Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 252
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપ્પણે ૨૧૯ “કેશી કુમારશ્રમણે રાજા પએસીને “તું મૂઢ નર છે” એમ પહેલાં કહેલું અને તેથી રાજાના મનમાં કલુષતા પણ નીપજેલી, હવે તે કલુષતા દૂર કરવા અને તેને સંતુષ્ટ-પ્રસન્ન કરવા કેશ કુમારજીએ તેને અહીં “વ્યવહારી” કહીને વખા છે.” આ પદનો આશય ખોલતાં ટીકાકાર કેશી કુમારશ્રમણનું હાર્દ આ પ્રમાણે જણાવે છે– “હે રાજા પએસી ! જો કે તે સારી રીતે બેલીને મને સંતોષ નથી આપતો તો પણ મારા તરફ તારાં ભક્તિ અને બહુ માન છે માટે તું ‘વ્યવહારી” છે.” (પ્રવાસ પૂરિ! તુમં પિ વધારી રતિयद्यपि वं न सम्यगालापेन मां संतोषयसि तथापि मम विषये भाक्तबहुमानं च कुर्वन् आद्यपुरुष इन व्यवहारी एव न अव्यवहारी. एतावता च 'मूढतराए तुमं पएसी ! तओ कहास्याओ' इत्यनेन वचसा यत् कालुष्यमापादितं तद अपनीतम, परमं च संतोषं प्रापित इति ।। - પૃ૦ ૧૪૦ ) અભિગમ ૧૫૧ કઈ સંતપુરુષ પાસે જતાં જે અદબ-મર્યાદા સાચવવાની હોય છે તેનું નામ અભિગમ છે. રમણ્ય–અરમણ્ય ૧૫ર આ વાક્યને આશય સ્પષ્ટ કરવા ટીકાકાર આ પ્રમાણે જણાવે છેઃ “કેશકુમારજી રાજા પએસીને કહે છે કે હે રાજન ! તું જૈનધર્માનુગામી ન હતો ત્યારે બીજા લોકોને દાન આપતો હતો. દાનની તારી આ પ્રથા હવે પણ તારે ચાલુ રાખવી ઉચિત છે. અર્થાત જૈન ધર્માનુગામી થયા પછી પણ તું પહેલાં જેવો દાની હતે તેજ હવે પણ દાની રહે એ ઉચિત છે. તાત્પર્ય એ કે તું પહેલાં જેવો રમણીય હતા તેવોજ રમણીય હવે પછી પણ રહેજે, પણ અરમણીય ન થતો. અરમણીય થઈશ-ટુંકી દષ્ટિવાળા થઈશ–તે જૈનધર્મની અપકીર્તિ થશે અને અમને અંતરાયકર્મ લાગશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262