Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૨૪૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જ્યારે આચાર્ય અને ઉપાધ્યાયે, શાસ્ત્ર ભણવાની અને વિનય–સેવા બાબતનું શિક્ષણ આપેલ હોય, ત્યારે જે અજ્ઞાની સાધુ આચાર્ય વિ.ની નિંદા કરે છે, તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. (૪પરર)
जायरियउवज्झायाण, सम्म न पडितप्पए । अप्पडिपूयए थद्धे, पावसमणेत्ति वुच्चइ ।।५।। आचार्योपाध्यायानां, सम्यग् न परितृप्यति । अप्रतिपूजकः स्तब्धः, पापश्रमणः इत्युच्यते ॥५॥
અર્થ-જે સાધુ, આચાર્ય વિ. ગુરૂજનની શાસ્ત્રોક્ત રીતિએ સેવા-શ્રુષા કરી તેઓને પ્રસન્ન કરતું નથી અને ઉપકારી ગુરૂજનને પ્રત્યુપકાર કરતો નથી તથા અહંકારમાં મસ્ત બને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (પ-પર૩)
सम्ममाणे पाणाणि, वीयाणि हरियाणी य । असंजए संजयमन्नमाणों, पावसमणेत्ति वुच्चइ ॥६॥ संमर्दयन् प्राणान् , वीजानि हरितानि च । असंयतः संयत मन्यमानः, पापश्रमणः इत्युच्यते ॥६॥
અર્થ–બેઈન્દ્રિ વિ. ત્રસ જીને, ડાંગર વિ. બીજોને, દુર્વા વિ. લીલી વનસ્પતિને અર્થાત્ સર્વ એકન્દ્રિ જીવોને ચરણ વિ.થી પીડા પહોંચાડનાર, સંયમભાવથી વજિત બની રહેલ હોય, તેમ છતાં પણ પોતે પોતાને સંયત માની રહેલ હોય, તે સાધુ પાપભ્રમણ કહેવાય છે. (૬-પર૪).
संथारं फलग पीढं, निसिज पायकंबल । अप्पमजियमारहइ, पावसमणेत्ति वुच्चइ ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org