઓગણચાળીશ. લાખ બાવન હજાર આઠ સો અડતાલીશ યોજન છે. સૂયભિદેવનો એ વિમાનની ફરતો ચારે બાજ એક મોટો પ્રાકાર-ગઢ છે, એ ગઢ ત્રણસે યોજનાની ઉંચાઈએ છે. મૂળમાં તેની પહોળાઈ સો યોજન, વચ્ચે પચાસ યોજન અને છેક ઉપર પચીસ યોજન છે અથતું એ ગઢ મૂળમાં પહોળો વચ્ચે સાંકડો અને છેક ઉપર વધારે પાતળો છે. ગઢનો આકાર ગાયના પૂંછડા જેવો છે અને તે આખોય ગઢ સર્વકનકમય અચ્છો મનોહર છે. એ ગઢના કાંગરાં અનેક પ્રકારના કાળા નીલા લાલ પીળા અને ધોળા એમ પાંચે રંગોથી શોભિતાં છે. તે એક એક કાંગારું લંબાઈમાં એક યોજન, પહોળાઈમાં અરધું યોજન, અને યોજન ઉંચાઈમાં છે. તે બધાં કાંગરાં સર્વ પ્રકાર નાં રત્નોમાંથી બનાવેલાં છે-બહુ રમણીય છે. સૂર્યાભદેવના તે વિમાનની એક એક બાજૂએ હજાર હાર બારણાં હોય છે એમ કહેલું છે અર્થાત તે વિમાનને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજાનાં મળીને ચાર હજાર બારણાં હોય છે. એક એક બારણું ઉંચાઈએ પાંચસો યોજન છે, પહોળાઈએ અને પ્રવેશે અઢીસો યોજન છે. તે બધો બારણાં ધોળાં છે, તેમની ઉપરનાં શિખરો સોનાનાં છે, એ શિખરોમાં વૃષભ મગર વિહગ માનવ કુંજર કિન્નર પદ્મલતા વગેરેનાં ચિત્રો કોરેલાં, એમના સ્તંભ ઉપરની વેદિકાઓ વજમય-એ બધાં હજારો કિરણોથી ઝળહળે છે, એવાં એ આંખને ઠારે એવાં સુખસ્પર્શવાળા છે. તે દરેક બારણાની નેમો વમય, મૂળ પાયા રિરત્નના, થાંભલી ઓ વૈદુર્યની અને તેનું તળ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ડેલીઓ હંસગર્ભ રત્નની, ઈદ્રકીલો મેદના, બારસાખો લોહિતાક્ષરત્નની, ઓતરંગો જ્યોતિરસ રત્નના સૂઈઓ-ખીલીઓ-લોહિતાક્ષરત્નની, સાંધાઓ વજના, ખીલી ઓની ટોપીઓ વિવિધ મણિમય, આંગળિયો અને તેનું અટકણ વજનું, આવર્તનપીઠ રતનું બારણા નો ઉત્તર પડખાં અંક રત્નનાં : એવી એ બારણાંઓની શોભાવાળી રચના છે. તેનાં કમાડ લગાર પણ આંતરા વિનાનાં ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. બારણાંની ભીંતોમાં બને પડખે એકસો અડસઠ ભીંતગોળીઓ છે અને તેટલીજ ગોકાણસીઓ છે. વિવિધ મણિરત્નોથી રમતી પૂતળીઓ બારણાંઓમાં ખોડેલી છે. તેનો માઢ વજનો અને માઢનું શિખર રુપાનું છે. બારણાના ઉપલા ભાગો સુવર્ણમય, મણિમય જાળીવાળા ગોખલાઓ, પડખાં અને પડખાંની બાજુઓ અંકરન્નમય અને વાંસડાઓ ખપાટો તથા નળિયાં જ્યોતિરસરત્નમય છે. તેની પાટીઓ પાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને યટીઓ વજમય છે. એ જાતનાં તે બારણાં શંખના ઉપલા ભાગ જેવાં અને ક્ષાના ઢગલા જેવાં ધોળાં લાગે છે. તે બારણાંઓ ઉપર અનેક પ્રકારનાં તિલકો-ટીલાં અને અર્ધ ચંદ્રો કોરેલાં છે, મણિની માળાઓ ટાંગેલી છે. બારણાં બહાર અને અંદર સુંવાળાં છે, તેના ઉપરની રંગની ભૂકી સોનાની વેળમય છેઃ એવાં એ બારણાં સુંદર, સારા સ્પર્શ વાળાં, ડી શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે. [28] એ બારણાંની બને બાજુની બેઠકોમાં કમળ ઉપર કોરેલા એવા ચંદનના સોળ સોળ કળશોની હારો, તેઓમાં સુગંધી પાણી ભરેલાં, તેમના કાંઠાઓમાં રાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org