Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કઈ પણ બાળનાર નથી, તેમજ તને જેમ મૃત્યુને ભય છે તેમ સર્વ પ્રાણીઓને મૃત્યુભય સમાન છે, માટે સકલ જીને તું અભયદાન આપનાર થા! આ અનિત્ય જીવલોકમાં કેમ તું હિંસાકર્મમાં પરાયણ થાય છે ? તારે નરક હેતુ રૂપ આ હિંસા કરવી ઉચિત નથી. જ્યારે ભંડાર, અંત:પુર વિ. સઘળુંય છોડીને ભવાંતરમાં જવાનું નક્કી છે, ત્યારે પરતંત્ર એવો તું શા માટે અનિત્ય જીવલેકમાં અને અનિત્ય રાજ્યમાં આસક્તિ કરે છે? વળી જોતો ખરે કે-આ જીવન અને આ રૂપ વિજળીના ચમકારા જેવું ફાની છે, માટે જીવન અને રૂપમાં મેહમુગ્ધ બની હે રાજન ! પરલેકના કાર્યને કેમ ભૂલે છે ? વળી જુઓ કે-સંસાર કે સ્વાર્થી છે કે-આ સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બાંધવે જીવતા નરના સાથીદાર છે, પણ મરનારની પાછળ તે કઈ જતું નથી. હે રાજન! જોઈ લે કે-સંસારની ગજબનાક અસારતા. પરમ દુઃખી થયેલા હોવા છતાં પુત્રો મરેલા પિતા-પિતાના શબને ઘરમાંથી બહાર કાઢે છે, તેમજ પિતા વિ. પણ મરેલા પુત્ર વિ. ને અને બંધુઓ મરેલા બંધુ વિ.ને ઘરમાંથી બહાર કાઢે છે. આવી સંસારની સ્થિતિ જાણી તમે તમારા જીવનને ધન્ય બનાવવા માટે સંયમને ગ્રહણ કરે! હે રાજન્ ! ધન ઉપાર્જન કરનાર વ્યક્તિના મૃત્યુ બાદ, તેણે અર્જિત કરેલ ધન અને સુરક્ષિત કરેલ સ્ત્રીજનને પ્રાપ્ત કરી બીજી વ્યક્તિ મોજ માણે છે, તેમજ બહારથી રોમાંચિત બની અંદરથી ઘણે ખુશ થયેલે તે શરીરને શણગારી ઠાઠમાઠથી લહેર ઉડાવે છે. આવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org