Book Title: Agam 11 Vipak Shrut Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃત અધ્યયન-૪ ' શકટ' સૂત્ર-૨૪ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ચોથાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે સાહંજણી નામે નગરી હતી, તે ઋદ્ધ-નિર્ભય-સમૃદ્ધ હતી. તે સાહંજણીની બહાર ઉત્તર-પૂર્વ દિશિભાગમાં દેવરમણ નામે ઉદ્યાન હતું. તેમાં અમોઘ યક્ષનું પુરાતન યક્ષાયતન હતું. તે સાહંજણીમાં મહાચંદ્ર નામે મહાન્ રાજા હતો. તેને સુસેન નામે સામ-ભેદ-દંડ વડે નિગ્રહ કરવામાં કુશળ અમાત્ય હતો. સુદર્શના નામે ગણિકા હતી. તે સાહંજણી નગરીમાં સુભદ્ર નામે ઋદ્ધિમાન સાર્થવાહ રહેતો હતો. તેને સુભદ્રા નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય સુરુપા પત્ની હતી. તે સુભદ્રનો પુત્ર અને ભદ્રાનો આત્મજ એવો શકટ નામે સર્વાગ સંપન્ન પુત્ર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા અને રાજા નીકળ્યા, ભગવંતે ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મોટા શિષ્ય યાવત્ રાજમાર્ગે પ્રવેશ્યા. ત્યાં ઘણા હાથી, ઘોડા, પુરુષો હતા. તે પુરુષો મધ્યે એક સ્ત્રી સહિત પુરુષને જોયો. તેને અવકોટક બંધને બાંધેલ, નાક-કાન કાપેલ, યાવત્ ઉદ્ઘોષણા કરાવાતી હતી. ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર આવ્યો, ભગવંતને પૂછ્યું યાવત્ ભગવંતે ઉત્તર આપ્યો - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં છગલપુર નામે નગર હતું. ત્યાં સિંહગિરિ નામે મહાન્ રાજા હતો. તે નગરમાં છણિક નામે કસાઈ રહેતો હતો. તે ઋદ્ધિમાનું, અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ હતો. તે છણિક કસાઈ ઘણા બકરા, ઘેટા, રોઝ, બળદ, સસલા, સૂકર, પય, સિંહ, હરણ, મોર અને પાડાને સેંકડોહજારોની સંખ્યામાં વાડામાં બાંધી રાખતો હતો. બીજા પણ ત્યાં ઘણા પુરુષો દૈનિક વેતન અને ભોજનથી ઘણા બકરા યાવત્ પાડાનું રક્ષણ અને પાલન કરતા હતા. બીજા પણ ઘણા પુરુષો બકરા આદિને યાવત્ ઘરમાં રુંધેલા-રાખતા હતા. બીજા પણ ઘણા પુરુષો દૈનિક વેતન અને ભોજનથી રાખેલા જે સેંકડો-હજારો બકરા આદિને મારી નાંખતા હતા, તેના માંસને છરી આદિથી કાપીને કકડા કરતા હતા, કરીને છણિક કસાઈને આપતા હતા. બીજા પણ ઘણા પુરુષો તે ઘણા બકરા યાવત્ પાડાના માંસને તવા-કવલ્લી-કંદૂક-ભર્જનક-અંગારામાં તળતા-મૂંજતા-પકાવતા અને રાજમાર્ગમાં આજીવિકાને કરતા રહેતા હતા. તે છણિક કસાઈ પોતે પણ ઘણા બકરા યાવતુ ભેંસના માંસને પકાવી-તળી-મૂંજીને સુરા સાથે આસ્વાદતો વિચરતો હતો. ત્યારે તે છણિક કસાઈ, આ કર્મોથી ઘણા જ મલિન પાપકર્મોને ઉપાર્જિત કરી 700 વર્ષનું પરમ આયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામી ચોથી નારકીમાં ઉત્કૃષ્ટ દશ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉપજ્યો. સૂત્ર-૨૫ ત્યારે સુભદ્ર સાર્થવાહની પત્ની ભદ્રા યાવત્ જાતનિંદુકા હતી. જન્મતા-જન્મતા બાળકો વિનાશ પામતા. હતા. ત્યારે તે છણિક કસાઈનો જીવ ચોથી પૃથ્વીથી અનંતર ઉદ્વર્તીને આ જ સાહંજણી નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી કોઈ દિવસે ભદ્રા સાર્થવાહીએ પૂરા નવ માસે પુત્ર પ્રસવ્યો. તે બાળકને જન્મતા જ તેના માતાપિતાએ ગાડાની નીચે સ્થાપ્યો, ફરી ગ્રહણ કરાવી, અનુક્રમે સંરક્ષણ, સંગોપન, સંવર્ધન કરતા ઉક્ઝિતકની જેમ કહેવું. યાવત્ આ બાળક જન્મતા જ શકટ-ગાડા નીચે સ્થાપેલો, તેથી આ બાળકનું નામ શકટ થાઓ. બાકી બધું ઉજિઝતક માફક જાણવું. સુભદ્ર લવણસમુદ્રમાં મૃત્યુ પામ્યો, માતા પણ મૃત્યુ પામી. તે પણ પોતાના ઘેરથી કાઢી મૂકાયો. ત્યારે શકટ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 22