Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 240
________________ - - શ્રી રાયપણેણઈય સુત્ત ઃ ટિપ્પણ २०७ પખાળ્યા ૧૨૧ આ કંડિકામાં અને આગળ આવેલી ૧૫૭મી કંડિકામાં સૂર્યાભદેવના સ્નાનની હકીકત આવે છે. દેવને શરીરે પરસેવે નથી થતા તેમ તેમને ગરમી-ઘામ નથી લાગતો છતાં તેઓ સ્નાન શામાટે કરતા હશે? શું તેઓ કેવળ ક્રીડા માટે જ સ્નાન કરતા હશે ? કેકયિઅધ ૧૨૨ જૈન શાસ્ત્રમાં ૨પા આર્ય દેશોનાં તથા તે દરેક દેશની એક એક રાજધાનીનાં નામ પ્રસિદ્ધ છે. ૨૫ દેશે તે આખેઆખા આર્ય હતા અને “કેકચિ દેશ અડધે આર્યો હતો એમ એ શાસ્ત્ર સૂચવે છે. બૌદ્ધગ્રંથમાં ય “કે” દેશને ઉલેખ છે. તે દેશનું વર્તમાન સ્થાન ઉત્તરમાં પેશાવર તરફ કહી શકાય, પણ તેની ચોક્કસ સીમા કળી શકાતી નથી. મૂળ પાઠમાં “ચમ એવું છપાએલું છે અને ટીકા કારે (“ચી નામ મર્થમ્”-પૃ. ૧૧૪) લખીને તે મૂળ શબ્દની વ્યાખ્યા આપી છે. ટીકાના ઉલ્લેખ જોતાં મૂળ પાઠ “” ને બદલે વિરૂ કે “ચવું હોય તો શુદ્ધ પાઠ કહેવાય રાજા દશરથની એક રાણીનું “કેયી નામ તે, આ કેકય દેશની હતી માટે “કૈકયી” પડયું જણાય છે. સેવિયા ૧૨૩ આ નગરીને કેક’ દેશની રાજધાની તરીકે સૂત્રેામાં વર્ણવેલી છે. “સેવિયા” ને સંસ્કૃત પર્યાય ટીકાકારે “ બી” સૂચવે છે. આવશ્યક સૂત્ર (પૃ. ૧૯૭ વિભાગ ૧) માં જણાવેલું છે કે “છદ્મસ્થ ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ઉત્તરવા ચાલ કે ઉત્તરચાવાલ પ્રદેશમાં ગયા, ત્યાંથી “સેવિયા ગયા, ત્યાં તે નગરીના શ્રમણોપાસક રાજા પ્રદેશીએ ભગવાનનો મહિમા કર્યો અને પછી ત્યાંથી ભગવાન સુરભિપુર પહોંચ્યા.” આ નગરી, વર્તમાનમાં ક્યાં છે તેની માહિતી મળી નથી. દીઘનિકાય નામના બદ્ધ ગ્રંથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262