Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત સૂત્ર-૧૦ ભગવન્! મૃગાપુત્ર અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? તે ૨૬-વર્ષ પરમાયુ પાળીને કાળમાસે કાળ કરી આ જ જંબૂદ્વીપના ભરતના વૈતાઢ્યગિરિ તળેટીમાં સિંહકુળમાં સિંહરૂપે જન્મશે. તે સિંહ ત્યાં અધાર્મિક યાવત્ સાહસિક થઈ ઘણા પાપને યાવત્ ભેગા કરશે. કરીને કાળમાસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિમાં યાવત્ ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને સરીસર્પમાં ઉપજશે. ત્યાં કાળ કરીને બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિવાળો થશે. ત્યાંથી ઉદ્વર્તી પક્ષીમાં ઉપજશે. ત્યાં મરીને ત્રીજી પૃથ્વીમાં સાત સાગરોપમ સ્થિતિ થશે. ત્યાંથી સિંહમાં. પછી ચોથી નરકે, ત્યાંથી ઉરગમાં, ત્યાંથી પાંચમી નરકે, પછી સ્ત્રી, પછી છઠ્ઠી નરકે, ત્યાંથી મનુષ્ય, પછી સાતમી. નારકીમાં. ત્યાંથી ચ્યવીને આ જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર, સુંસુમારાદિ સાડા બાર લાખ જાતિ કુલકોટિ પ્રમુખ કહી છે, તેમાં એક એક યોનિમાં અનેક લાખવાર ઉત્પન્ન થશે. ત્યાંથી ઉદ્વર્તીને ચતુષ્પદ ઉરપરિસર્પ, ભૂજપરિસર્પ, ખેચરમાં, ચાર-ત્રણ-બે ઇન્દ્રિયમાં, વનસ્પતિમાં, કડવા વૃક્ષમાં, કડવા રસવાળી વનસ્પતિમાં, વાયુકાય-તેઉકાય-અપકાયમાં અનેક લાખ વખત જન્મશે-મરશે. ત્યાંથી નીકળી અનંતર સુપ્રતિષ્ઠપુરમાં વૃષભપણે થશે. તે બાલ્યાવસ્થા મૂકી યાવત્ પામશે. કોઈ વખત પહેલી વર્ષાઋતુમાં ગંગા મહાનદીને કાંઠે ભેખડ ખણતા, ભેખડ પડવાથી મૃત્યુ પામી, સુપ્રતિષ્ઠપુરમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્ર થશે. ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ યૌવન પામીને તથારૂપ સ્થવિર પાસે ધર્મ સાંભળી, સમજી, મુંડ થઈ ગૃહવાસ છોડી અણગારિક દીક્ષા લેશે. તે ત્યાં અણગાર થશે. ઇર્યાસમિત યાવત્ બ્રહ્મચારી. તે ત્યાં ઘણા વર્ષ શ્રામાણ્ય પર્યાય પાળી, આલોચના-પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી સૌધર્મકલ્પ દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આદ્ય કુળો છે, ત્યાં જન્મશે. દઢપ્રતિજ્ઞની જેમ વક્તવ્યતા કહેવી, કળા શીખીને યાવત્ સિદ્ધ થશે. હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીર યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે દુઃખવિપાકના પહેલાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું કહું છું. ૧ને વર. અધ્યયન-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 11