Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 230
________________ ૧૯૭ શ્રી રાયપણુઈય સુત્ત : ટિપણે શખો ૯૨ વાઘનાં જે જે નામે અહીં આપેલાં છે તેમાંના કેટલાંક સ્પષ્ટ સમજાતાં નથી. લોકગમ્ય કહીને ટીકાકારે તેમની વ્યાખ્યા જતી કરી છે. જિજ્ઞાસુઓએ તે તે વાઘની માહિતી ઉસ્તાદ વગાડનારાઓ પાસેથી જાણું લેવી ઘટે. ઓગણપચાસે જાતનાં ૯૩ મૂળમાં વાજાંઓના ભેદની સંખ્યા ઓગણપચાસ જણવેલી છે પણ એજ મૂળ પાઠ પ્રમાણે વાજાઓની સંખ્યા ઓગણસાઠ થાય છે. આ વિસંવાદનું સમાધાન કરવા ટીકાકાર કહે છે કે એ ઓગણપચાસ તો મૂળભેદો સમજવાના છે અને વધારાના તેના પેટા ભેદો છે. (“gવનાગાડું જૂળTof [૪૧] ગાતોન્નવિMારું વિવરमलभेदापेक्षया आतोद्यभेदा एकोनपञ्चाशत् शेषास्तु एतेषु एव अन्तर्भवन्ति ચા ચંપાતોચાને વાટી–વેળ–રિટીવ (દ્ર ?) [ રૂતિ-પૃ. ૫૦) અભિનય ૯૪ ભારતનું નાટયશાસ્ત્ર, નાટય સંગીત વગેરેને લગતી અનેકવિધ માહિતીઓથી ભર્યું પડયું છે. અહીં નાટચના જે બત્રીશ પ્રકાર કરી દેખાડ્યા છે તેમાંના કેટલાક તો એ નાટયશાસ્ત્રમાં બતાવેલા છે. જેવા કે– સંકુચિત, પ્રસારિત, કુત, વિલંબિત, અંચિત વગેરે. ૮૭મી કંડિકાથી ૧૦૬ મી કંડિકા સુધીમાં એ બધા અભિનયનો ચિતાર આપેલો છે. ઘણખરા અભિનયનો ભાવ સમજાય એવો છે. એમાંના કેટલાંક પશુપક્ષીને લગતા, વનસ્પતિને લગતા, જગતના અન્ય પદાર્થોને લગતા, પ્રાકૃતિક પ્રસંગને લગતા અને ઉત્પાતને લગતા છે. વળી કેટલાક લિપિને લગતા છે-જે અભિનયે “ક” વગેરે અક્ષરોની આકૃતિને લગતા છે તે બધા લિપિસંબંધી અભિનો છે. બ્રાહ્મી લિપિમાં + આવી આકૃતિ “ક” ની છે એટલે એ આકૃતિ પ્રમાણે ગોઠવાઈને જે અભિનય કરી બતાવવો તે “ક”ની આકૃતિનો અભિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262