Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 254
________________ શ્રી રાયપાસેણુય સુત્ત : ટિપ્પણો ૨૨૧ સૂત્રમાં સૂચવેલાં છે તે જ નામો દાસીઓનાં વર્ણનમાં નોંધેલાં છે. જેમકે -- ચિલાઈયા (કિરાત દેશની) બમ્બરિયા (બાબર દેશની) સિંહલી (સિંહલ દેશની) આરબી (અરબસ્તાનની) પારસી (પારસ –પર્શિયા-દેશની) ઈત્યાદિ. આ ઉપરથી એમ સમજી શકાય છે કે આર્યોએ અનાર્યો ઉપર જય મેળવી તેમને દાસ તરીકે રાખવાની પ્રથા પાડેલી તે આજસુધી પણ ભુંસાઈ નથી. વષધરે ૧૫૮ રાજાના અંતઃપુરની રક્ષા માટે ઉક્ત દાસીઓ ઉપરાંત કેટલાક વર્ષધરો અને કંચુકીઓ પણ રાખવામાં આવતા; જેઓ મૂળથી નપુંસક હતા વા જેઓને અંતઃપુરની રક્ષા માટે ખસી કરવામાં આવતા તેઓ વર્ષધર કહેવાતા અને જે સ્ત્રીની પેઠે કાંચળીકાપડું–પહેરીને રહેતા તેઓ કંચુકી કહેવાતા. આચાર્ય હેમચંદ્ર કહે છે કે –“go વર્ષવર:” અભિધાન કાંડ-૩ શ્લ૦ ૩૯૨. અર્થાત “પંઢ એટલે વર્ષવર.” કેશમાં વર્ષવર શબ્દ છે અને સુત્રોમાં વર્ષધર શબ્દ છે, છતાં એ બન્ને શબ્દોનો ભાવ તો એક સરખો છે. કળાઓને ૧૫૯ બહોંતેર કળાની સવિસ્તર સમાજ માટે જુઓ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' માંનું કળાઓ ઉપરનું ટિપ્પણ. અઢાર દેશી ભાષા વિશારદ ૧૬૦ આ વિશેષણની સ્પષ્ટ સમજ માટે જુઓ ભગવાન મહાવીરની ધર્મકથાઓમાંનું દેશી ભાષા ઉપરનું ટિપણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262