Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ સૂત્ર-૧ 389 સિદ્ધિ, ધૃતિ બળ. વેષભૂષા અને પરિવાર સાથે એ યાન વિમાનની સવારીમાં જોડાયેલાં હતાં : આ રીતે વિમાનના સ્વામી સૂર્યાભદેવની આગળ પાછળ અને બને બાજાએ અનેક દેવ દેવીઓ ગોઠવાએલાં હતાં અને એ યાન વિમાન એ બધાંને ઉપાડી. વેગબંધ ગાજતું ગતિ કરતું હતું.' [17] એ રીતે સજધજ થએલો સૂયભિદેવ, પોતાના એ દિવ્ય ઠાઠમાઠને બતા વતો બતાવતો સૌધર્મકલ્પની વચ્ચે થઈને નીકળ્યો, અને સૌધર્મકલ્યથી ઉત્તરમાં આવેલા નીચે આવવાનામનિર્માણમાર્ગ તરફ તેણે પોતાના એ યાન વિમાનને હંકાર્યું. તે એ નિયણિમાને પહોંચતાં લાખ યોજનની વેગવાળી ગતિથી ઝપાટાબંધ ભારતવર્ષ તરફ આવવા લાગ્યો. આ તરફ આવતાં આવતાં તેને અસંખ્ય દ્વીપો અને સમુદ્રો ઉલ્લે ઘવા પડયા. એ રીતે વેગબંધ ગતિ કરતો એ સૂયભદેવ નંદીશ્વર દ્વીપ સુધી આવી પહોંચ્યો અને ત્યાં અગ્નિકોણમાં આવેલા રતિકર પર્વત પાસે આવી લાગ્યો. આ રતિ કર પર્વત પાસે આવીને એ સૂયભદેવે પૂર્વે વર્ણવેલી પોતાની દેવમાયા સંકેલી લીધી અને જંબૂઢીપના ભારતવર્ષમાં પહોંચવા જેવી સાધારણ વ્યવસ્થા કરી લીધી. હવે તે રતિકર પર્વતથી જંબૂઢીપ ભણી આવવાના માર્ગે પોતાના યાન વિમાનને હંકારવા લાગ્યો અને સુરતમાંજ ભારતવર્ષમાં પહોંચ્યો. ત્યાં પહોંચી તેણે આમલકપ્પાનો રસ્તો લીધો અને ઝપાટામાંજ આમલકપ્પાના અંબસાલવણ ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ઊતર્યા છે ત્યાં આવી લાગ્યો. ત્યાં આવતાં જ તેણે એ દિવ્ય યાન વિમાન સાથે શ્રમણભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી અને ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાંતેણે એ યાનવિમાનને ધરતીથી ચાર આંગળ અધર રાખી ઊભું રાખ્યું. મોટા પરિવાર વાળી પોતાની ચાર પટ્ટરાણીઓ, ગાંધર્વોનું અને નાટકીયા ઓનું ટોળું એ બધા સાથે એ સૂયભદેવ એ યાન વિમાન ઉપરથી ઊતરી નીચે આવ્યો. ત્યારબાદ સૂયભદેવના ચાર હાર સામાનિક દેવો અને એ યાન વિમાનમાં આવેલા બીજા બધા દેવો અને દેવીઓ ક્રમશઃ નીચે આવ્યાં. એવા મોટા પરિવારથી વીંટાએલો સુભદેવ. પોતાની સર્વ પ્રકારની દિવ્ય –દ્ધિ સાથે. દેવવાદ્યોના મધુર ઘોષ સાથે ચાલતો ચાલતો શ્રમણ. ભગવાન મહાવીર તરફ આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમી તેમને વિનયનમ્ર રીતે કહેવા લાગ્યોઃ [18] “હે ભગવન્! હું સૂયભદેવ મારા સકલ પરિવાર સમેત, આપ દેવાનું પ્રિયને વંદન કરું છું, નમન કરું છું અને આપની પર્યાપાસના કરું છું.” શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું: “હે સૂયભ! એ પુરાતન છે, હે સૂયભ! એ જીત છે, હે સૂયબ ! એ કૃત્ય છે, હે સૂર્યાભ! એ કરણીય છે, હે સૂયભિ ! એ આચરાએલું છે અને હે સૂર્યાભ! એ સંમત થએલું છે કે “ભવનપતિના, વાનધ્યેતરના, જ્યોતિષિકના અને વૈમાનિક વર્ગના દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે, અને પછી પોતપોતાનાં નામ ગોત્રો કહે છે, તો હે સૂયભદેવ! તું જે કરે છે તે પુરાતન છે સંમત થએલું છે.” [૧૯]શ્રમણ ભગવાન મહાવીરનું કથન સાંભળી સૂયભદેવ બહુ હર્ષિત થયો, પ્રફુલ્લ થયો અને ઘણોજ સંતુષ્ટ થયો; પછી તેમને વાંદી નમી તેમનાથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ, એવી રીતે બેસી તે સૂર્યાભદેવ તેમની શુશ્રુષા કરતો સામો રહી વિનય પૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પર્યાપાસના કરવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64