Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 9
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા વિજયવર્ધમાન ખેટકમાં ઇક્કાઈ નામે રાષ્ટ્રકૂટ હતો. તે અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ હતો. 500 ગામનો અધિપતિ થઈ યાવત્ પાલન કરતો રહેતો હતો. તે વિજયવર્ધમાન ખેટકના 500 ગામોને ઘણાં કર, ભાર, વૃદ્ધિ, ઉત્કોટ, પરાભવ, ય, ભેદ્ય, કુંત, લંછપોષ, આદીપન, પંથકોટ્ટ વડે પીડા કરતો, ધર્મરહિત કરતો તર્જના-તાડના-કરતો અને નિર્ધન કરતો કરતો રહેતો હતો. ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટ વિજયવદ્ધમાન ખેટકના ઘણા રાજા, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સાર્થવાહોને તથા બીજા પણ ઘણા ગ્રામ્યપુરુષોને ઘણા કાર્યો-કારણોમાં, રહસ્ય-નિશ્ચય-વ્યવહારોમાં સાંભળવા છતાં ન સાંભળ્યું કહેતો, ન સાંભળ્યા છતાં સાંભળ્યું એમ કહેતો એ પ્રમાણે જોવામાં - બોલવામાં - લેવામાં - જાણવામાં કરતો હતો. ત્યારે તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટને આવા કર્મમાં, આવી પ્રધાનતામાં, આવી વિદ્યામાં, એવા આચરણમાં ઘણા પાપકર્મોને અને કલહહેતુરૂપ પાપકર્મોને ઉપાર્જતો વિચરતો હતો. ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટને અન્ય કોઈ દિવસે શરીરમાં એક સાથે સોળ રોગાંતક ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - સૂત્ર-૮ શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, મસા, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, અરુચિ, નેત્રપીડા, કર્ણપીડા, ખરજ, જલોદર, કોઢ. સૂત્ર-૯ ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટે ૧૬-રોગાંતકથી અભિભૂત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો! તમે જાઓ, વિજય વર્ધમાન ખેટકના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક ચત્વર, મહાપથ, પથમાં મોટામોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહો - દેવાનુપ્રિય ! અહીં ઇક્કાઈ રાષ્ટ્રકૂટના શરીરમાં ૧૬રોગાતકો ઉત્પન્ન થયા છે, તે આ -શ્વાસ, ખાંસી યાવત્ કોઢ. હે દેવાનુપ્રિયો ! જે કોઈ વૈદ્ય-વૈદ્યપુત્ર, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, ચિકિત્સક-ચિકિત્સકપુત્ર, જે ઇક્કાઈ રાષ્ટ્રકૂટના તે ૧૬-રોગાંતકમાંનો એક પણ રોગાતકને શમાવી દે, તેને ઇક્કાઈ રાષ્ટ્રકૂટ વિપુલ અર્થસંપદા આપશે. બીજી-ત્રીજી વખત આ ઉદ્ઘોષણા કરીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કરીને યાવત્ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે વિજય વર્તુમાન ખેટકમાં આ આવા પ્રકારની ઉદ્ઘોષણા સાંભળી, સમજીને ઘણા વૈદ્ય આદિ પોતાના હાથમાં શસ્ત્રકોષ લઈને પોત-પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને વિજય વર્તુમાન ખેટક મધ્યે થઈને ઇક્કાઈ રાષ્ટ્રકૂટના ઘેર આવ્યા, આવીને ઇક્કાઈ રાષ્ટ્રકૂટના શરીરને તપાસીને, તે રોગનું નિદાન પૂછ્યું, પૂછીને ઇક્કાઈ રાષ્ટ્રકૂટને ઘણા અત્યંગન, ઉદ્વર્તના, સ્નેહપાન, વમન, વિરેચન, અપદ્રાવણ, અપસ્નાન, અનુવાસના, વસ્તિકર્મ, નિરોધ, શિરોવેધ, તક્ષણ, પ્રક્ષણ, શિરોવસ્તિ, તર્પણ, પુટપાક, છાલ, મૂલ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ અને ભેષજ વડે - તે સોળ રોગોતકમાંથી એકપણ રોગાતકને શમાવવા પ્રયત્ન કર્યો, પણ તેમાના એકને પણ શમાવવા સમર્થ ન થયા. ત્યારે તે ઘણા વૈદ્યો, વૈદ્યપુત્રો આદિ જ્યારે સોળમાંના એક પણ રોગાતકને ઉપશમાવી ન શક્યા ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારપછી ઇક્કાઈ રાષ્ટ્રકૂટ, વૈદ્ય વગેરે બધાએ નિષેધ કર્યો, તેના પરિચારકોએ પણ તેનો ત્યાગ કર્યો. તે ઔષધ અને ભેષજ કરવાથી પણ ખેદ પામ્યો, સોળ રોગાંતકોથી પરાભવ પામેલો તે રાજ્ય, રાષ્ટ્ર યાવત્ અંતઃપુરમાં મૂચ્છિત, રાજ્ય અને રાષ્ટ્રનો આસ્વાદ-પ્રાર્થના-ઇચ્છા-અભિલાષા કરતો, આર્ત-દુઃખાર્ત-વશાર્ત થઈ 250 વર્ષનું મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 9Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48