Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 9
________________ સ્વ. શ્રીયુત્ જીવરાજ ભાઈના જીવનમાં ડોકીયું કરતાં જણાય છે કે તેઓનું સમગ્ર જીવન જૈન ધર્મના સુપ્રસિદ્ધ ધર્મગ્રંથના અધ્યયન વાંચન મનન અને તેના રહસ્યનું ગ્રહણ કરવામાં જ રચ્યું પથ્ય રહેતું હતું. તેમણે પિત ના આ દુર્લભ જીવન અને નશ્વર શરીરને ધર્માચરણ તથા સ્થાનકવાસી જૈન ધર્મોપાસક સાધુ સાધ્વીજીઓની નિસ્વાર્થ સેવામાં જ સમર્પિત કર્યું હતું. આશરે દસેક વર્ષથી એમણે અમદાવાદને જ પિતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. જીવનમાં છેલ્લી વખતે જ એમને હૃદયરોગની મોટી બીમારી લાગુ પડી હતી. તે બીમારીને લીધે તેની મહાવેદના હોવા છતાં સમાધિ પૂર્વક ત્રણમાસ પર્યન્ત તેનો સામને કરીને સં. ૨૦૧૭ના ધર્મમય એવા ચાતુર્માસના ભાદરવા વદ ૭ સાતમ સને ૧૯૬૦ના અકટોંબરની પહેલી તારીખે સ્વર્ગસ્થ થયા. આ રીતે તમને પ્રાદુર્ભાવ જન્મ અને તિભાવ-મરણ બને ચાતુર્માસના ધર્મમય વાતાવરણમાં જ થયેલ છે. તેઓ બાલ્યકાળથી જ ધર્મારાધનમાં પ્રવૃત્ત થયા હતા. અને તેથી ધર્મારાધનમાં તેઓ એક અઠંગ ચગીની જેમ મરણની છેલ્લી ઘડી પર્યત જરા પણ ડગ્યાં વિના અવિચળ રહ્યા હતા એમનું ધર્માચરણ એટલું બધું શુદ્ધ, દઢ અને નિયમિત હતું કે–જીવનના છેલ્લા દિવસે પણ એમણે સામયિક અને પ્રતિક્રમણ છેડ્યું નહીં આ તેમના જીવનની ઉર્ધ્વ ગામિતાને પ્રત્યક્ષ પુરાવે છે. એમનું અંતઃકરણ એટલું બધું શુદ્ધ, પવિત્ર અને અધ્યાત્મમય હતું કેએમને પિતાના અંતકાળની જાણ અગાઉથી થઈ ગઈ હતી એટલે એમના સુપુત્રને આ માહિતી. સવારથી જ તેમણે આપી દીધી હતી. અને પિતે સ્વસ્થતા જાણવી રાખીને નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ સંપૂર્ણ સભાન અવસ્થામાં કર્યું હતું. અને આ રીતે આ ધર્મપરાયણ જીવે || ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતે. આજીવન ધર્મોપાસક તરીકે પંકાયેલ તથા અનેક પાઠ વ્રત નિયમ જ્ઞાન ધ્યાન તપ અને પચખાણથી જીવનને ઉર્ધ્વગામી બનાવનાર યશસ્વી પુણ્યશાળી શ્રી જીવરાજે ભાઈ પ્રત્યે ધ્રાગધ્રાના સ્થાન જૈન મેટા સંઘને પહેલેથી જ ખૂબ માન શ્રદ્ધા અને પૂજ્યભાવ હતાં જ તેથી એ સંચિત લાગણી વ્યક્ત કરવા ખાતર સંઘે તેઓ શ્રીનું ઘણું જ સન્માન અને ગૌરવ કર્યું હતુ. તેઓ પિતાના ધર્મકર્મ અને પવિત્ર આચરણને જગતમાં પ્રવર્તાવવા ખાતર જ પિતાની પાછળ એક ધર્માત્મા ઉદાર એવું વિશાળ કુટુંબ મૂકતા. ગયા છે. જેઓને સામાન્ય પરિચય નીચે મુજબ છે. એમના ધર્મ માગને આગળ ધપાવનાર એમના સુપુત્ર શ્રીરમણ લાલ ભાઈ જીવરાજ શાહ પિતાના પિતાના બધા જ ગુણેથી અલંકૃત હોઈ તેમનામાં રહેલી અત્યંત તીવ્ર ધર્મભાવનાને લીધે તેઓ સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત છે તેઓ ઉત્તમ, દક્ષ, બુદ્ધિ પરાયણ અને દયાળુ છે. તેઓ જ્ઞાન, દયાના સૂક્ષ્મ વિચારને વરેલા છે. તથા સ્વભાવના ખૂબ જ દયાળુ અને મળતાવડા છે. તેઓ ખૂબ જ ઉદાર હૃદયના છે એમના ઉન્નત સંસ્કારથી એમનું સમગ્ર કુટુંબ પણ ધર્માનુરાગી જ હોય તેમા કહેવા પણું જ ન હોય.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 693