Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 251
________________ ૨૧૮ શ્રી રાયપણઈય સુત્ત : ટિપ્પણ કરી શકતો તે કામ તેજ બાળકની યુવાવસ્થાને આત્મા કેમ કરી શકે ? વ્યવહારમાં તો એવું જોવામાં આવે છે કે જે કામ બાળકનો આત્મા નથી કરી શકતો તે કામ તેની યુવાવસ્થાને આત્મા કરી શકે છે. બને અવસ્થામાં બાળ અને યુવાન અવસ્થામાં એકજ વ્યક્તિને આત્મા એકજ હોય અને તે નિત્ય હોય, એક સરખીજ અવસ્થામાં રહેતો હોય, તે એ ઘટના ન બની શકે, માટે રાજા પએસી કહે છે કે આત્મા અને શરીર જુદાં જુદાં નથી. રાજા પસીને મતે તો બાળકનું શરીર અશક્ત છે. માટે જે કામ તે ન કરી શકે તેજ કામ તે બાળકનું યુવાન શરીર જરૂર કરી શકે, શરીર તો બદલાયા કરે છે માટે તેને મતે આત્મા અને શરીર એક જ છે, એ કલ્પના ઉદાહરણથી તે સમજાવે છે. મસકમાં - ૧૪૮ આ મસકનું ઉદાહરણ જ બરાબર નથી. પવનથી ભરેલી મસકનું વજન અવશ્ય વધેજ અને ખાલી મસકનું વજન પવનથી ભરેલી મસક કરતાં જરૂર ઓછું થાય છે તે આજે પણ પ્રત્યક્ષ છે. જે પવન પોતાના જબરદસ્ત આંચકાથી મેટાં મોટાં તેતિંગ વૃક્ષોને સમૂળ ઉખેડી નાખે છે, જે પવનથી ભરેલા ડબા વા તુંબડાંદ્વારા આપણે તરી શકીએ છીએ તે પવનનું વજન ન હોય એ બને જ કેમ ? છતાં “પવનનું વજન નથી' એમ જે અહીં કહેલું છે તે કઈ દષ્ટિએ સમજવું, એ કળાતું નથી. કઠીયારા ૧૪૯ દીધનિકોયમાં આવું જ એક મોટું ઉદાહરણ આપેલું છે. તેમાં માત્ર એક નાનો છોકરો અને એક જટિલ એ બેને આશ્રીને હકીકત કહેલી છે. જુઓ પૃ૦ ૩૪૧. વ્યવહારી ૧૫૦ આ પદની વ્યાખ્યા કરતાં ટીકાકાર લખે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262